
આજે 21 જૂન બુધવારના રોજ, ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના તમામ અપડેટસ સમાચાર તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્કથી સીધા જ વોશિંગ્ટન પહોંચી ગયા છે. અહીં પીએમ મોદી, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને મળશે. આવતીકાલ ગુરુવારના રોજ વ્હાઇટ હાઉસ ખાતે, પીએમ મોદી માટે ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મણિપુરમાં સ્થિતિ સુધરી રહી નથી. ત્યાં હિંસા દિવસેને દિવસે વધી રહી છે. દરમિયાન, ગૃહ પ્રધાન અમિત શાહે, મણિપુરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે 24 જૂને નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ આ જાણકારી આપી છે.
ફિ નિયમન સમિતિએ, ટેકનિકલ અને એન્જિનિયરિંગ કોલેજની ફિ નક્કી કરી છે. જેમાં 500 કોલેજોને ફિમાં 5 ટકા વધારો કરવાની મંજૂરી આપી છે. ફિ નિયમન સમિતિ સમક્ષ કુલ 640 કોલેજોએ ફિ વધારવા માટે અરજી કરી હતી. જે પૈકી 500 કોલેજોને ફિમાં 5 ટકા વધારો આપવામાં આવ્યો છે. આગામી 3 વર્ષ માટે આ નવો ફિ વધારો માન્ય રહેશે. ફિ નિયમન સમિતિ સમક્ષ 110 કોલેજોએ 5 ટકાથી વધારે ફિ વધારો માંગ્યો હતો. જ્યારે 9 કોલેજો એ રૂ.2 થી 5 હજાર સુધીનો કર્યો ઘટાડો
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા ગૃહમંત્રી અમિત શાહને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. મણિપુરમાં ફેલાયેલી વંશીય હિંસા અને તેના કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અને આસામમાં પૂરની સમસ્યા પર બંને વચ્ચે ચર્ચા થવાની સંભાવના છે. મણિપુરના મેઈતેઈ જૂથના બે ડઝનથી વધુ ધારાસભ્યો છેલ્લા 4 દિવસથી દિલ્હીમાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યુયોર્કમાં યુએન હેડક્વાર્ટરમાં યોગ કર્યા બાદ, વોશિંગ્ટન જવા રવાના થયા છે. પીએમ મોદી ત્યાં રાષ્ટ્રપતિ જો બાઈડનને મળશે.
ગુજરાત સરકારે આજે મોડી સાંજે સાત સનદી અધિકારીની બદલીના આદેશ કર્યાં છે. બદલીના આદેશ કરાયેલા અધિકારીઓમાં કેટલાક અધિકારીઓને વધારાના વિભાગની જવાબદારી પણ સોંપવામાં આવી છે. બદલી પામેલ અને વધારાની જવાબદારી સોંપાઈ છે તેવા અધિકારીઓમાં કમલ દયાણી, મનોજકુમાર દાસ, મોના ખંધાર, અશ્વિની કુમાર, રાજકુમાર બેનીવાલ, આરતી કંવરનો સમાવેશ થાય છે.
કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે, હનીસિંહને ધમકીભરી વોઈસ નોટ મોકલી છે. વોઈસ નોટ મળ્યા બાદ સિંગર હનીસિંહે દિલ્હી પોલીસની મદદ માંગી છે. આ અગાઉ ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે સલમાનખાનને પણ ધમકીભર્યો ઈ મેઈલ મોકલ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, વિશ્વના 180 દેશના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત રાષ્ટ્ર સંધની કચેરીના પ્રાંગણમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ કર્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, વિશ્વ યોગ દિવસને લઈને સંબોધન પણ કર્યું હતું.
ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટરના લૉનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યોગ કરવા માટે ઘણા દેશોના લોકો લાઈનમાં ઉભા છે અને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. ભારતીય સમુદાયના લોકોએ કહ્યું કે પીએમ મોદી ન્યૂયોર્ક આવ્યા છે, આ યોગ ડે અમારા માટે ખૂબ જ ખાસ છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પીએમ મોદી આજે સંયુક્ત રાષ્ટ્રમાં 180 દેશોના લોકો સાથે યોગ કરશે. આ પહેલા વડાપ્રધાન મોદીએ આજે સવારે એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે ભારતના નાગરિકોએ હંમેશા નવા વિચારોને આવકાર્યા છે.
ઈરાનથી પરત આવેલ દંપતિનો હોસ્પિટલમાં સારવાર દરમિયાનનો સૌ પ્રથમ વીડિયો સામે આવ્યો છે જેમાં દંપતિએ હર્ષ સંઘવી અને ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદનો આભાર વ્યક્ત કર્યો છે. જુઓ Video
અમદાવાદથી અમેરિકા જવા નીકળેલા દંપતી ઈરાનમાં બંધક બનાવાયેલુ હતું જે આજે અમદાવાદ આવી પહોંચ્યુ છે. બંન્ને દંપતીનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે. મળતી માહિતી અનુસાર દંપતીની શારિરીક સ્થિતી હાલ સ્વસ્થ છે. જો કે ઘટના બાદ દંપતીની માનસિક સ્થિતી ખરાબ થઈ ગઈ છે. હાલમાં બંન્ને દંપતીના કાકાના ઘરે છે.
મુંબઈ પોલીસે 23 જૂનથી 21 ઓગસ્ટ સુધી મુંબઈના ફ્લાઈંગ ઝોનમાં હોટ એર બલૂન, ગ્લાઈડર્સ, લેસર લાઈટ્સ અને અન્ય ફ્લાઈંગ ઑબ્જેક્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.
ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં વારાણસીથી શક્તિનગર જઈ રહેલી બસ બેકાબૂ થઈને ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 21 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા.
ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતના નજીકના સુજીત પાટકરના 10 સ્થળો પર EDની ટીમે દરોડા પાડ્યા છે. કોરોનાના સમયગાળા દરમિયાન બીજેપી નેતા કિરીટ સોમૈયાએ લાઈફ લાઈન હોસ્પિટલ મેનેજમેન્ટ કંપની પર 100 કરોડથી વધુના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. આજે EDએ આ જ સંદર્ભે દરોડા પાડ્યા છે. આ સિવાય કોવિડ સમયગાળા દરમિયાન BMCના એડિશનલ કમિશનર રહેલા IAS સંજીવ જયસ્વાલના ઘર પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. આદિત્ય ઠાકરેના નજીકના સૂરજ ચવ્હાણના ઘરે પણ EDના દરોડા પડ્યા છે.
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં બે પક્ષો વચ્ચે જમીન વિવાદમાં ગોળીબાર થયો છે. જેમાં 6 લોકો ઘાયલ થયા છે અને 2ની હાલત ગંભીર છે.
World Yoga Day 2023: હિમાચલમાં અનુરાગ ઠાકુરે કર્યા યોગ, કહ્યું યોગ આરોગ્યનો દ્વાર, તેનું કામ લોકોને જોડવાનું
International Yoga Day 2023: જમ્મૂ કાશ્મીરના ઉધમપુરમાં એક કૂતરાએ લોકો સાથે કર્યા યોગ
International Yoga Day 2023: સુરતમાં 1.50 લાખ લોકોએ એક સાથે કર્યા યોગા, ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો
Vadodara : રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો ગયો છે. હાઇકોર્ટની ઝાટકણી બાદ પણ મહાનગરોમાં રખડતા ઢોરને લઈ તંત્ર ગંભીર હોય તેવું નથી લાગી રહ્યું અને દિવસેને દિવસે રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. ત્યારે વડોદરામાં રખડતા ઢોરના હુમલાનો સિલસિલો યથાવત છે. ઢોરની અડફેટથી વધુ એકનું મોત થયું. શહેરના લક્ષ્મીપુરા નારાયણ ગાર્ડન પાસે બાઈક પર જઈ રહેલા વૃદ્ધ પર રખડતી ગાયે હુમલો કર્યો હતો.
International Yoga Day 2023: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર બાબા રામદેવે કહ્યું કે યોગ જીવનનું અનુશાસન છે, જેનું પોતાના જીવન પર નિયંત્રણ આવી જાય છે, તે વિશ્વ વિજેતા બની જાય છે. યોગ કરનારા ક્યારેય બિમાર ના થઈ શકે.
America: મસ્કે કહ્યું, ભારતમાં વિશ્વના અન્ય મોટા દેશ કરતાં વધુ સંભાવનાઓ છે. પીએમ મોદી ખરેખર ભારતની ચિંતા કરે છે. તેઓ અમને દેશમાં રોકાણ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે. અમારી મુલાકાત ખૂબ સારી હતી અને મને તે ખૂબ ગમે છે. પીએમ મોદી ખરેખર ભારત માટે વધુ સારી વિચારસરણી ધરાવે છે. તેઓ ભારતમાં રોકાણ કરવા માટે કંપનીઓને ટેકો આપવા માંગે છે. જેથી ભારતને ફાયદો થાય. હું આવતા વર્ષે ભારત આવવાનું વિચારી રહ્યો છું.
International Yoga Day 2023: કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે ઓડિશાના બાલાસોરમાં યોગ કર્યો. આ અવસરે તેમને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગની સાથે આપણી સંસ્કૃતિને સમગ્ર વિશ્વ સાથે જોડી છે.
World Yoga Day 2023: 21 જૂન એટલે રાષ્ટ્રીય યોગ દિવસ અને આ દિવસની ઉજવણીમાં સુરતએ આજે ઇતિહાસ રચ્યો છે. રાજ્યકક્ષાની યોગ દિનની ઉજવણી સુરતમાં કરવામાં આવી હતી. જેમાં એક લાખ 60 હજારથી વધુ લોકોએ એક સાથે એક સ્થળે ઉપસ્થિત રહી યોગાભ્યાસ કરી વિશ્વ વિક્રમ સર્જ્યો છે.સુરતએ સૌથી મોટી સંખ્યા એક સાથે યોગા કરી ગીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમા સ્થાન પ્રાપ્ત કરી ગૌરવની લાગણી અનુભવી હતી.
World Yoga Day 2023: કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટીમાં યોગ કર્યા
International Yoga Day 2023: દેશભરમાં યોગ દિવસની ઉજવણી, રાજનાથ સિંહે INS વિક્રાંત પર કર્યા યોગ
International Yoga Day : આજે એટલે કે 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે. આજની ભાગદોડભરી જિંદગી અને તણાવમાં તન અને મનને સ્વસ્થ રાખવાનો એકમાત્ર ઉપાય એટલે યોગ છે. સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના વાય જંક્શન ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન હર્ષસંઘવીની અધ્યક્ષતામાં યોગ દિવસની ઉજવણી કરાઈ. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.
International Yoga Day 2023: વિશ્વ યોગ દિવસ પર પીએમ મોદીનો સંદેશ, યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયુ
Published On - 6:54 am, Wed, 21 June 23