Power Crisis: ગરમીનો પારો ચડ્યો, વિજળીની માગ વધી, કોલસાની ખપત સર્જાય નહીં તે માટે 42 ટ્રેનો રદ કરવી પડી

|

Apr 30, 2022 | 2:31 PM

Power Crisis: વધતી જતી ગરમીના કારણે આ સમયે વીજળીની માંગ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જોકે કોલસાની કટોકટીના કારણે વીજળીની માંગ પૂરી થઈ રહી નથી. ભારતીય રેલવેએ કોલસાના સપ્લાય માટે 42 ટ્રેનો રદ કરી છે.

Power Crisis: ગરમીનો પારો ચડ્યો, વિજળીની માગ વધી, કોલસાની ખપત સર્જાય નહીં તે માટે 42 ટ્રેનો રદ કરવી પડી
Power-crisis (symbolic image )

Follow us on

આ વર્ષે ગરમી રેકોર્ડ તોડી રહી છે. તાપમાનનો પારો 50ની નજીક પહોંચવાની તૈયારીમાં છે, જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. વધતી ગરમીના કારણે વીજળીની માંગ (Power demand) રેકોર્ડ સ્તરે પહોંચી છે. શુક્રવારે દેશભરમાં વીજળીની માંગ રેકોર્ડ 2,07,111 મેગાવોટ પર પહોંચી ગઈ છે. દેશના મોટાભાગના રાજ્યોમાં તાપમાનમાં વધારો થતાં વીજળીની માંગમાં ભારે વધારો થયો છે. બીજી તરફ થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાની અછત (Coal crisis) સર્જાઈ છે, જેના કારણે વીજળીની અછતની સમસ્યા ઉભી થઈ છે. ભારતીય રેલ્વેએ આ સમસ્યાને ઉકેલવા માટે કમર કસી છે અને પાવર કટોકટીને ધ્યાનમાં રાખીને દેશના વિવિધ ભાગોમાં કોલસાના માલસામાનની હેરફેરને વધારવા માટે રેલ્વેએ અત્યાર સુધીમાં 42 પેસેન્જર ટ્રેનો રદ કરી છે. આ ટ્રેનો અનિશ્ચિત સમય માટે રદ કરવામાં આવી છે.

જેના કારણે છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ અને ઝારખંડ જેવા કોલસા ઉત્પાદક રાજ્યોમાંથી આવતા લોકોને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. કોલસા ઉત્પાદક વિસ્તાર ધરાવતા દક્ષિણ પૂર્વ, મધ્ય રેલવે (દક્ષિણ, પૂર્વ અને મધ્ય રેલવે) વિભાગે 34 પેસેન્જર ટ્રેનો રદ કરી છે. બીજી તરફ, ઉત્તર ભારતમાં અનેક પાવર પ્લાન્ટ્સને કોલસો સપ્લાય કરતી નોર્ધન રેલ્વે (NR)એ આઠ ટ્રેનો રદ કરી છે.

પાવર પ્લાન્ટ્સ પાસે ખુબ ઓછો સ્ટોક

સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટીનો દૈનિક કોલ રિઝર્વ રિપોર્ટ જણાવે છે કે 165 થર્મલ પાવર સ્ટેશનોમાંથી 56માં 10 ટકા કે તેનાથી ઓછો કોલસો બાકી છે. ઓછામાં ઓછા 26 પાસે પાંચ ટકા કરતાં ઓછો સ્ટોક બાકી છે. કોલસો ભારતની 70 ટકા વીજળીની માંગને પૂર્ણ કરે છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

જે ટ્રેનો ઘણી વખત રદ કરવામાં આવી છે

સત્તાવાર માહિતી અનુસાર SECR હેઠળ પેસેન્જર સેવા બિલાસપુર-ભોપાલ ટ્રેન 28 માર્ચે રદ કરવામાં આવી હતી. હવે તે 3 મે સુધી નહીં ચાલે. મહારાષ્ટ્રના ગોંદિયા અને ઓડિશાના ઝારસુગુડા વચ્ચેની મેમુ ટ્રેન 24 એપ્રિલથી 23 મે સુધી રદ કરવામાં આવી છે. તેવી જ રીતે છત્તીસગઢમાં ડોંગરગઢ-રાયપુર મેમુ 11 એપ્રિલથી 24 મે સુધી રદ કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ મધ્ય રેલવેએ 22 મેલ અથવા એક્સપ્રેસ ટ્રેનો અને 12 પેસેન્જર ટ્રેનો રદ કરી છે, જ્યારે ઉત્તર રેલવેએ ચાર મેલ અથવા એક્સપ્રેસ ટ્રેનો અને એટલી જ સંખ્યામાં પેસેન્જર સેવાઓ રદ કરી છે. માહિતી અનુસાર આ ટ્રેનો રદ થયા પછી રેલવે દ્વારા કોલસાનું સરેરાશ દૈનિક લોડિંગ વધીને 400થી વધુ થઈ ગયું છે, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે.

એપ્રિલમાં કોલસાનું ઉત્પાદન 27 ટકા વધ્યું

અહીં દેશના પાવર સ્ટેશનોમાં કોલસાની વધતી માંગ વચ્ચે જાહેર ક્ષેત્રની કોલ ઈન્ડિયા લિમિટેડનું ઉત્પાદન એપ્રિલમાં અત્યાર સુધીમાં 27 ટકા વધ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે કોલ ઈન્ડિયાએ 28 એપ્રિલ, 2022 સુધીમાં 496 મિલિયન ટન કોલસાનું ઉત્પાદન કર્યું છે. સમગ્ર મહિનામાં કોલસાનું ઉત્પાદન 53 મિલિયન ટન થવાની ધારણા છે. છેલ્લા કેટલાક વર્ષોના સમાન મહિનાની તુલનામાં એપ્રિલ 2022એ અત્યાર સુધીનું શ્રેષ્ઠ કોલસાનું ઉત્પાદન હોવાની શક્યતા છે એમ સૂત્રોએ જણાવ્યું હતું. ચાલુ મહિનામાં 28 એપ્રિલ સુધી કોલસાનું ઉત્પાદન 49.6 મિલિયન ટન પર પહોંચી ગયું છે, જે એપ્રિલ 2021માં 419 મિલિયન ટન હતું.

રેલવે તરફથી લોડિંગ વધારવામાં આવી રહ્યું છે

તેમણે કહ્યું કે કોલ ઈન્ડિયા રેલ્વે સાથે મળીને ઉત્પાદન વધારવા તેમજ પાવર પ્લાન્ટ્સને વધુ ઈંધણ સપ્લાય કરવા માટે તમામ સંભવિત પગલાં લઈ રહ્યુ છે. રેલ્વે રેક લોડિંગ એપ્રિલમાં પહેલેથી જ સાત ટકા વધારે છે, સૂત્રોએ જણાવ્યું હતું. 28 એપ્રિલ સુધી કોલસાનો પુરવઠો 53.6 મિલિયન ટન હતો.

વીજળીની માંગ રેકોર્ડ સ્તરે પહોંચી

શુક્રવારે એક ટ્વીટમાં ઉર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે શુક્રવારે સાંજે 14:50 વાગ્યા સુધીમાં વીજળીની અખિલ ભારતીય માંગ 2,07,111 મેગાવોટ પર પહોંચી ગઈ છે, જે અત્યાર સુધીની સૌથી વધુ છે. આ પહેલા ગુરુવારે વીજ માંગ 2,04,650 મેગાવોટના રેકોર્ડ સ્તરે પહોંચી હતી. મંગળવારે વીજળીની માંગ 2,01,060 મેગાવોટના રેકોર્ડ સ્તરે પહોંચી હતી. તેણે ગત વર્ષનો 2,00,530 મેગાવોટનો રેકોર્ડ તોડ્યો હતો. આ રેકોર્ડ 7 જુલાઈ, 2021ના રોજ નોંધાયો હતો.

આ પણ વાંચો :Zomatoએ રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા, કંપનીનો શેર ઓલ ટાઈમ લો સપાટીએ પટકાયો

આ પણ વાંચો :Ram Setuના પોસ્ટરની ઉડાવી મજાક, મસાલ પ્રગટાવવા પર અક્ષય કુમારને કર્યા ટ્રોલ

Next Article