અમિત શાહે કહ્યું, 6 વર્ષથી વધુ કેદની સજા વાળા ગુનામાં ફોરેન્સિક ટીમનું ક્રાઈમ સાઈટ પર નિરીક્ષણ અનિવાર્ય કરવા માંગે છે સરકાર

|

Oct 14, 2021 | 10:56 PM

અમિત શાહે દક્ષિણ ગોવાના ધારબંદોડા ગામમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)ના ગોવા એકમનું શિલાન્યાસ કર્યું.

અમિત શાહે કહ્યું, 6 વર્ષથી વધુ કેદની સજા વાળા ગુનામાં ફોરેન્સિક ટીમનું ક્રાઈમ સાઈટ પર નિરીક્ષણ અનિવાર્ય કરવા માંગે છે સરકાર
Govt aims to make forensic teams site visit mandatory in crimes that attract over 6 year jail amit Shah

Follow us on

GOA : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુરુવારે કહ્યું કે સરકાર 6 વર્ષથી વધુ કેદની સજા વાળા ગુનામાં ફોરેન્સિક ટીમનું ક્રાઈમ સાઈટ પર નિરીક્ષણ અનિવાર્ય કરવા માંગે છે. ગૃહમંત્રી શાહે એમ પણ કહ્યું હતું કે ફોરેન્સિક સાયન્સના ક્ષેત્રમાં પ્રશિક્ષિત માનવ સંસાધનની અછત છે, જેના કારણે દોષી ઠેરવવામાં આવેલા દરને અસર થાય છે અને કેસોમાં વધારો થાય છે.

અમિત શાહે દક્ષિણ ગોવાના ધારબંદોડા ગામમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)ના ગોવા એકમનું શિલાન્યાસ કર્યું. આ સમારોહમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા તેમણે કહ્યું, “આપણે મોટા ગુનેગારોના મનમાં ભય ઉભો કરવો પડશે કે તેઓ જેલના સળિયાની પાછળ જશે જ. આ માટે તમારે ફોરેન્સિક સાયન્સના પ્રશિક્ષિત લોકોની જરૂર પડશે, જેનો અભાવ છે.”

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અમિત શાહે જણાવ્યું હતું કે સરકાર એ ઉદ્દેશ સુનિશ્ચિત કરવા માંગે છે કે ફોરેન્સિક ટીમની મુલાકાતો ગુનાના સ્થળોએ ફરજિયાત બનાવવામાં આવે જેમાં છ વર્ષથી વધુ જેલની સજા હોય. અમિત મંત્રીએ કહ્યું, “આ માટે આપણી પાસે દેશના તમામ 600 જિલ્લાઓમાં ટીમો હોવી જોઈએ. તમામ ટીમો પાસે નાની ફોરેન્સિક સાયન્સ પ્રયોગશાળાઓ હોવી જોઈએ અને દરેક નાયબ પોલીસ અધિક્ષક પાસે મોબાઈલ ફોરેન્સિક વાહન હોવું જોઈએ.

તેમણે કહ્યું કે આ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 30,000 થી 40,000 લોકોની જરૂર છે. શાહે કહ્યું કે વિશ્વની પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની કલ્પના ગુજરાતમાં ત્યારે થઈ હતી જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા. તેમણે કહ્યું, “હું સન્માન અનુભવું છું કે તે સમયે હું તેમના મંત્રીમંડળમાં ગુજરાતનો ગૃહમંત્રી હતો અને આજે જ્યારે NFSUનો શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે હું દેશનો ગૃહમંત્રી છું.”

ગોવામાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપ ફરી સરકાર બનાવશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગોવામાં સત્તાધારી ભાજપ આગામી વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી પ્રાપ્ત કરીને રાજ્યમાં ફરી એક વખત સરકાર બનાવશે. તેમણે કહ્યું કે ગોવાની “ડબલ એન્જિન” સરકાર અને કેન્દ્રમાં ભાજપ રાજ્યના વિકાસમાં મદદ કરશે. દક્ષિણ ગોવાના ધારબંદોરા ગામમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) નો શિલાન્યાસ કર્યા બાદ એક કાર્યક્રમને સંબોધતા તેમણે એમ પણ કહ્યું કે ગોવામાં 15 નવેમ્બરથી ચાર્ટર્ડ ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો : #SeekhengeJeetengeBadhenge : કેસ્ટ્રોલ ઇન્ડિયાએ સુપર મિકેનિક કોન્ટેસ્ટનું ચોથું એડિશન લોન્ચ કર્યું

આ પણ વાંચો : દેશમાં કેવી રીતે ઉભી થઇ કોલસાની અછતની મોટી સમસ્યા, કોલસા માતરી પ્રહલાદ જોશીએ આપ્યું કારણ

Next Article