દિલ્હીથી (Delhi) જયપુર (Jaipur) હાઇવે વિશ્વનો સૌથી લાંબો ઇલેક્ટ્રિક હાઇવે છે. હાઇવેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. આ હાઈવે પર લોકો સસ્તા દરે મુસાફરી કરી શકશે. આ માટે હાઇવેને ઇલેક્ટ્રિક બનાવવામાં આવી રહ્યો છે. ઇલેક્ટ્રિક વાહનો દોડી શકે તે માટે વિવિધ સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યા છે.
ખાસ વાત એ છે કે ઈલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનોને પાવર સપ્લાય કરવા માટે NHAI આ સ્ટેશનોની આસપાસ દિલ્હી અને જયપુર વચ્ચેના હાઈવે પર સરકારી અને બિનસરકારી ઈમારતોની છત પર સોલાર પેનલ લગાવશે, જેથી સ્ટેશનો પર પાવર સપ્લાય થઈ શકે અને વિક્ષેપિત થાય નહીં.
દિલ્હી-ગુરુગ્રામ-જયપુર વચ્ચેનું અંતર 278 કિલોમીટર છે. બસ દ્વારા દિલ્હીથી જયપુર જવા માટે લગભગ 1,000 રૂપિયા લાગે છે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી 8 ઇલેક્ટ્રિક બસોમાં મુસાફરી ખૂબ સસ્તી છે. ઇલેક્ટ્રિક બસમાં મુસાફરી કરવા માટે માત્ર 360 રૂપિયા ચૂકવવા પડશે. કેન્દ્ર સરકારનો પ્રયાસ છે કે દેશના અન્ય ધોરીમાર્ગોનું વિદ્યુતીકરણ થાય જેથી પ્રદુષણ ઓછું થાય અને મુસાફરી પણ સસ્તી થાય.
ગયા વર્ષે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે આ વર્ષની શરૂઆત સુધીમાં દિલ્હી અને જયપુર વચ્ચે ભારતનો પ્રથમ ઇલેક્ટ્રિક હાઇવે બનાવવાનું તેમનું સપનું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે 5000 કિલોમીટરના નેશનલ હાઈવેને ઈવી-હાઈવેમાં રૂપાંતરિત કરવામાં આવશે.
આ પણ વાંચો : Air India ની ફ્લાઈટમાં ખામી સર્જાતા તિરુવનંતપુરમમાં લેન્ડ કરવામાં આવ્યું, પ્લેનમાં 154 લોકો સવાર હતા
એક સત્તાવાર નિવેદન અનુસાર, સરકારી માલિકીની નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) નાણાકીય વર્ષ 2024-25 સુધીમાં દેશભરમાં લગભગ 10,000 કિમી ઓપ્ટિક ફાઈબર કેબલ (OFC) ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે કામ કરી રહી છે.