Surgical Strike 2: ગુજરાત સહિત તમામ સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો, દરિયાઈ વિસ્તારો એલર્ટ પર

|

Feb 26, 2019 | 9:08 AM

પુલવામામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલા બાદ સમગ્ર દેશવાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તેનો જવાબ ભારતીય વાયુસેનાએ આપ્યો છે.  વાયુસેનાએ મિરાજ 2000 વિમાનોને મંગળવારની મોડી રાત્રે એલઓસી પાર કરીને પાકિસ્તાનમાં આશરે 60 કિલોમીટર અંદર જઈને આતંકી સ્થાનો પર બૉમ્બ ફેંક્યા. 21 મિનિટની આ એર સ્ટ્રાઈકમાં 19 મિનિટ તો વાયુ સેનાએ વિવિધ સ્થાનો પર બૉમ્બ ફેંક્યા. […]

Surgical Strike 2: ગુજરાત સહિત તમામ સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો, દરિયાઈ વિસ્તારો એલર્ટ પર

Follow us on

પુલવામામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલા બાદ સમગ્ર દેશવાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તેનો જવાબ ભારતીય વાયુસેનાએ આપ્યો છે. 

વાયુસેનાએ મિરાજ 2000 વિમાનોને મંગળવારની મોડી રાત્રે એલઓસી પાર કરીને પાકિસ્તાનમાં આશરે 60 કિલોમીટર અંદર જઈને આતંકી સ્થાનો પર બૉમ્બ ફેંક્યા.

21 મિનિટની આ એર સ્ટ્રાઈકમાં 19 મિનિટ તો વાયુ સેનાએ વિવિધ સ્થાનો પર બૉમ્બ ફેંક્યા. હુમલામાં 200થી વધુ આતંકીઓ માર્યા ગયા હોવાની ખબર છે.

જોકે હવે બંને દેશો વચ્ચે તણાવ વધતા પાકિસ્તાન બોર્ડર પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અને ગુજરાતની બોર્ડર પર ઈન્ડિયન સિક્યોરિટી ફોર્સ અને ઈન્ટેલિજન્સની હલચલ પણ વધારી દેવાઈ છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

ગુજરાતથી જોડાયેલા સમુદ્રી રસ્તાઓ પર સઘન સુરક્ષા

સમુદ્રી ક્ષેત્ર સિવાય ગીર સોમનાથમાં ખાસ કરીને સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં પ્રતિષ્ઠિત સોમનાથ મંદિર આવેલું છે જેના પર નજર રખાઈ રહી છે..

એજન્સીઓના કહેવા પ્રમાણે આતંકી હુમલા માટે સૌરાષ્ટ્રનો સમુદ્રી કિનારો સૌથી સરળ માનવામાં આવે છે. જોકે પુલવામા હુમલા બાદ અહીં સુરક્ષા વધારી દેવાઈ હતી.

માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો છતાં તંત્ર દ્વારા સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી હોય તેમ કહેવાઈ રહ્યું છે.

સોમનાથમાં કંટ્રોલ રૂમ રાખશે નજર

સોમનાથ પોલીસ પ્રશાસન દ્વારા શહેરના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક દરમિયાન જાહેરાત કરવામાં આવી કે શહેરમાં 200થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરા 12 લાખ રૂપિયાના ખર્ચે લગાવાઈ રહ્યાં છે.

તે ઉપરાંત, ચોવીસ કલાક સોમનાથ મંદિર અને સમુદ્રી સુરક્ષા કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

[yop_poll id=1823]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article