અનોખી શરત! મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બંદૂકનું લાયસન્સ લેવા માટે કરવું પડશે 30 દિવસ સુધી આ કામ

|

Jun 03, 2019 | 12:41 PM

ભોપાલમાં આવેલાં ગ્વાલિયર અને ચંબલ વિસ્તારોમાં એક નવો જ પ્રયોગ ત્યાંના કલેકટર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. બંદૂકના લાયસન્સ મેળવવા માટે કલેક્ટરે એક નવો નિયમ બનાવ્યો છે. આ પણ વાંચો:  દર્શકોએ મેદાનમાં આ પાકિસ્તાની ખેલાડીને કર્યો પરેશાન, કહ્યું પકોડા લઈ આવો ને!, જુઓ VIDEO Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ […]

અનોખી શરત! મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બંદૂકનું લાયસન્સ લેવા માટે કરવું પડશે 30 દિવસ સુધી આ કામ

Follow us on

ભોપાલમાં આવેલાં ગ્વાલિયર અને ચંબલ વિસ્તારોમાં એક નવો જ પ્રયોગ ત્યાંના કલેકટર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. બંદૂકના લાયસન્સ મેળવવા માટે કલેક્ટરે એક નવો નિયમ બનાવ્યો છે.

આ પણ વાંચો:  દર્શકોએ મેદાનમાં આ પાકિસ્તાની ખેલાડીને કર્યો પરેશાન, કહ્યું પકોડા લઈ આવો ને!, જુઓ VIDEO

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં બંદૂક રાખવાને લઈને યુવાનોમાં ખાસ શોખ છે. યુવાનોના આ શોખના લીધે કલેકટરે પણ તેની સાથે પર્યાવરણની ચિંતા કરી છે. જે લોકોને બંદૂક ખરીદવા માટે કે રાખવા માટે લાયસન્સ લેવું હોય તેને 10 વૃક્ષો વાવવા પડશે અને તો જ લાયસન્સ આપવામાં આવશે તેવો નિયમ બનાવવામાં આવ્યો છે.

 

TV9 Gujarati

 

જો વૃક્ષો વાવવા માટે કોઈ જગ્યાએ ન મળે તો તંત્ર જગ્યા પણ બતાવશે. વૃક્ષો વાવીને તેની સાથેનો ફોટો લાયસન્સ માટેની અરજીમાં જોડવાનો રહેશે. ખાલી વાવીને છૂટુ થઈ જવાનું નહીં પણ તે વૃક્ષોનું એક મહિના સુધી જતન પણ કરવાનું રહેશે. ગ્વાલિયરના કલેકટર અનુરાગ ચૌધરી દ્વારા આ નવો નિયમ લાગૂ કરવામાં આવ્યો છે. વૃક્ષો વાવ્યા ત્યારે અને 30 દિવસ બાદના ફોટા પાડીને અરજી સાથે સામેલ કરવાના રહેશે અને તંત્ર આ વૃક્ષોને લઈને તપાસ પણ કરશે. આમ ગ્વાલિયરમાં લાયસન્સ મેળવવા માટે વૃક્ષો વાવવા જરુરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ તંત્રે બંદૂક રાખવાનો શોખ રાખનારોને પર્યાવરણના જતન કરવા પાછળ લગાડી દીધા છે અને તેના વિના લાયસન્સ જ ન મળે તેવો નિયમ લાવી દીધો છે. પર્યાવરણને લઈને આ અભિગમ તંત્ર દ્વારા શરુ તો કરવામાં આવ્યો છે પણ તેને કેવો પ્રતિસાદ મળે તે તો આવનારો સમય જ નક્કી કરશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:41 pm, Mon, 3 June 19

Next Article