સરકારનો મોટો નિર્ણય,હવે VIP સુરક્ષામાં નહી જોવા મળે બ્લેક કેટ કમાન્ડો, સરકારે હટાવ્યું NSG કવચ

|

Jan 13, 2020 | 7:03 AM

ગાંધી પરિવારથી SPG સુરક્ષા પરત લીધા પછી હવે સરકારે તમામ VIP લોકોની સુરક્ષાથી NSG કવચ હટાવવાનો નિર્ણય લીધો છે. સરકારના સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ વિશષ્ટ લોકોને સુરક્ષા આપવાના કામથી હવે NSGને દુર રાખવામાં આવશે. આ પહેલા પણ ગૃહ મંત્રાલય સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની SPG સુરક્ષા હટાવવાની સાથે સાથે ઘણા મોટા નેતાઓની સુરક્ષા ઘટાડી […]

સરકારનો મોટો નિર્ણય,હવે VIP સુરક્ષામાં નહી જોવા મળે બ્લેક કેટ કમાન્ડો, સરકારે હટાવ્યું NSG કવચ

Follow us on

ગાંધી પરિવારથી SPG સુરક્ષા પરત લીધા પછી હવે સરકારે તમામ VIP લોકોની સુરક્ષાથી NSG કવચ હટાવવાનો નિર્ણય લીધો છે. સરકારના સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ વિશષ્ટ લોકોને સુરક્ષા આપવાના કામથી હવે NSGને દુર રાખવામાં આવશે. આ પહેલા પણ ગૃહ મંત્રાલય સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની SPG સુરક્ષા હટાવવાની સાથે સાથે ઘણા મોટા નેતાઓની સુરક્ષા ઘટાડી ચૂક્યું છે.

13 VIP લોકોને NSG કવર

લગભગ 2 દાયકા પછી એવું થશે જ્યારે NSGના બ્લેક કેટ કમાન્ડોને અતિ વિશિષ્ટ લોકોની સુરક્ષાથી દૂર રાખવામાં આવશે. 1984ના રમખાણો પછી જ્યારે NSGનું ગઠન થયું હતુ, ત્યારે VIP લોકોની સુરક્ષા આ દળની જવાબદારીઓમાં સામેલ નહતી. આધુનિક હથિયારોથી સજ્જ આ ખાસ સુરક્ષા VIP લોકોને સુરક્ષા કવચ આપે છે. જે હાલમાં Z+ સુરક્ષા 13 અતિ વિશિષ્ટ લોકોને મળેલી છે. તેવા દરેક VIPની સુરક્ષામાં લગભગ 2 ડઝન કમાન્ડો તૈનાત રહે છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ઉત્તરપ્રદેશના મુખ્પપ્રધાન યોગી આદિત્યનાથની સુરક્ષામાં તૈનાત NSGની જગ્યાની આ જવાબદારી ઝડપી જ અર્ધલશ્કરી દળને સોંપી દેવામાં આવશે. આ નેતાઓ સિવાય પૂર્વ મુખ્યપ્રધાન માયાવતી. મુલાયમસિંહ યાદવ, ચંદ્રબાબૂ નાયડૂ, પ્રકાશસિંહ બાદલ, ફારૂક અબ્દુલ્લાને પણ NSG સુરક્ષા મળેલી છે. તેની સાથે જ અસમના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલ અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને પણ NSG સુરક્ષા મળેલી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નેતાઓની સુરક્ષા NSG પર બોજ

ગૃહ મંત્રાલયના સૂત્રો મુજબ NSGનું મુખ્ય કામ એન્ટી ટેરર ઓપરેશન અને વિમાન હાઈજેક જેવી ઘટનાઓને રોકવાનું છે પણ વિશિષ્ટ લોકોને સુરક્ષા આપવી આ સ્પેશિયલ ફોર્સ પર બોજની જેમ છે. તેને ધ્યાનમાં રાખીને સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે આ નિર્ણય પછી હવે NSGના લગભગ 450 કમાન્ડો VIP લોકોને સુરક્ષા આપવાથી મુક્ત થઈ જશે અને તેમને ફોર્સના મૂળ કામ પર લગાવવામાં આવી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સુરક્ષા કવચ હટાવ્યા પછી દેશમાં હાજર NSGના 5 ઠેકાણાઓ પર તેમને તૈનાત કરવામાં આવશે, જેથી જરૂર પડવા પર તેમની સેવા લેવામાં આવી શકે. સરકારની યોજના મુજબ VIP લોકોની સુરક્ષાની જવાબદારી CISF અને CRPF જેવા અર્ધલશ્કરી દળને આપવામાં આવી શકે છે, જે પહેલા જ લગભગ 130 હાઈ પ્રોફાઈલ લોકોની સુરક્ષામાં તૈનાત છે.

આ પણ વાંચો: ભારતીય વાયુસેનાની તાકાતમાં થશે વધારો, 200 ફાઈટર વિમાન ખરીદશે સરકાર

તાજેતરમાં જ CRPFને આવા 5 હાઈ પ્રોફાઈલ લોકોની સુરક્ષા સોંપવામાં આવી છે. જેમને પહેલા SPG કવચ મળ્યુ હતું. તેમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને તેમની પત્નથી લઈ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામેલ છે. તે સિવાય લોકસભા અધ્યક્ષ ઓમ બિડલાની સુરક્ષા પણ આ દળની જવાબદારી છે. ત્યારે CISF પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને RSS પ્રમુખ મોહન ભાગવતને સુરક્ષા આપવાની જવાબદારી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article