Madhya Pradesh : ખરગોન હિંસાના કેસમાં દિગ્વિજયસિંહની સમસ્યાઓ વધી, વધુ ચાર સાથે અત્યાર સુધીમાં 9 FIR નોંધાઈ

|

Apr 15, 2022 | 7:46 AM

પોલીસે જણાવ્યું હતું કે આ કેસ ત્રણ નાગરિકોની જુદી જુદી ફરિયાદો પર નોંધવામાં આવી છે. તેમણે આરોપ મૂક્યો છે કે દિગ્વિજય સિંહે (Digvijay Singh), ખરગોનના રમખાણ અંગે ટ્વીટર પર અન્ય સ્થળની તસવીર સાથે ટ્વીટ કરીને સાંપ્રદાયિક વાતાવરણને બગાડ્યું હતું.

Madhya Pradesh : ખરગોન હિંસાના કેસમાં દિગ્વિજયસિંહની સમસ્યાઓ વધી, વધુ ચાર સાથે અત્યાર સુધીમાં 9 FIR નોંધાઈ
Digvijay Singh ( File Photo)

Follow us on

મધ્યપ્રદેશના (Madhya Pradesh) ખરગોનમાં થયેલા રમખાણ (Khargone violence) ના કિસ્સામાં, કોઈ બીજા રાજ્યની મસ્જિદની તસવીર ટ્વીટ કરતા, મુશ્કેલીમાં મુકાયેલા કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ (Digvijay Singh)ની સમસ્યા ઓછી થવાનુ નામ નથી લેતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યુ છે કે, દિગ્વિજય સિંહ સામે વધુ ચાર કેસ નોંધાયા છે. આ કિસ્સામાં, દિગ્વિજયસિંહ સામે અત્યાર સુધીમાં કુલ 9 FIR નોંધવામાં આવી છે. ઇન્દોર જિલ્લામાં ધાર્મિક વૈમનસ્ય ફેલાવવા માટે દિગ્વિજય સિંહ સામે ત્રણ ફોજદારી કેસો નોંધાયેલા છે. વિવાદાસ્પદ ટ્વીટને લઈને છેલ્લા ત્રણ દિવસમાં ભોપાલ, ગ્વાલિયર, જબલપુર, નર્મદપુરમ અને સતનામાં પાંચ ફરિયાદ પહેલેથી જ નોંધાઈ છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ઇન્દોર જિલ્લાના મહુ, કિશનગંજ અને ખુડૈલ પોલીસ સ્ટેશનોમાં દિગ્વિજય સિંહ, કલમ 153-એ (ધર્મના આધારે બે જૂથો વચ્ચે વૈમનસ્ય ફેલાવવુ), કલમ 295-એ (કોઈપણ વર્ગની ધાર્મિક ભાવનાને દુભાવવાના ઈરાદે જાણી જોઈને ઈરાદાપૂર્વક કરાયેલ કાર્ય) કલમ- 465 સહીત અન્ય કલમ હેઠળ બુધવારે FIR નોંધાઈ છે.

સાંપ્રદાયિક સદભાવનાને ખરાબ કરવાનો પ્રયાસ

તેમણે જણાવ્યું હતું કે આ કેસ સંબંધિત વિસ્તારોના ત્રણ નાગરિકોની વિવિધ ફરિયાદો પર નોંધવામાં આવી છે. તેમણે એવો આરોપ મૂક્યો છે કે દિગ્વિજય સિંહે, અન્ય સ્થળની તસવીરને હાલમાં ખરગોનમાં થયેલા રમખાણ સાથે સાંકળીને ધાર્મિક ભાવના ભડકાવીને સાંપ્રદાયિક સદભાવનાનુ વાતાવરણ દુષિત કરવાનું કાર્ય કર્યુ છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

હું છેલ્લા શ્વાસ સુધી ભાઈચારા વિશે વાત કરીશ

ખાસ વાત તો એ છે કે, રાજ્યસભાના સાંસદ દિગ્વિજયસિંહ જ્યારે ઇન્દોર જિલ્લાના પ્રવાસે હતા ત્યારે તેમની સામે ત્રણ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે વિવાદાસ્પદ ટ્વીટ સંબંધિત નોંધાયેલી ફરિયાદ અંગે દિગ્વિજયસિંહને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ભલે પોલીસ સ્ટેશનોમાં, લાખ-બે લાખ ફરિયાદ મારી સામે નોંધવામાં આવે, પરંતુ હું છેલ્લા શ્વાસ સુધી ભાઈચારા વિશે જ વાત કરીશ.

ભાજપનો દોષ

તેમણે મધ્ય પ્રદેશની ભાજપ સરકારને નિશાને લેતા કહ્યું કે જો ભાજપને ભાઈચારાની વાત પસંદ ના હોય તો તેમા મારો નહી ભાજપનો દોષ છે. દિગ્વિજય સિંહે તાજેતરના ટ્વીટ્સમાં એક ફોટો પોસ્ટ કર્યો હતું, જેમાં કેટલાક યુવાનોને મસ્જિદ પર કેસરી ધજા ફરકાવતા બતાવવામાં આવ્યા હતા. તેમણે આ ફોટા સાથે ખારગોનમાં રામનવમીના પર્વ દરમિયાન થયેલી સાંપ્રદાયિક હિંસાનો ઉલ્લેખ કર્યો હતો. પાછળથી તેમણે આ ફોટા સાથેના ટ્વીટને દુર કર્યુ હતું.

આ પણ વાંચોઃ

Petrol Diesel Price Today : નહિ મળે Excise Duty માં ઘટાડાથી મોંઘા ઇંધણની ઝંઝટમાંથી રાહત, જાણો આજના લેટેસ્ટ રેટ

આ પણ વાંચોઃ

Alia-Ranbir Wedding: આલિયા-રણબીરના લગ્ન બાદ પરિવાર અને મિત્રોએ પાઠવી શુભેચ્છા, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો

Next Article