Galwan Clash: નદી વચ્ચે લાકડીઓ વડે ભારતીય સૈનિકોએ ચીન સેનાને આપ્યો હતો જડબાતોડ જવાબ, જુઓ વિડીયો

|

Feb 20, 2021 | 3:52 PM

ચીન આ વીડિયો રજૂ કરીને પોતાને વિક્ટિમ સાબિત કરવા પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે આખી દુનિયા સત્યથી વાકેફ છે. અહેવાલ અનુસાર અથડામણ ભારતીય સરહદથી 50 મીટર અંદર થઇ હતી.

Galwan Clash: નદી વચ્ચે લાકડીઓ વડે ભારતીય સૈનિકોએ ચીન સેનાને આપ્યો હતો જડબાતોડ જવાબ, જુઓ વિડીયો
ગલવાન ઘાટીમાં સેંકડો સૈનિકો વચ્ચે અથડામણ. CCTV

Follow us on

ચીને લદ્દાખની ગલવાન ઘાટીમાં ગયા વર્ષના થયેલી હિંસામાં તેના સૈનિકોની મોતની સત્યતાનો સ્વીકારી કરી લીધો છે. તેના ચાર સૈનિકો માર્યા ગયાની કબૂલાત કર્યા બાદ તેણે હવે ગલવાનમાં હિંસક અથડામણનો વીડિયો પણ જાહેર કર્યો છે. આ વીડિયોમાં બંને દેશોના સૈન્યનો મુકાબલો બતાવવામાં આવ્યો છે. ચાઇના દ્વારા રજુ કરવામાં આવેલા વીડિયોમાં ભારતીય સૈનિકોને ચીની સેના લાકડીઓ વડે ઘેરતી જોવા મળે છે. પરંતુ પીછેહઠ કરવાને બદલે ભારતના સુરવીરોએ જડબાતોડ જવાબ આપ્યો હતો.

ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સ અને સીસીટીવીએ હિંસક અથડામણના કેટલાક વીડિયો જાહેર કર્યા છે. વીડિયોમાં બંને પક્ષના સેંકડો સૈનિકો ગાલવાનની ખીણમાં એકબીજા સાથે લડતા નજરે પડે છે. ચીને આ વીડિયો બહાર પાડ્યો છે અને પોતાને નીર્દોસ જાહેર કરવાનો પ્રયાસ કર્યો છે. અને ઊંધું ભારત પર ઘુસણખોરીનો આરોપ લગાવ્યો છે. ભારતે હજી આ અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

 

નદી કિનારે હિંસક અથડામણ

વીડિયોમાં ગલવાન ઘાટીની એક નદીનો નજારો છે. ચીની સૈનિકો ભારતીય સેનાના અધિકારીઓ સાથે આક્રમક વર્તાવ કરતા જોવા મળે છે. તેણે ભારતીય સેનાને ઘેરી લેવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પરંતુ આ બાદ ભારતના સૈનિકોએ ચીની સેનાને યોગ્ય જવાબ આપ્યો. પછીના દ્રશ્યમાં ઘણા ચીની સૈનિકો ઘાયલ થઈને જમીન પર પડેલા જોવા મળે છે અને તેમના સાથીદારો તેમને સંભાળવાની કોશિશ કરતા જોવા મળે છે. આ હિંસક અથડામણમાં માર્યા ગયેલા ચીની સૈનિકોના ફોટા પણ વિડિઓના અંતે બતાવવામાં આવ્યા છે.

સૈનિકોના હાથમાં લાકડીઓ

ભારત અને ચીનના સૈનિકોના હાથમાં લાકડીઓ દેખાય છે. કોઈ ફિલ્મી દ્રશ્ય જેવો લાગે છે આ વિડીયો. જેમાં સૈનિકો નદીની વચ્ચેથી પસાર થતા જોવા મળે છે. એક દિવસ પહેલા જ ચીને સ્વીકાર્યું હતું કે ગલવાનમાં હિંસક અથડામણમાં તેના ચાર સૈનિકો માર્યા ગયા છે. આ વીડિયોમાં ચીને તેમના નામ પણ બતાવ્યાં છે. ચીને આક્ષેપ કર્યો છે કે ભારતીય સૈન્યએ તેમના પર સ્ટીલ ટ્યુબ, લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કર્યો હતો અને તેઓ પહેલા ઘુસણખોરી કરતા હતા. આ બાદ ચીને ખોટી બડાઈ મારતા લખ્યું હતું કે અમે તેમને પાછળ ધકેલી દીધા.

ચિટર ચાઈનાની ચાલબાજી

ચીન આ વીડિયો રજૂ કરીને પોતાને વિક્ટિમ સાબિત કરવા પ્રયાસ કરી રહ્યું છે. ચીન આ વીડિયો દ્વારા બતાવવા માંગે છે કે ભારતે હિંસાની શરૂઆત કરી હતી. જ્યારે આખી દુનિયા સત્યથી વાકેફ છે. ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલિસી ઇન્સ્ટિટ્યૂટના સંશોધનકર્તા નાથન રુઝરે દાવો કર્યો હતો કે ભૌગોલિક વિષયકની મદદથી સાબિત થાય છે કે અથડામણ ભારતીય સરહદથી 50 મીટર અંદર થઇ હતી.

Next Article