ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી હીરા ઉદ્યોગ પર મંદીનું ગ્રહણ લાગ્યુ છે. જેના કારણે રત્નકલાકારોની હાલત બહુ કફોડી થઈ છે. આજે આ મુદ્દે દેશની સંસદમાં પણ ચર્ચા થઈ. રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે મંદીની ઝપેટમાં આવેલા હીરા ઉદ્યોગ અંગે રજૂઆત કરી. શક્તિસિંહે જણાવ્યુ કે છેલ્લા બે વર્ષથી આ ઉદ્યોગમાં ભારે મંદી ચાલી રહી છે. બે વર્ષમાં હીરાની નિકાસ 7110 મિલિયન ડૉલર ઓછી થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને સ્થિતિ તપાસવાની પણ કોંગ્રેસના સાંસદે માગ કરી. શક્તિસિંહે ત્યા સુધી કહ્યુ કે કેન્દ્ર સરકાર હીરા ઉદ્યોગમાં મંદીનો સ્વીકાર કરે તો જ પરિસ્થિતિ સુધરી શકે તેમ છે.
શક્તિસિંહની રજૂઆત પર કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જવાબ આપ્યો. ગોયલે જણાવ્યુ કે છેલ્લા બે વર્ષમાં લેબગ્રોન હીરાનું ઉત્પાદન વધ્યું છે. બે વર્ષમાં માત્ર 5 ટકા જ નિકાસ ઓછી થઈ છે. નિકાસના અવરોધઓ દૂર કરવા માટે વિવિધ દેશો સાથે વાત ચાલી રહી છે.
જો કે શક્તિસિંહે બજેટની જાહેરાત બાદ પણ હીરા ઉદ્યોગ મામલે સરકારને ઘેરી હતી. બજેટમાં મંદીમાં રહેલા હીરા ઉદ્યોગને કોઇ રાહત આપવામાં ન આવી હોવાનો સવાલ શક્તિસિંહે ઉઠાવ્યો હતો.
જો કે શક્તિસિંહે બજેટની જાહેરાત બાદ પણ હીરા ઉદ્યોગ મામલે સરકારને ઘેરી હતી. બજેટમાં મંદીમાં રહેલા હીરા ઉદ્યોગને કોઇ રાહત આપવામાં ન આવી હોવાનો સવાલ શક્તિસિંહે ઉઠાવ્યો હતો.
હીરા ઉદ્યોગમાં મંદી લેબગ્રોન ડાયમંડના કારણે છે તેવુ નિવેદન ખુદ રાજ્યસભાના સાંસદ અને સુરતના હિરા કારોબારી ગોવિંદ ધોળકિયા આપી ચુક્યા છે. ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ જણાવ્યુ હતુ કે હિરા ઉદ્યોગમાં મંદી લેબગ્રોન ડાયમંડને કારણે આવી છે. તેમણે જણાવ્યુ કે જ્યારે રિયલ ડાયમંડ દુનિયામાં અડધો કે એક ટકો લોકો વાપરતા હતા, આ લેબગ્રોન ડાયમંડ 10-20 કે 25 ટકા લોકો વાપરશે. આ લેબગ્રોન ડાયમંડનું ઘણુ મોટું માર્કેટ છે. આ દાગીનામાં જ નહીં પણ તમામમાં વપરાશે. આ લેબગ્રોન કિલોનાં ભાવે અને ટનબંધ વજનમાં વેચાશે. આ પરથી આ લેબગ્રોન ડાયમંડ અમને અને તમને ક્યારેય છોડશે નહીં.
ગુજરાતમાં 17 લાખથી વધુ કર્મચારી હીરા પોલિશ્ડ અને કટિંગનું કામ કરી રહ્યા છે. સુરતમાં જ 11 લાખ કર્મચારીના પરિવાર હીરા પર નભી રહ્યા છે પરંતુ કયારેય ન જોઈ હોઈ તેવી ભયંકર મંદીના કારણે તમામ કર્મચારીઓ પર નોકરીનું મોટું સંકટ ઊભું થયું છે. બેથી ચાર ઘંટી ચાલતી હોય તેવા 90 ટકા એટલે કે 1000 ફેકટરીઓ બંધ થઈ ગઈ છે અને બે લાખ લોકોની નોકરી જતી રહી છે. જે કર્મચારીઓની નોકરી ચાલુ છે તેમાં 20થી 50 ટકા સુધી પગાર ઘટી ગયો છે અને આ બધાં કારણોને લીધે એક વર્ષમાં સુરતમાં જ 45 રત્નકલાકારે આપઘાત કરી લીધો – હોવાનો ડાયમંડ વર્કર યુનિયનનો દાવો છે.
Published On - 8:02 pm, Fri, 7 February 25