તજાકિસ્તાનમાં ઈરાન અને તુર્કીના વિદેશ મંત્રીઓને મળ્યા એસ જયશંકર, ચાબહાર સહિત ઘણા મુદ્દાઓ પર થઈ વાત

|

Mar 29, 2021 | 10:28 PM

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અફઘાનિસ્તાન પર યોજાનારા એક મહત્વપૂર્ણ સંમેલનમાં ભાગ લેવા માટે તાજિકિસ્તાનની રાજધાની દુશાંબે પહોંચ્યા છે.

તજાકિસ્તાનમાં ઈરાન અને તુર્કીના વિદેશ મંત્રીઓને મળ્યા એસ જયશંકર, ચાબહાર સહિત ઘણા મુદ્દાઓ પર થઈ વાત

Follow us on

ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર અફઘાનિસ્તાન પર યોજાનારા એક મહત્વપૂર્ણ સંમેલનમાં ભાગ લેવા માટે તાજિકિસ્તાનની રાજધાની દુશાંબે પહોંચ્યા છે. ત્યાં પહોંચ્યા બાદ તેમને ઈરાનના વિદેશમંત્રી જવાદ જરીફ સાથે મુલાકાત કરી અને રાજકીય રીતે મહત્વપૂર્ણ ચાબહાર પોર્ટ સહિત દ્વિપક્ષીય સહયોગના અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી. જયશંકર ર્નોવે ‘હાર્ટ ઓફ એશિયા-ઈસ્તાંબુલ પ્રોસેસ’માં ભાગ લેવા માટે આજે દુશાંબે પહોંચ્યા છે.

 

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વિદેશ મંત્રીના સંમેલનથી અન્ય દેશોના નેતાઓ સાથે મુલાકાત કરવાની પણ સંભાવના છે. જયશંકરે ટ્વીટ કરી કહ્યું ‘ઈરાનના વિદેશ મંત્રી જવાદ જરીફની મુલાકાત સાથે હોર્ટ ઓફ એશિયાના કાર્યક્રમોની શરૂઆત કરી’ જેમાં પરસ્પર હિતોની ચર્ચા કરવામાં આવી. ચાબહાર સહિત દ્વિપક્ષીય સહયોગ પર પણ વાતચીત થઈ. શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠક માટે સપ્ટેમ્બરમાં રશિયા જતાં જયશંકર વચ્ચે તેહરાનમાં રોકાયા હતા. આ દરમિયાન પણ તેમને જરીફની સાથે દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા અને વિસ્તારના વિકાસના મુદ્દા પર ચર્ચા કરી હતી.

 

તુર્કીના વિદેશ મંત્રી સાથે પણ મળ્યા?

જયશંકરે સોમવારે જ તુર્કીના વિદેશ મંત્રી મેવલુત કાવુસોગ્લુ સાથે પણ મુલાકાત કરી છે. મુલાકાત બાદ જયશંકરે ટ્વીટ કર્યુ. અમારી વાતચીતનું કેન્દ્ર બિન્દુ અફઘાનિસ્તાન સાથે જોડાયેલી વસ્તુઓ અને દ્વિપક્ષીય સંબંધ રહ્યો. દુશાંબેમાં આ સમય સ્થાયી, શાંતિપૂર્ણ અફઘાનિસ્તાન માટે સુરક્ષા અને સહયોગ પર ‘ઈસ્તાંબુલ પ્રોસેસ’ હેઠળ નોર્વે હાર્ટ ઓફ એશિયા ઈસ્તાંબુલ પ્રોસેસની મંત્રી સ્તરીય બેઠક થઈ રહી છે. તેની શરૂઆત 2 નવેમ્બર 2011એ તુર્કીથી થઈ હતી.

 

અફઘાનિસ્તાન પર શું કહ્યું?

એસ જયશંકરે અફઘાનિસ્તાનને લઈ ગયા અઠવાડિયે કહ્યું હતું કે ભારત સ્પષ્ટ રીતે એવા સંપ્રભૂ, લોકતાંત્રિક અને સમાવેશી અફઘાનિસ્તાન દેખવા ઈચ્છે છે. જે પોતાના દેશના અલ્પસંખ્યકોનું ધ્યાન રાખતું હયો. તેમને કહ્યું હતું કે શાંતિ અને મેળ-મિલાપની એક પ્રક્રિયા હોય છે અને લોકો કહી રહ્યા છે કે તાલિબાન પ્રયાસ કરી રહ્યું અને બદલી રહ્યું છે. હાલમાં રાહ જોઈએ છે, પછી દેખીએ છીએ. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી પણ સંમેલનમાં સામેલ થઈ રહ્યા છે. બંને દેશોના વિદેશ મંત્રીઓને સંમેલનમાં સામેલ થવાનું કારણ બંને નેતાઓની વચ્ચે મુલાકાતની સંભાવનાઓને લઈને પણ અટકળો લગાવવામાં આવી રહી હતી.

 

આ પણ વાંચો: Suez Canal Blocked : 6 દિવસ બાદ મહામહેનતે બહાર કઢાયું મહાકાય ‘Ever Given’ કાર્ગો જહાજ

Next Article