મોદી સરકારના મોટા મોટા નિર્ણયો પાછળ સામાન્ય નાગરિકોની વિચાર શક્તિ અને સલાહ અગત્યનો રોલ નિભાવે છે. આ વાત ત્યારે સાબિત થઇ જયારે જમ્મુ કાશ્મીરમાં (Jammu and Kashmir) સરકાર શાળાઓના (Government school) નામ શહીદોના નામ પર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો. મોદી સરકારને આ સલાહ ચાંદની પ્રીતિ વિજયકુમાર શાહ નામની એક મહિલાએ ટ્વીટર દ્વારા આપી હતી.
ચાંદની પ્રીતિએ આ અંગે 24 ફેબ્રુઆરી 2021 ના રોજ એક ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં તેમણે લખ્યું કે શું આપણે આપણી સરકારી શાળાઓના નામ શહીદો અને વીરોના નામે રાખી શકીએ કે જેમણે દેશની રક્ષામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમની શહીદીને આનાથી મોટી શ્રદ્ધાંજલિ શું હોઈ શકે? વ્યવસાયે વકીલ ચાંદની પ્રીતિ એ આ ટ્વિટમાં પીએમ મોદી, અમિત શાહ અને પીએમઓને ટેગ કર્યા હતા.
સોશિયલ મીડિયા પર ખૂબ જ નજીકથી નજર રાખનારી મોદી સરકારને આપવામાં આવેલી આ સલાહ ખૂબ ચર્ચામાં હતી. આ સલાહની ચર્ચા તીવ્ર બની જ્યારે જમ્મુના વિભાગીય કમિશનર દ્વારા આ સંદર્ભમાં આદેશ જારી કરવામાં આવ્યો ત્યારે. 29 જુલાઇના આ આદેશમાં લખવામાં આવ્યું હતું કે ઉચ્ચ અધિકારીઓ પાસેથી મળેલી સૂચના મુજબ જિલ્લાના ગામો/મ્યુનિસિપલ વોર્ડમાં સરકારી શાળાઓના નામ શહીદોના નામ પર રાખવામાં આવશે. જેમાં પોલીસ આર્મી અને CRPF ના શહીદોને સામેલ કરવામાં આવશે.
ચાંદની પ્રીતિ એ પીએમ મોદીનો આભાર માન્યો
આ નિર્ણયની જાણકારી સામે આવતા જ ચાંદની પ્રીતિ એ ફરી ટ્વિટ કરીને પીએમ મોદીનો આભાર માન્યો હતો. પોતાના ટ્વીટમાં ચાંદની પ્રીતિએ લખ્યું કે દેશના પ્રધાનમંત્રી તમને અહેસાસ કરાવે છે કે દેશમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં તમારું પણ યોગદાન છે. અમને ખૂબ નસીબદાર બનાવવા માટે પીએમ મોદીનો ખૂબ ખૂબ આભાર.
પીએમ મોદી જનતાની સલાહને લઈને ખૂબ જ સંવેદનશીલ છે. રાજીવ ગાંધી ખેલ રત્નનું નામ હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના નામ પર રાખવા પાછળ સામાન્ય લોકોની વિચારસરણી અને સલાહ સૌથી મોટું કારણ હતું, જેનો વડાપ્રધાને ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચો : આ ચાર રાશિના લોકો વૃષભ રાશિના લોકો પ્રત્યે હોય છે આકર્ષિત, આ સાથે જ પ્રેમમાં હોય છે પાગલ
આ પણ વાંચો :ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘરે જ બનાવો તુલસી-હળદરનો ઉકાળો, જાણો રીત અને ફાયદા