ગોદાવરી નદીમાં પૂરના કારણે દેવદુલા લિફ્ટ ઈરીગેશન પ્રોજેક્ટમાં સમસ્યા, ટનલમાં ઘૂસી ગયા પાણી

|

Jul 13, 2022 | 7:56 PM

ગોદાવરી નદીમાં આવેલા પૂરને (Flood) કારણે દેવદુલા લિફ્ટ સિંચાઈ પરિયોજનાને અસર થઈ રહી છે. પૂરના કારણે પરિયોજનાના સેગમેન્ટ-3માં ટનલ, પંપ હાઉસ અને સર્જ પૂલનું કામ ખોરવાઈ ગયું છે.

ગોદાવરી નદીમાં પૂરના કારણે દેવદુલા લિફ્ટ ઈરીગેશન પ્રોજેક્ટમાં સમસ્યા, ટનલમાં ઘૂસી ગયા પાણી
Godavari-floods
Image Credit source: TV9

Follow us on

ગોદાવરી નદીમાં આવેલા પૂરને (Flood) કારણે તેલંગાણામાં લોકો ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યા છે. આ પૂર નદીના કિનારે આવેલા ક્ષેત્રોને અસર કરી રહ્યું છે, જે દેવદુલા લિફ્ટ સિંચાઈ પરિયોજનાના (Devadula Lift Irrigation Scheme) કામોમાં પણ બાધા ઉભી કરે છે. પૂરના કારણે પરિયોજનાના સેગમેન્ટ-3માં ટનલ, પંપ હાઉસ અને સર્જ પૂલનું કામ અટકી ગયું છે. આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પૂરને કારણે મુલુગુ જિલ્લાના રામાપ્પા તળાવથી હનામાકોંડા જિલ્લાના ધર્મસાગર સુધીના આ મહત્વપૂર્ણ પરિયોજનાનું કામ ખોરવાઈ ગયું છે, તેમજ પરિયોજના હેઠળ ખોદવામાં આવેલી ટનલ પાણીથી છલકાઈ ગઈ છે.

ગોદાવરી નદીમાં પૂરના પાણી દુનિયાભરના સિંચાઈ ક્ષેત્રોમાં 49 કિલોમીટર લાંબી સિંગલ સૌથી મોટી ભૂગર્ભ ટનલને ઝડપથી ભરી રહ્યાં છે અને પરિયોજનામાં એશિયાનો સૌથી મોટો વર્ટિકલ સર્જ પૂલ પણ છે, જે કામમાં મુશ્કેલી પેદા કરી રહી છે. બાંધકામ પૂર્ણ કરવાનો એક મહિનામાં લક્ષ્ય રાખવામાં આવ્યો છે. પૂરના પાણી પરિસરમાં ઘુસવાને કારણે નિર્માણના કાર્યો પૂરા કરવામાં વિલંબ થઈ શકે છે.

આ પણ વાંચો

હૈદરાબાદમાં બની રહી છે એશિયાની સૌથી લાંબી ટનલ

આ ક્ષેત્રની આસપાસના નાળાઓ અને તળાવોના પૂરના પાણી દેવદુલા ખંડ-3 પંપ હાઉસ અને સર્જ પૂલમાં પ્રવેશ કરી રહ્યા છે. એમઈઆઈએલ દ્વારા દેવદુલા લિફ્ટ યોજના હેઠળ મુલુગુ જિલ્લાના જકારામ અને હનામાકોંડામાં દેવનાપેટ વચ્ચે પરિયોજનાના સેગમેન્ટ-3ના ભાગ રૂપે એશિયાની સૌથી લાંબી ટનલ બનાવવામાં આવી છે. આ ટનલમાં છ શાફ્ટ અને 10 ઓડિટ પોઈન્ટ સ્થાપિત કરવામાં આવ્યા છે.

દેવદુલા લિફ્ટ સિંચાઈ પરિયોજનાનો છે એક અલગ આકાર

આમાંથી પાણી વહે છે અને દેવન્નાપેટના સર્જ પૂલ સુધી પહોંચે છે. જેમાં 25 મીટર વ્યાસ ધરાવતો 135 મીટર ઊંડો સર્જ પૂલ અને 141 મીટરની ઉંડાઈએ પંપ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે. અન્ય લિફ્ટ પરિયોજનાની સરખામણીમાં દેવદુલા લિફ્ટ સિંચાઈ એક અલગ આકાર ધરાવે છે. દેવન્નાપેટમાં બનેલા પંપ હાઉસમાં ત્રણ મશીનો (મશીન =પંપ +મોટર) સ્થાપિત કરવામાં આવી છે. દરેક મોટરની ક્ષમતા 31 મેગાવોટ છે. સર્જ પૂલમાંથી ઉપાડેલું પાણી ત્રણ પંપ દ્વારા ધર્મસાગર તળાવમાં 6 કિમી લાંબી પાઈપલાઈન દ્વારા વિતરણ પ્રણાલીને પહોંચાડવામાં આવે છે.

Next Article