30 ઓક્ટોબરના મહત્વના સમાચાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે, બનાસકાંઠામાં 14 હજાર કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટસની આપશે ભેટ

આજે 30 ઓક્ટોબરને શુક્વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

30 ઓક્ટોબરના મહત્વના સમાચાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે, બનાસકાંઠામાં 14 હજાર કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટસની આપશે ભેટ
| Edited By: | Updated on: Oct 30, 2026 | 8:41 AM

LIVE NEWS & UPDATES

  • 30 Oct 2026 08:41 AM (IST)

    આર્મેનિયાની સંસદમાં સાંસદો વચ્ચે છુટ્ટા હાથની મારામારી, હંગામા બાદ સત્ર સસ્પેન્ડ

    આર્મેનિયાની સંસદમાં લોકશાહીના ધજાગરા ઉડ્યા હોય તેવી ઘટના સામે આવી છે. સંસદની અંદર સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. સત્તાપક્ષના એક સાંસદના વિવાદાસ્પદ ભાષણથી વિપક્ષી સાંસદો રોષે ભરાયા હતા. શરૂઆતમાં બંને પક્ષના સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. રોષે ભરાયેલા વિપક્ષી સાંસદો વેલ સુધી ધસી આવ્યા હતા અને સત્તાપક્ષના સાંસદો સાથે બાખડી પડ્યા હતા. બંને પક્ષના સાંસદોએ એકબીજા પર હાથ ઉપાડતાં ભારે હોબાળો મચ્યો હતો. આ દરમિયાન એક સાંસદ જમીન પર પટકાયા હતા. સંસદની અંદર થયેલી મારામારીના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ઘટનાને પગલે સંસદનું સત્ર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું.

  • 30 Oct 2026 08:25 AM (IST)

    ગાંધીનગર PSI આત્મહત્યા કેસમાં નવો ખુલાસો, એક મહિનાથી ઘરમાં ચાલતો હતો ગૃહક્લેશ

    ગાંધીનગરમાં PSIની આત્મહત્યાના મામલે નવો ખુલાસો થયો છે. પ્રાથમિક માહિતી મુજબ, છેલ્લા એક મહિનાથી PSIના ઘરમાં ગૃહક્લેશ ચાલી રહ્યો હતો. નાના ભાઈ સાથે પત્નીના અણગમાને લઈને વિવાદ થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. PSIના ભાઈએ પણ પોલીસ સમક્ષ ઘરમાં ગૃહક્લેશ ચાલતો હોવાની વાત જણાવી છે. PSI પત્ની, બે બાળકો અને નાના ભાઈ સાથે રહેતા હતા. ઘટનાના સમયે પરિવારજનો પણ ઘરમાં હાજર હતા. જોકે, PSIએ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. સ્વજનો અને સાક્ષીઓનાં નિવેદનો નોંધ્યા બાદ જ આત્મહત્યાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.


  • 30 Oct 2026 07:51 AM (IST)

    વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, બનાસકાંઠાને આપશે ₹14 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના ભીલડી ખાતે ભવ્ય જાહેર જનસભાને સંબોધિત કરશે અને ₹14 હજાર કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપશે. ભીલડીમાં વડાપ્રધાન ખેડૂતો અને પશુપાલક મહિલાઓ સાથે સીધો સંવાદ પણ કરશે. ગુજરાતમાં પ્રથમવાર વડાપ્રધાન જાહેર મંચ પરથી ખાટલા બેઠકને સંબોધિત કરશે. આ ઉપરાંત બનાસકાંઠામાં ‘ભારત ગાય સંવર્ધન અને સંશોધન કેન્દ્ર’ રાષ્ટ્રને સમર્પિત કરશે. જ્યારે થરાદ અને રાધનપુરમાં બનાસ ડેરીના બે કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું શિલાન્યાસ કરશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો પણ જાહેર કરશે.

આજે 30 ઓક્ટોબરને શુક્વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:49 am, Fri, 30 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.