Delhi : પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર PM મોદી સહિત નેતાઓએ અર્પી શ્રધ્ધાંજલિ

|

Aug 16, 2021 | 9:02 AM

દેશના અગ્રણી નેતાઓમાંના એક અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના સ્થાપક સભ્ય અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટ, 2018 ના રોજ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) માં લાંબી બિમારી બાદ નિધન થયું હતું.

Delhi : પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર PM મોદી સહિત નેતાઓએ અર્પી શ્રધ્ધાંજલિ
PM Narendra Modi (File Photo)

Follow us on

Atal Bihari Vajpayee Dealth Anniversary:  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય રાજધાનીમાં ‘સદૈવ અટલ’ સમાધિ ખાતે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અન્ય ભારતીય જનતા પાર્ટી નેતાઓ પણ સ્મારક પર હાજર હતા. આપને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી મોદી સિવાય ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) અને અન્ય ઘણા ભાજપના નેતાઓએ (BJP Leader) પણ ‘સદૈવ અટલ’ સમાધિમાં વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

 

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

 

તમારું જીવન બધા લોકો માટે એક મહાન પ્રેરણા : મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ 

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે (Yogi Adityanath) પણ અટલ બિહારી વાજપેયીજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, “પ્રખર રાષ્ટ્રવાદી, લોકપ્રિય જન નેતા અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીને તેમની પુણ્યતિથિ (Death Anniversary) પર નમન, વધુમાં લખ્યું કે, તેમણે ભારતીય રાજકારણમાં તેમના આચરણ દ્વારા લોકશાહી મૂલ્યોને પુન:સ્થાપિત કર્યા. તમારું જીવન બધા લોકો માટે એક મહાન પ્રેરણા છે.”

 

ત્રણ વખત વડા પ્રધાન તરીકે સેવા આપી

દેશના અગ્રણી નેતાઓમાંના એક અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના સ્થાપક સભ્ય અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટ, 2018 ના રોજ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) માં લાંબી બિમારી બાદ નિધન થયું હતું. ઉલ્લેખનીય છે કે, વાજપેયીએ ત્રણ વખત દેશના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. સૌ પ્રથમ વર્ષ 1996 માં અટલ બિહારી વાજપેયીએ (Atal Bihari Vajpayee) માત્ર 13 દિવસમાં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું. બાદમાં તેમણે 1998 અને 2004 વચ્ચે બે ટર્મ માટે પીએમ પદ સંભાળ્યું હતુ.

જન્મદિવસની ‘સુશાસન દિવસ’ તરીકે કરવામાં આવે છે ઉજવણી

અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ એટલે કે 25 ડિસેમ્બર ‘સુશાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. તેમને 2014 માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. આપને જણાવવું રહ્યું કે,ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન (Former Prime Minister) વાજપેયી સંયુક્ત રાષ્ટ્રની સભામાં હિન્દીમાં ભાષણ આપનારા પ્રથમ વિદેશ મંત્રી પણ હતા.

 

આ પણ વાંચો: Goa Covid Curfew: ગોવામાં 23 ઓગસ્ટ સુધી લંબાવામાં આવ્યું કરફ્યુ, જાણો શું રહેશે બંધ અને શું રહેશે ખુલ્લુ ? આ રહી ગાઈડ લાઇન્સ

આ પણ વાંચો:  Afghanistan: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આજે બેઠક, અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિને લઈને કરાશે ચર્ચા

 

Next Article