સરકારે લઈ લીધો નિર્ણય, જાણો હવે ગોવામાં તમે શું નહીં કરી શકો?

|

Jan 31, 2019 | 4:40 PM

ગોવાને દારુથી મુક્તિ અપાવવા માટે ત્યાંની સરકાર હરકતમાં આવી છે. સરકારે બુધવારે એક વિધેયક લાવ્યું જેને લીધે સમુદ્ર કિનારે, ખુલ્લી જગ્યામાં દારુની મહેફિલ પર પ્રતિબંધ લાગી જશે. ગોવાની સરકારમાં કાર્યરત પ્રવાસન મંત્રી મનોહર અજગાંવકર દ્વારા આ બિલને ગોવાની વિધાનસભામાં મુકવામાં આવ્યું હતું જેના લીધે હવે ગોવામાં જાહેર સ્થળોમાં દારુની મહેફિલ પર લગામ લાગી જશે. બિલમાં […]

સરકારે લઈ લીધો નિર્ણય, જાણો હવે ગોવામાં તમે શું નહીં કરી શકો?

Follow us on

ગોવાને દારુથી મુક્તિ અપાવવા માટે ત્યાંની સરકાર હરકતમાં આવી છે. સરકારે બુધવારે એક વિધેયક લાવ્યું જેને લીધે સમુદ્ર કિનારે, ખુલ્લી જગ્યામાં દારુની મહેફિલ પર પ્રતિબંધ લાગી જશે.

ગોવાની સરકારમાં કાર્યરત પ્રવાસન મંત્રી મનોહર અજગાંવકર દ્વારા આ બિલને ગોવાની વિધાનસભામાં મુકવામાં આવ્યું હતું જેના લીધે હવે ગોવામાં જાહેર સ્થળોમાં દારુની મહેફિલ પર લગામ લાગી જશે. બિલમાં એવું પ્રાવધાન કરવામાં આવ્યું છે કે આ નિયમનું ઉલ્લંઘન કરનારને 2 હજારથી 10 હજારના દંડની સજા થઈ શકે છે.

ગોવા પર્યટન સ્થળ (સંરક્ષણ તેમજ દેખરેખ) કાનૂન, 2001માં સંશોધન કરવામાં આવ્યું જેમાં આ નિયમને લાગુ કરવામાં દારુની દુકાનોની પણ જવાબદારી રહેશે. તેમાં કહેવામાં આવ્યું કે દારુના ઘંધા સાથે સંકળાયેલ કોઈપણ વ્યક્તિ પોતાના ગ્રાહકને દારુની બોટલ પર્યટન સ્થળે લઈ જવાની અનુમતિ નહીં આપે. વિધેયકમાં કહેવામાં આવ્યું છે કે આ બિલનો ઉદ્દેશ્ય ગોવામાં પર્યટન સ્થળોનું રક્ષણ અને સ્વચ્છતા જાળવી રાખવા માટેનો તેમજ ત્યાં શોરબકોરને કાબૂમાં રાખવાનો છે.

[yop_poll id=”952″]

 

Next Article