Google Doodle Pani Puri : ગુગલે પાણી પુરી પર બનાવ્યું ડૂડલ, જોતાં જ મોંઢામાં પાણી આવી જશે

|

Jul 12, 2023 | 11:38 AM

આજે ગૂગલના ડૂડલમાં ભારતનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ જોવા મળે છે. જો કે તે માત્ર એક ચિત્ર નથી. ગૂગલ તેના ડૂડલ દ્વારા પાણીપુરી (Google Doodle Pani Puri) ગેમ રમવાની તક આપી રહ્યું છે.

Google Doodle Pani Puri :  ગુગલે પાણી પુરી પર બનાવ્યું ડૂડલ, જોતાં જ મોંઢામાં પાણી આવી જશે

Follow us on

Google Doodle Pani Puri: પાણીપુરીનું નામ સાંભળતા જ દરેકના મોંમાં પાણી આવી જાય છે. પાણીપુરીએ ભારતમાં લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે, જે દરેક શહેરમાં અલગ-અલગ નામે ઓળખાય છે. ગૂગલે સ્ટ્રીટ ફૂડ પાણીપુરીની ઉજવણીમાં ઇન્ટરેક્ટિવ ડૂડલ ગેમ લોન્ચ કરી. પાણી પુરીમાં એક Pani puriમાં ક્રિસ્પી સેલ હોય છે જે બટાકા, ચણા, મસાલા, મરચાં અને સ્વાદવાળું પાણી હોય છે. દરેકના સ્વાદ અનુસાર પાણી પુરીની વિશાળ રેન્જ આપવામાં આવે છે.

2015 માં આજના દિવસે, મધ્ય પ્રદેશના ઇન્દોરમાં એક રેસ્ટોરન્ટે પાણીપુરીની 51 વિવિધ ફલેવર ઓફર કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો! આ નાસ્તાને અલગ-અલગ નામોથી ઓળખવામાં આવે છે, તે સમગ્ર ભારતમાં પ્રદેશ પ્રમાણે અલગ-અલગ રીતે ખાવામાં આવે છે. મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં તેને પાણીપુરી તરીકે ઓળખવામાં આવે છે.

 

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો : Brij Bhushan Sharan Singh : WFIએ આપ્યા બ્રિજ ભૂષણ વિરુદ્ધ પુરાવા, ચાર્જશીટમાં રજૂ કર્યા ફોટો

ગૂગલ ડૂડલ પર પાણીપુરી ગેમ કેવી રીતે રમવી

જો તમે પણ ગૂગલ ડૂડલ પર પાણીપુરી ગેમ રમવા માંગો છો, તો તેના માટે તમારે ટાઈમર સાથે ઝડપથી કામ કરવું પડશે. રમતમાં તમારે ગોલગપ્પા વેચનારને મદદ કરવી પડશે.

પાણીપુરી ઉજવણી

પાણી પુરી સામાન્ય રીતે બાફેલા ચણા, વટાણા અને ગરમ મસાલેદાર પાણીમાં બોળીને ખાવામાં આવે છે. ઉત્તર ભારતના પંજાબ, જમ્મુ અને કાશ્મીર અને નવી દિલ્હીમાં, જલજીરાના સ્વાદવાળા પાણીમાં બટાકા અને ચણાથી ભરેલા આ નાસ્તાને ગોલ ગપ્પા કહેવામાં આવે છે. પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડમાં પુચકા અથવા ફુચકા નામનો ઉપયોગ થાય છે.

આ પણ વાંચો : Monsoon : તબાહીનો મંજર ! હિમાચલમાં 31 તો પંજાબ-હરિયાણામાં 15ના મોત, ભૂસ્ખલનમાં અનેક ઘરો ધરાશાયી

પાણીપુરીનો ઈતિહાસ

ઈતિહાસ અનુસાર, પાણીપુરી સૌપ્રથમ મહાભારત સમયે દ્રૌપદીએ બનાવી હતી. વાર્તા એવી છે કે, જ્યારે દ્રૌપદી પાંડવોની પત્ની બની ત્યારે પણ પાંડવો મર્યાદિત સાધનો સાથે રહેતા હતા. પાંડવોની માતા કુંતીએ તેમને થોડી વસ્તુઓનો ઉપયોગ કરી રસોઈ બનાવવાનું કહ્યું હતુ.જે બધા ભાઈઓની ભૂખ સંતોષી શકે. દ્રૌપદીએ જે વાનગી તૈયાર કરી તે નાના કદની પાણીપુરી હતી જેણે પાંડવોની ભૂખ દૂર કરવામાં મદદ કરી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article