
આજે 14 એપ્રિલને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમો ઝટકો, વિજય શંકર માત્ર 9 રન બનાવી થયો આઉટ, દિગ્વેશ સિંહ રાઠીએ લીધી વિકેટ
ચેન્નાઈ સુપર કિંગ્સને ચોથો ઝટકો, રવીન્દ્ર જાડેજા માત્ર 7 રન બનાવી થયો આઉટ, રવિ બિશ્નોઈએ લીધી વિકેટ
ચેન્નાઈ સુપર કિંગ્સને ત્રીજો ઝટકો, રાહુલ ત્રિપાઠી 9 રન બનાવી થયો આઉટ
ચેન્નાઈ સુપર કિંગ્સને બીજો ઝટકો, રચિન રવિન્દ્ર 37 રન બનાવી થયો આઉટ
ચેન્નાઈ સુપર કિંગ્સને પહેલો ઝટકો, શૈખ રશીદ 27 રન બનાવી થયો આઉટ, અવેશ ખાને લીધી વિકેટ
અંતિમ બોલ પર LSG એ ગુમાવી વિકેટ, પથિરાણાએ શાર્દૂલ ઠાકુરને કર્યો આઉટ, LSG એ CSK ને જીતવા 167 રનનો આપ્યો ટાર્ગેટ
રિષભ પંત 63 રન બનાવી થયો આઉટ, રિષભ પંતની કેપ્ટન ઈનિંગ, મોટો શૉટ રમવા જતાં થયો કેચ આઉટ, મથીશા પથિરાણાની બોલિંગમાં ધોનીએ કર્યો કેચ
લખનૌ સુપર જાયન્ટ્સની અડધી ટીમ પોવેલિયન ભેગી, સમદ 20 બનાવી આઉટ, ધોનીએ કર્યો રનઆઉટ
રિષભ પંતની ફિફ્ટી, લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોટ 150 ને પાર, અબ્દુલ સમદ અને રિષભ પંતે ખલીલ અહેમદની ઓવરમાં જોરદાર સિક્સર ફટકારી
રિષભ પંતે 42 બોલમાં અડધી સદી ફટકારી
બે જીવનદાન બાદ બદોની આઉટ, જાડેજાની બોલિંગમાં ધોનીનું જોરદાર સ્ટમ્પિંગ, બદોની 22 rરન બનાવી આઉટ, LSGને ચોથો ઝટકો
લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 100 ને પાર, પંત-બદોનીએ સંભાળી બાજી
લખનૌ સુપર જાયન્ટ્સને ત્રીજો ઝટકો, મિચેલ માર્શ 30 રન બનાવી આઉટ, રવીન્દ્ર જાડેજાએ કર્યો ક્લીન બોલ્ડ
લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 50 ને પાર, રિષભ પંત-મિચેલ માર્ચની ફટકાબાજી, રિષભ પંતે શાનદાર સિક્સર ફટકારી ટીમનો સ્કોર 50 ને પાર કરાવ્યો
લખનૌ સુપર જાયન્ટ્સને મોટો ઝટકો, નિકોલ પૂરન માત્ર 8 રન બનાવી આઉટ, અંશુલ કમબોજે લીધી વિકેટ, બોલરે LBW આઉટ માટે કરી અપીલ, અમ્પાયરે નોટ આઉટ આપ્યો, ધોનીએ લીધો DRS, ટીવી અમ્પાયરે આઉટ જાહેર કર્યો. ઈન્ફોર્મ આક્રમક બેટ્સમેન આઉટ થતા હવે લખનૌ દબાણમાં. LSGની ખરાબ શરૂઆત
પહેલી જ ઓવરમાં લખનૌને ઝટકો, એડન માર્કરમ માત્ર 6 રન બનાવી આઉટ, ખલીલ અહેમદે લીધી વિકેટ, રાહુલ ત્રિપાઠીએ પકડ્યો જોરદાર કેચ
લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે. જેમાં LSGએ 3 જીત મેળવી છે, જ્યારે CSKએ માત્ર 1 મેચ જીતી છે. એક મેચ અનિર્ણિત રહી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સે આર. અશ્વિનને પડતો મૂક્યો. ડેવોન કોનવે પણ બહાર. શેખ રશીદનું ડેબ્યૂ. ક્રેગ ઓવરટન ટીમમાં સામેલ.
શેખ રશીદ, રચિન રવિન્દ્ર, રાહુલ ત્રિપાઠી, વિજય શંકર, રવીન્દ્ર જાડેજા, જેમી ઓવરટોન, એમએસ ધોની, અંશુલ કંબોજ, નૂર અહેમદ, ખલીલ અહેમદ, મતિશા પથિરાના.
એડન માર્કરામ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, આયુષ બદોની, રિષભ પંત, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, અવેશ ખાન, આકાશ દીપ, દિગ્વિજય સિંહ રાઠી.
ધોનીએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, રિષભ પંતની ટીમ પહેલા કરશે બેટિંગ, અશ્વિન ટીમની બહાર
ગાંધીનગરમાં અમદાવાદ-કલોલ હાઈવે પર ST બસે ગંભીર અકસ્માત સર્જયો. શેરથા નજીક બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા એક સાથે 6 વાહનોને અડફેટે લીધા. ST ડ્રાઈવરની બેદરકારીને કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. આ ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોને ઈજા પહોંચી. બે લોકોને સામાન્ય ઈજા હોવાથી અડાલજ PHC ખાતે ખસેડવામાં આવ્યા. જ્યારે એકની હાલત વધુ ગંભીર બનતા તેણી. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો. અમદાવાદ-કલોલ હાઈવે પર વાહનોનો ભારે ઘસારો રહે છે. ત્યારે હાઈવેના આ ભાગમાં અવારનવાર અકસ્માતો થતા વાહન ચાલકો ચિંતિત બન્યા છે.
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને મળી મોટી સફળતા. કોલસા ચોરીનો મુખ્ય આરોપી આવ્યો SMCના સકંજામાં. વોન્ટેડ આરોપી ભગીરથ હુંબલ યુગાન્ડા ભાગી ગયો હતો. યુગાન્ડાથી યુએઈ થઈ અમદાવાદ એરપોર્ટ પહોંચેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. કોલસા ચોરીમાં SMCએ ₹3 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
એક તરફ બંધારણના ઘડવૈયા બાબા સાહેબની જન્મ જયંતીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. બીજી તરફ વડોદરામાં 23 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આંબડકર સ્મૃતિ ભવનની દુર્દશા સામે આવી છે. સ્મૃતિ ભવન બન્યાના ત્રણ વર્ષ વીત્યા છતાં હજુ સુધી પ્રતિમાની સ્થાપના કરવામાં નથી આવી. સ્મારક ભવનમાં મુકાયેલા ખાસ પથ્થરો પર લાગી ડાઘા જોવા મળે છે. પરિસરમાં ઘણી જગ્યાએ ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યા છે. આ દ્રશ્યોથી સ્પષ્ટ થાય છે કે અહીં જાળવણીનો અભાવ છે. યોગ્ય જાળવણીના અભાવે લોકાપર્ણ પહેલા જ ભવનની હાલત આવી બની છે.
ભરૂચના અંકલેશ્વરના પાનોલીમાં આગ દુર્ઘટનામાં એકનું મોત થયું છે. ફેક્ટરીમાંથી કામ કરતા એક કામદારનો મૃતદેહ મળી આવ્યો છે. જલ એક્વા ઈન્ટરનેશનલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. 4 કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લીધી છે. 10થી વધુ ફાયર ફાયટર્સની ટીમ આ કામગીરીમાં લાગી હતી. બાજુમાં આવેલી બી. આર. એગ્રો કેમિકલ કંપની પણ આગની ઝપેટમાં આવી ચૂકી હતી.
સુરત નેશનલ હાઇવે 48 પર થયો ગમખ્વાર અકસ્માત. એક સાથે ચાર વાહનો અથડાયા. આ ઘટના બની છે માંગરોળના કોસંબા ગામ પાસે જ્યાં. 2 ટ્રેલર, ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્તોને 108 એમ્બુલન્સ મારફતે સારવાર માટે લઇ જવામાં આવ્યો છે..અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા જ પોલીસ અને NHAIની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી રસ્તો ખુલ્લો કરાયો છે.
હવામાન વિભાગની આગાહી, આગામી ચાર દિવસ બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે. અમદાવાદ શહેર માટે આજે યેલો અલર્ટ સાથે 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા. ગઈ કાલે અમદાવાદમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું. કંડલામાં સૌથી વધુ 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું. આવતીકાલથી ફરી હિટવેવની આગાહી. 15 થી 17 એપ્રિલ સુધી બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને રાજકોટમાં હિટવેવની સાથે યેલો અલર્ટની આગાહી. દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફુંકાશે. 17 એપ્રિલ બાદ 2 થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે.
રાજકોટઃ આંબેડકર જયંતી નિમિત્તે નીકળેલી રેલીમાં ઉડ્યા કાયદાના લીરેલીરા. રેલીમાં કેટલાક યુવાનો છરા સાથે જોવા મળ્યા. રેલી દરમ્યાન છાટકા બનેલા યુવાનોએ સીનસપાટા કર્યા. હાથમાં છરા સાથે રોફ જમાવવાનો પ્રયાસ કર્યો. કેટલાક યુવાનોએ બાઈક પર સ્ટન્ટ કર્યા. પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો જોતી રહી.
શા માટે પોલીસે આવા યુવાનોને રોક્યા નહીં તે મોટો સવાલ છે.
રાજકોટમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે નીકળેલી રેલીમાં ભારે બબાલ થઈ. જિલ્લા પંચાયત ચોક નજીક રેલી પહોંચી ત્યારે ટ્રાફિક પોલીસકર્મીએ દલિત યુવકો સાથે ગેરવર્તન કર્યાનો આક્ષેપ છે. ટ્રાફિક પોલીસકર્મીએ દલિત યુવકોને અપશબ્દો કહીને લાકડી મારી હોવાનો આક્ષેપ કર્યો છે. બાઇક રેલીને અટકવાતા ભારે હોબાળો થયો. દલિત સમાજના યુવકોએ રેસકોર્સ નજીક રસ્તા પર ચક્કાજામ કરીને પોલીસના ગેરવર્તન સામે વિરોધ નોંધાવ્યો. બબાલ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને મામલાને શાંત કરવા પ્રયાસ શરૂ છે.
હીરાના વેપારીઓનો આક્ષેપ છે કે મેહુલ ચોક્સીના આ કૌભાંડને લીધે. હીરાના અન્ય વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતા. અને તેમને બેંકમાંથી લોન મેળવવામાં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આરોપી મેહુલ ચોક્સીને એવી સજા આપવાની માંગ ઉઠી રહી છે કે જેથી ભવિષ્યમાં ફરી કોઈ આવી છેતરપિંડી કરવાની હિંમત ન કરે.
રાજકોટના TRP ગેમ ઝોનની આગમાં 26ના મોત થયા હતા. આ અગ્નિકાંડે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો હતો. જો કે સવાલ એ છે કે આટલા મોટા અગ્નિકાંડ બાદ શું રાજકોટમાં ફાયર બ્રિગેડ વધુ મજબૂત થઇ. શું રાજકોટનું ફાયર વિભાગ વધુ શક્તિશાળી બન્યું તો જવાબ છે ના. કારણ કે એક વર્ષ બાદ પણ રાજકોટમાં હજુ અડધા સ્ટાફથી જ આગ પર કાબૂ મેળવવાની કામગીરી થઇ રહી છે. એટલું જ નહીં હજુ પણ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરના ભરોસે જ રાજકોટની જવાબદારી છે. ત્યારે જુઓ tv9ની તપાસમાં રાજકોટમાં શું સ્થિતિ સામે આવી.
ગુજરાતના પૂર્વ ધારાસભ્ય અને અગ્રણી આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. તાજેતરમાં મહેશ વસાવા, પૂર્વ ભરૂચ ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના માર્ગદર્શન હેઠળ ભાજપમાં જોડાયા હતા. પોતાના કામને ન્યાય મળતો ના હોવાનો મહેશ વસાવાએ આક્ષેપ કર્યો છે. મહેશ વસાવા ડેડીયાપાડાના ધારાસભ્ય રહી ચૂક્યા છે.
મહેશ શર્મા નામના યુવકે, મુંબઈના શખ્સ શ્યામોલી સરદાર નામના શખ્સ સામે પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતા. 1.51 લાખની સામે ફરિયાદીએ ચૂકવ્યા 5.69 લાખ. વધુ 1.60 લાખની માંગણી કરતા નોંધાવી ફરિયાદ. ફરિયાદી અને ફરિયાદીની બહેનને મારવાની અને ખોટા કેસમાં ફસાઈ દેવાની ધમકી આપી હતી. શ્યામોલી સરદાર નામના શખ્સ સામે ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોધી તપાસ શરૂ કરી.
ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ થયા પછી, ભાજપના નેતા પ્રતુલ શાહ દેવે કહ્યું: ‘આ મોદીનું નવું ભારત છે, હવે કોઈ છેતરપિંડી કે ફુલેકું ફેરવી નહીં શકે, બેંકિંગ સિસ્ટમને પણ નુકસાન પહોંચાડી શકશે નહીં, અથવા વિદેશી દળો સાથે હાથ મિલાવીને અશાંતિ ફેલાવી શકશે નહીં અને વિદેશમાં આરામથી રહેવાની અપેક્ષા રાખી શકશે નહીં.’ તહવ્વુર રાણાના પાછા ફર્યાના એક અઠવાડિયામાં જ મેહુલ ચોક્સીની ધરપકડના સમાચાર આવ્યા. આ દર્શાવે છે કે ભારત ભાગેડુઓના પ્રત્યાર્પણ અંગે કેટલું ગંભીર છે.
સુરતમાં હીરાના વેપારીનું કહેવું છે કે, પંજાબ નેશનલ બેંકના કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર ગુજરાતી એવા મેહુલ ચોકસીને કારણે સમગ્ર હીરા ઉદ્યોગ શંકાના દાયરામાં આવેલ છે. બેંક દ્વારા હીરા ઉદ્યોગકારોને પૂરતી લોન આપવામાં આવતી નથી. મેહુલ ચોક્સી દ્વારા બેંક ફ્રોડ કરવામાં આવતા હીરા ઉદ્યોગ માં અવિશ્વાસનો માહોલ સર્જાયો હતો. મંદીના માહોલમાં બેંક લોન ના મળતા હીરા ઉદ્યોગના વેપારમાં મુશ્કેલી વધી હતી.
રાહુલ ગાંધીના કાર્યક્રમમાં થયો ફેરફાર, બદલાવ આવ્યો છે. આવતીકાલ 15મી એપ્રિલના રોજ, રાહુલ ગાંધી અમદાવાદના પાલડીમાં આવેલ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે બેઠક યોજશે. એઆઈસીસીના 43 નિરીક્ષકો, 7 સહ નિરીક્ષક અને ગુજરાત કોંગ્રેસના નિરિક્ષકો સાથે ઓરીએન્ટેશન બેઠક યોજશે. 16 તારીખે સંગઠન સર્જન અભિયાનનો મોડાસાથી પ્રારંભ કરાવશે. મોડાસાથી પાયલટ પ્રોજેક્ટની શરૂઆત સાથે કાર્યકર સંવાદ પણ યોજશે. અગાઉ જે કાર્યક્રમ નિર્ધારિત કરાયો હતો એમાં બંને દિવસ મોડાસાના કાર્યક્રમો હતો. નવા કાર્યક્રમ મુજબ એક દિવસ અમદાવાદ અને બીજા દિવસે મોડાસામાં સંવાદ યોજવામાં આવશે.
ગુજરાતના દલીત સમાજને લઈને બાબા સાહેબના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકરનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે, પાછલા કેટલાય સમયથી ગુજરાતના દલિતોમાં પરિવર્તન જોવા મળ્યું છે. ગુજરાતના દલિતો હવે બાબા સાહેબથી પ્રેરાઇ રહ્યા છે. પાછલા 5-6 વર્ષ થી ગુજરાતનો માહોલ બદલાયો છે. હવે લોકો આંબેડકરવાદી થઈ રહ્યા છે. આજે તેમના વિચારોને લઈને લોકો રોડ પર આવી રહ્યા છે. ગુજરાત એ હંમેશા પ્રયોગશાળા રહી છે. ગુજરાતના વિચારો રાષ્ટ્રમાં કામ કરે છે. બાબા સાહેબના વિચારોથી જ સમાજની ઉન્નતિ થશે.
તાજેતરમાં જ ગબ્બર પર દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુઓ પર મધમાખીના ઝૂંડે હુમલો કરતા અનેક યાત્રિકોને પ્રાથમિક સારવાર આપવાની ફરજ પડી હતી. જેને ધ્યાને લઈને તંત્રે, ગબ્બ્ર પર્વત પર આવેલ મધપૂડાને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના પગલે, આગામી 15થી 17 એપ્રિલ સુધી ગબ્બર ટોચ, 51 શક્તિપીઠ પરિક્રમા તેમજ રોપવેની સુવિધા બંધ રાખવામાં આવશે. ગબ્બરના પહાડમાં અનેક જગ્યાએ મોટી માત્રામાં મધપૂડા થયેલા છે. હાલ ઉનાળાની ઋતુમાં મધમાખી વારંવાર ઉડવાથી યાત્રિકોની સલામતી જોખમાય છે.
દુબઈથી સુરત આવી રહેલ ફ્લાઈટમાં, ઈ સિગારેટ પિનારા મુસાફરને ડુમસ પોલીસે ઝડપા પાડ્યો છે. દુબઈમાં હીરા કંપનીમાં નોકરી કરતો કતાર ગામનો યુવક ઈ સિગારેટ ફુંકતો હતો. દુબઈ-સુરત ફ્લાઈટમાં એરહોસ્ટેસે ઈ-સિગારેટ ફૂંકતા મુસાફરને પકડ્યો. પ્રતિબંધિત સિગારેટ પ્લેનમાં લઇ જવા સાથે સ્મોકિંગ કરવાનો ગુના નોંધીને ડુમસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કતાર ગામના રાજેશ પરમારની પ્રતિબંધિત સિગારેટ પ્લેનમાં લઈ જવા સાથે, ચાલુ પ્લેનમાં સ્મોકિંગ કરવાના ગુનામાં ધરપકડ કરાઈ છે.
જામનગર જિલ્લા જેલમાં કેદીનું મૃત્યુ થયું છે. ભાણવડ પોલીસ મથકના NDPS ગુનામાં ઝડપાયેલા આધેડનું જેલમાં જ મૃત્યુ થયું હતું. 60 વર્ષીય ધનજીભાઈ લક્ષ્મણભાઈ ગજરોતર નામના આધેડ કેદીનું મૃત્યુ કયા કારણોસર થયું તે જાણવા માટે પોસ્ટમોર્ટમ કરાવાશે. મૃતકને છેલ્લા 40 વર્ષથી ગાંજાનું વ્યસન હતું. જેલમાં કેદી એકાએક બેભાન થઈ જતા સારવાર અર્થે લઈ જવાયા હતા જીજી હોસ્પિટલ. સારવાર દરમિયાન આધેડ કેદીનું મોત નીપજ્યું છે.
સુરત નેશનલ હાઈવે 48 પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. માંગરોળના કોસંબા ગામ પાસે એક સાથે ચાર વાહનો વચ્ચે અકસ્માત થયો છે. બે ટ્રેલર, એક ટ્રક અને એક લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક વ્યક્તિને ગંભીર ઇજા થઈ છે જ્યારે અન્ય લોકોને સામાન્ય ઈજાઓ થઈ હોવાની વિગતો સામે આવી છે. તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે, હાઈવે પર ટ્રાફિક જામ થયો છે. અકસ્માતની જાણ થતા જ સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAI વિભાગની ટીમ તાત્કાલિક અકસ્માત સ્થળ પર દોડી ગઈ હતી. અકસ્માતગ્રસ્ત વાહનો હાઈવેની એકસાઇડ કરી હાઈવે ખુલ્લો કરાવ્યો છે.
ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે હાથ ધરેલા એક ઓપરેશનમાં 1800 કરોડની કિંમતનું 300 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં આ ઓપરેશન હાથ ધરાયું હતું. કોસ્ટ ગાર્ડની શીપને જોઈને, પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા. કોસ્ટ ગાડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો. આ ઓપરેશન 12- 13 એપ્રિલે હાથ ધરાયું હતું.
કેશોદના પાણખાણ ગામેં ખેડૂતની હત્યા કેસમાં પોલીસે 11 ઈસમોની ધરપકડ કરી છે. ઝડપાયેલા તમામ ઈસમો એક જ પરિવારના છે. ખેતરના રસ્તે ચાલવા બાબતની તકરારને લઇ ખેડૂતની કરવામાં આવી હતી હત્યાં. છેલ્લા ઘણા સમયથી બંને પક્ષો વચ્ચે તકરાર ચાલી રહેલ હતી. ગત 12 એપ્રિલના સવારે પહેલા બોલાચાલી બાદ પાઇપ વડે હુમલો કરવામાં આવતા ખેડૂતનું મોત થયું હતું. કેશોદ પોલીસે ઝડપી પાડવામાં આવેલ ઈસમોની પૂછપરછ હાથ ધરી છે.
વકફ બોર્ડ મામલે દ્વારકાપીઠના જગતગુરુ સદાનંદ સરસ્વતી મહારાજે મહત્વનું નિવેદન કરતા કહ્યું કે, સંવિધાનમાં વકફ બોર્ડની કોઈ જોગવાઈ નથી. જે મુસ્લિમ દેશો છે ત્યાં પણ વકફ બોર્ડ નથી, વિશ્વના કોઈ દેશમાં આવુ બોર્ડ નથી. વકફનો સમાજ માટે શું ઉપયોગ થાય છે ? જો તે મુસ્લિમ સમાજ માટે છે તો છેલ્લા 71 વર્ષમાં મુસ્લિમ સમાજના વિકાસ માટે તેમણે શું કાર્ય કર્યું ?
Published On - 7:41 am, Mon, 14 April 25