22 માર્ચના મહત્વના સમાચાર : પાટણમાં ઝીલિયા ગેંગવોર મુદ્દે પીઆઈ સહિત 12 પોલીસ સસ્પેન્ડ થયા બાદ, ભાવેશ દેસાઈ સહીત 4 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

Gujarat Live Updates : આજ 22 માર્ચના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

22 માર્ચના મહત્વના સમાચાર : પાટણમાં ઝીલિયા ગેંગવોર મુદ્દે પીઆઈ સહિત 12 પોલીસ સસ્પેન્ડ થયા બાદ, ભાવેશ દેસાઈ સહીત 4 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
| Edited By: | Updated on: Mar 22, 2026 | 10:10 AM

LIVE NEWS & UPDATES

  • 22 Mar 2026 10:10 AM (IST)

    વરસાદને કારણે કચ્છના નાના રણમાં ભૂલા પડેલા 8 લોકોને બચાવાયા

    કચ્છના નાના રણમાં ભૂલા પડેલા 8 જણાને પોલીસ અને ગ્રામ્યજનોએ દિલધડક રેકસ્ક્યુ ઓપરેશન કરી બચાવ્યા. બોલેરો મારફતે કચ્છના રણમાં  ટિકરથી પલાસવા આવી રહ્યા હતા લોકો. વરસાદના કારણે રણની વચ્ચે માર્ગ ભૂલ્યા હતા. ખાવા-પીવાનું પૂરું થઇ જતા લોકો ભારે મુસીબતમાં ફસાયા હતા. મોબાઈલ વડે પલાસવા ગામલોકો અને પોલીસની મદદ મંગાઈ હતી. બનાવની ગંભીરતા જોતા પૂર્વ કચ્છ આડેસર પોલીસ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતું. રેસ્ક્યુ દરમિયાન પોલીસની ગાડી પણ કાદવમાં ફસાઈ હતી. આડેસર પોલીસ અને પલાસવાના આગેવાનો અને અન્ય લોકો દ્વારા સફળ રેસ્ક્યુ કરીને 8 લોકોને સહીસલામત બહાર કાઢ્યા હતા.

     

  • 22 Mar 2026 10:01 AM (IST)

    આણંદના ​ભાલેજમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ, 6 જણા ઈજાગ્રસ્ત

    આણંદના ​ભાલેજમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થવા પામી છે. ​સોસાયટીના રસ્તા બાબતે થઇ તકરાર. ઘાતક શસ્ત્રો સાથે હુમલો કરવામાં આવ્યો. બંને પક્ષના 6 થી લોકોને નાની મોટી ઇજા.
    ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો કરી મકાનોમાં તોડફોડ કરી હતી. દરવાજા અને બારીઓના કાચ તોડાયા. ​ઘાયલોને આણંદની જનરલ હોસ્પિટલ ખસેડાયા છે. ત્રણ દર્દીની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે.


  • 22 Mar 2026 09:50 AM (IST)

    પાટણમાં ઝીલિયા ગેંગવોર મુદ્દે પીઆઈ સહિત 12 પોલીસ સસ્પેન્ડ થયા બાદ, ભાવેશ દેસાઈ સહીત 4 સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

    પાટણ જિલ્લામાં પોતાનો ખોફ ફેલાવવા માટે મસ્તાની ગેંગ ઓપરેટ કરતા ભાવેશ દેસાઈ સહીત કુલ ચાર સામે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પાટણના ઝીલિયા ગેંગવોરમાં પોલીસ ઈન્સ્પેકટર સહીત કુલ 12 પોલીસ કર્મીઓને ઘરે બેસાડી દેવામાં આવ્યા છે. આ ઘટના બાદ પોલીસ ઉપર માછલા ધોવાયા હતા. રૂપિયાની લેવડ દેવડમાં થયો હતો ઝઘડો. ઝઘડામાં વાહનોમાં તોડફોડ થઈ હતી. ભાવેશ દેસાઈ, ભાર્ગવ દેસાઈ, અક્કી દેસાઈ, દેવું દેસાઈ સામે FIR.

  • 22 Mar 2026 09:44 AM (IST)

    મયુર ડાયકેમના માલિકોને ત્યાં સતત ત્રીજા દિવસે ઇન્કમ ટેક્સના દરોડા યથાવત

    અમદાવાદમાં મયુર ડાયકેમના માલિકોને ત્યાં સતત ત્રીજા દિવસે ઇન્કમ ટેક્સના દરોડા યથાવત રહ્યાં છે. 20 સ્થળોએ IT ના અધિકારીઓની ટીમો યથાવત. મયૂર ડાયકેમ અને એમના ભાગીદારોને ત્યાં દરોડા યથાવત. IT ની ટીમોએ તપાસ દરમિયાન થયેલા વ્યવહારો અંગે દસ્તાવેજી પુરાવાઓ અને ડિજિટલ પુરાવાઓ એકત્રિત કર્યા. તપાસમાં બેંક એકાઉન્ટ સહિત લોકર્સ અને અન્ય પુરાવાઓની તપાસ ચાલુ છે. વટવામાં મયુર ડાયકેમની ઓફિસ અને ફેક્ટરી મયુર પટેલ અને એમના ભાગીદારને ત્યાં IT ની ટીમો તપાસ કરી રહી છે. અમદાવાદ સહિત વડોદરાના પાદરામાં પણ તપાસનો દોર ચાલ્યો છે.

  • 22 Mar 2026 08:44 AM (IST)

    સુરત SVNITના મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાધો

    સુરત SVNITના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. યોગેશકુમારે ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત. મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી. અભ્યાસના ભારણના કારણે આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. ઉમરા ગામના શ્રમજીવી સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. ઘરે જ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હાલ સમગ્ર મામલે ઉમરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

  • 22 Mar 2026 08:42 AM (IST)

    ચૂંટણીનો ધમધમાટઃ CM ભૂપેન્દ્ર પટેલે, રાત્રે સુરતમાં ભાજપના હોદ્દેદારો-કોર્પોરેટરો સાથે કરી બેઠક

    મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મનપા ચૂંટણીને લઇને સુરતમાં બેઠક યોજી. ગુજરાતના મુખ્યમંત્રી અચાનક સુરત પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સુરતમાં રાત્રી રોકાણ કર્યું હતું. આવનાર મહાનગરપાલિકાના ઇલેક્શનને લઈ સુરતના સર્કિટ હાઉસ ખાતે મહત્વની બેઠક કરી. સુરતના ભાજપના કોર્પોરેટરો સાથે સર્કિટ હાઉસ ખાતે યોજી બેઠક. સુરત ભાજપના જુદા જુદા હોદ્દેદારો અને કોર્પોરેટરો મળી 90 સાથે યોજી બેઠક. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરતથી વલસાડ જશે. વલસાડમાં જુદા જુદા કાર્યક્રમમાં આપશે હાજરી. વલસાડ જાય તે પૂર્વે સુરતમાં રાત્રી રોકાણ કરી ભાજપના હોદ્દેદારો સાથે કરી બેઠક. સુરત કોર્પોરેશનના ઇલેક્શનને લઈ હોદ્દેદારો અને કોર્પોરેટરોને માર્ગદર્શન અને સૂચના આપવા હેતુ યોજાઈ સરપ્રાઈઝ બેઠક.

  • 22 Mar 2026 07:32 AM (IST)

    મધ્યરાત્રીએ અમરેલીમાં અનુભવાયો ભૂકંપનો આંચકો

    અમરેલીમાં 2.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મોડી રાત્રે 12:49 વાગ્યે આંચકાનો અનુભવ થયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી દક્ષિણ દક્ષિણ પશ્ચિમ દિશામાં 44 કિલોમીટર દૂર નોંધાયું છે.

આજે 22 માર્ચને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:30 am, Sun, 22 March 26

Follow Us