Goa Political News: ગોવાના આગામી મુખ્યમંત્રી કોણ હશે? આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નામ પર મહોર મારવામાં આવશે

|

Mar 21, 2022 | 9:33 AM

તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપ ગોવામાં 40 માંથી 20 વિધાનસભા બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ભાજપને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP)ના બે અને ત્રણ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે.

Goa Political News: ગોવાના આગામી મુખ્યમંત્રી કોણ હશે? આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નામ પર મહોર મારવામાં આવશે
Who will be the next Chief Minister of Goa?

Follow us on

Goa Political News: ગોવા(Goa)ના આગામી મુખ્યમંત્રી કોણ હશે તેના પર આજે પડદો ઉઠશે. ગૃહના નેતાની પસંદગી માટે આજે પણજીમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક(BJP Legislative Party Meeting) યોજાવાની છે. રાજ્યના આગામી મુખ્યમંત્રીની પસંદગી વિધાયક દળના નેતામાંથી કરવામાં આવશે. આજે સાંજે 4 કલાકે ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નિરીક્ષક નરેન્દ્ર સિંહ તોમર અને સહ-નિરીક્ષક એલ મુરુગન, ગોવાના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis in charge of Goa elections)અને ડેસ્ક ઈન્ચાર્જ સીટી રવિ હાજર રહેશે.

પાર્ટીના ગોવા એકમના અધ્યક્ષ સદાનંદ શેટ તનાવડેએ રવિવારે જણાવ્યું હતું કે આ બેઠક બાદ પાર્ટીના નેતાઓ રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈને મળશે, ત્યારબાદ નવી સરકારના શપથ ગ્રહણ સમારોહની તારીખ નક્કી કરવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે, તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં, ભાજપ 40 માંથી 20 વિધાનસભા બેઠકો જીતીને ગોવામાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ભાજપને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP)ના બે અને ત્રણ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે.

ગોવામાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ રાજ્યની બાગડોર પ્રમોદ સાવંતના હાથમાં આવી શકે છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ગોવાના કેરટેકર સીએમ પ્રમોદ સાવંતે રવિવારે કહ્યું, ‘મેં મુખ્યમંત્રી તરીકેના મારા કાર્યકાળના 3 વર્ષમાં ગોવાના વિકાસ માટે કામ કર્યું. આ દરમિયાન ઘણી સમસ્યાઓ પણ આવી, પરંતુ પીએમ મોદીના નેતૃત્વમાં અમે તમામ સમસ્યાઓ દૂર કરી છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

સાવંતે કહ્યું, ‘મારો ત્રણ વર્ષનો કાર્યકાળ હવે પૂરો થઈ ગયો છે. મારા કાર્યકાળ દરમિયાન, મેં કોવિડ-19, પૂર, ચક્રવાત વગેરેની પરિસ્થિતિનું યોગ્ય સંચાલન કર્યું. હું ગોવાના લોકો અને મારી પાર્ટીના લોકોનો આભાર માનું છું. પાર્ટી જે પણ જવાબદારી આપશે તે હું સહર્ષ સ્વીકારીશ.’ તમને જણાવી દઈએ કે ભાજપે ગોવા તેમજ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ માટે મુખ્યમંત્રીઓના નામની સત્તાવાર જાહેરાત કરી નથી.

જ્યારે રવિવારે મણિપુરમાં બીજેપી વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા બાદ એન. બિરેન સિંહને સતત બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં જીત મેળવીને સત્તામાં પરત ફર્યું હતું, જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવી હતી.

Next Article