
ગોવા હંમેશા પ્રવાસીઓ માટે એક લોકપ્રિય સ્થળ રહ્યું છે પરંતુ રેન્ટલ બાઇક અને કેબને લગતા અનેક વિવાદો સામે આવી રહ્યા છે. સ્થાનિક લોકો વારંવાર ફરિયાદ કરે છે કે, કેટલાક રેન્ટલ સર્વિસ પ્રોવાઇડર મુસાફરો સાથે ગેરવર્તન કરે છે અને તેમને હેરાન કરે છે. આવી ઘટનાને લઈને ઘણા પ્રવાસીઓ સોશિયલ મીડિયા પર તેમના અનુભવો શેર કરે છે.
એવામાં હાલમાં જ અમદાવાદની એક મહિલાએ વીડિયો થકી પોતાનો અનુભવ શેર કર્યો છે. આ વીડિયો જોઈને દેખાઈ આવે છે કે, ગોવા જેવા લોકપ્રિય સ્થળ પર પણ પ્રવાસીઓ અસલામતીનો સામનો કરી રહ્યા છે.
गोवा में इस वक्त ऐसा मामला बहुत चल रहा है। रेंटल बाइक और कैब को लेकर तो वहां के लोग बहुत बदमाशी करते हैं। गुंडागर्दी करते हैं। अहमदाबाद की इस महिला को सुनिए, जो कुछ बीता वह खतरनाक है।
गोवा छोटा सा प्रदेश है, पर्यटन ही उसकी पहचान है। ऐसी घटनाएं इस पहचान को मिटा देंगी। सीएम… pic.twitter.com/xFIw13yK5d
— Rajesh Sahu (@askrajeshsahu) September 19, 2025
મહિલાએ જણાવ્યું કે, “હું અમદાવાદથી આવી હતી અને એક રિસોર્ટમાં રોકાઈ હતી. ગોવામાં કેબ સર્વિસ પ્રોવાઇડર્સ ગુંડાગીરી કરે છે, તેઓ ડબલ ભાડું વસૂલતા હોય છે. ઉદાહરણ તરીકે, જ્યાં 1800 રૂપિયા ભાડું થાય ત્યાં તેઓ 3000 થી 4000 રૂપિયા માંગે છે. જો તમે ઑનલાઇન ટેક્સી બોલાવો તો પણ તેઓ હેરાન કરે છે. ટૂરિસ્ટ્સ પરેશાન થાય છે તેમ છતાંય પોલીસ કોઈ એક્શન લેતી નથી. હું 3-4 મહિલાઓ સાથે હતી, તેમને પણ હેરાન કરવામાં આવી, રિસોર્ટ તરફથી પણ કોઈ મદદ મળી નહોતી. સાઉથ ગોવામાં લોકો ખુલ્લેઆમ પોલીસની ધમકી આપે છે.”
મહિલાનો અનુભવ દર્શાવે છે કે, ગોવાની સુંદરતા ક્યારેક પ્રવાસીઓ માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. વહીવટીતંત્રએ આવી ઘટનાઓને કડક રીતે કાબુમાં લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Published On - 7:58 pm, Fri, 19 September 25