Google Payનો ઉપયોગ કરો છો તો ના કરતાં આ ભૂલ, ગુમાવી બેસશો તમારી કમાણી

|

Nov 12, 2019 | 2:57 PM

સુરતમાં એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. આપણે કોઈપણ દુકાને જઈએ ત્યાં હવે ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. ભારત સરકારના NPCI સર્વરથી UPI એપ, ગૂગલ પે, પેટીએમ, ફોન-પે, અમેઝોન પે કે ભીમ એપના માધ્યમથી પૈસાની ચૂકવણી કરી શકાય છે. સામાન્ય દુકાનો પર પણ QR કોડ આવી ગયા છે અને લોકો ઓનલાઈન ચૂકવણી કરતા થયા […]

Google Payનો ઉપયોગ કરો છો તો ના કરતાં આ ભૂલ, ગુમાવી બેસશો તમારી કમાણી

Follow us on

સુરતમાં એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. આપણે કોઈપણ દુકાને જઈએ ત્યાં હવે ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. ભારત સરકારના NPCI સર્વરથી UPI એપ, ગૂગલ પે, પેટીએમ, ફોન-પે, અમેઝોન પે કે ભીમ એપના માધ્યમથી પૈસાની ચૂકવણી કરી શકાય છે. સામાન્ય દુકાનો પર પણ QR કોડ આવી ગયા છે અને લોકો ઓનલાઈન ચૂકવણી કરતા થયા છે.  જો કે ઘણાં એવા કિસ્સાઓ પણ સામે આવી રહ્યાં છે જે આંખ ઉઘાડનારા છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો ;   મહારાષ્ટ્રમાં સત્તાનું મહામંથનઃ કોંગ્રેસ અને NCPની સંયુક્ત પત્રકાર પરિષદ, શિવસેનાને સમર્થન અંગે કર્યો આ ખુલાસો

સુરતમાં એક વેપારીના પુત્ર સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક શખ્સે ઓનલાઈન લિંક મોકલીને ખાતામાંથી 60 હજાર રુપિયા તફડાવી લીધા છે. પ્રણય કુમાર ઓનલાઈન વેપાર કરે છે અને તેમને એક ફોન આવ્યો હતો જેમાં 100 હેલ્મેટ મગાવવાની વાત થઈ હતી. આ બાબતે પેમેન્ટ ગૂગલ પેથી મોકલવાની પણ વાત થઈ હતી.

પ્રણયના મોબાઈલમાં પેમેન્ટ માટે એક લિંક આવે છે અને તેની પર ક્લિક કરતાં જ પ્રણયના ખાતામાંથી બે વખત 30-30 હજાર રુપિયા ઉપડી જાય છે. આમ ગૂગલ-પેના ઓનલાઈન પેમેન્ટ કરી આપવાના નામે પ્રણયની સાથે છેતરપિંડી કરવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કેવી રીતે બચી શકાય આવી છેતરપિંડીથી?
ઓનલાઈન પેમેન્ટ એજ આજની જરુરિયાત બનતી જાય છે. જો ગમે ત્યારે તમારા ફોનમાં કોઈ લિંક મોકલીને પૈસાની લેવડ-દેવડ કરવાની વાત આવે તો તેની જાળમાં ન ફસાયા વિના ચેતી જજો. કોઈ લિંક ઓપન કરી તમારા ખાતાની વિગતો ન આપશો. જ્યારે તમે યુપીઆઈ પીન એન્ટર કરો છો ત્યારે જ પેમેન્ટ થાય છે જેના લીધે કોને પૈસા મોકલવા છે તેનું નામ ચકાસીને જ લેવડ-દેવડ કરો.

કોઈપણ ફોનકોલ આવે અને ખાતુ બંધ થઈ જશે કે નવું કાર્ડ આપવાની વાત કરવામાં આવે તો ખાતાની માહિતી આપવી નહીં. આવી માહિતી માગનારાનો ફોન નંબર નોંધીને તમારી બેંકમાં ફરિયાદ કરવી. આમ આવા કિસ્સાઓથી બચી શકાય છે અને મહેનતના પૈસાને સુરક્ષિત કરી શકાય છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article