આંધ્રપ્રદેશ: ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે પાંચ લોકોના મોત, CM જગન રેડ્ડીએ શોક વ્યક્ત કર્યો

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટ્રેન રોકાયા બાદ મુસાફરો ગુવાહાટી એક્સપ્રેસમાંથી ( Guwahati Express) નીચે ઉતર્યા અને પાટા ઓળંગીને બીજી તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે જ સમયે, ભુવનેશ્વર-સીએસટી મુંબઈ -કોણાર્ક એક્સપ્રેસ બીજી બાજુથી આવી રહી હતી જેને કારણે આ અકસ્માત (Train Accident) સર્જાયો.

આંધ્રપ્રદેશ: ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે પાંચ લોકોના મોત, CM જગન રેડ્ડીએ શોક વ્યક્ત કર્યો
Train Accident
| Edited By: | Updated on: Apr 12, 2022 | 8:17 AM

આંધ્રપ્રદેશમાં (Andra Pradesh)એક મોટી દુર્ઘટના બની છે, જ્યાં ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે આવતા પાંચ લોકોના મોત થયા છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થવાની પણ આશંકા છે. આ અકસ્માત આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં સોમવારે રાત્રે થયો હતો. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, કેટલાક મુસાફરોએ ગુવાહાટી એક્સપ્રેસની (Guwahati Express) ટ્રેનમાંથી નીચે ઉતર્યા હતા અને પાટા ઓળંગીને બીજી તરફ જવાનો પ્રયાસ કરવા લાગ્યા. તે જ સમયે, ભુવનેશ્વર-સીએસટી મુંબઈ કોણાર્ક એક્સપ્રેસ બીજી બાજુથી આવી રહી હતી,જેને કારણે આ ટ્રેન અકસ્માત (Train Accident) થયો.

ટ્રેનની અડફેટે મુસાફરોનું ઘટનાસ્થળે જ મોત

શ્રીકાકુલમ એસપીએ જણાવ્યું કે, ગુવાહાટી એક્સપ્રેસની ટ્રેનની ચેઈન કોઈએ ખેંચી લીધી હતી. આ પછી 5 લોકો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા અને ટ્રેક ક્રોસ કરવા લાગ્યા. તે જ સમયે બીજી બાજુથી કોણાર્ક એક્સપ્રેસ પાટા પર આવી. અહીં ટ્રેનની અડફેટે મુસાફરોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે વધુમાં જણાવ્યું કે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

CM જગન મોહન રેડ્ડીએ દુઃખ વ્યક્ત કર્યું

રાજ્યના CM વાયએસ જગન મોહન રેડ્ડીએ (CM jagan mohan reddy) આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવવા તેમજ ઘાયલોને તમામ શક્ય મદદ આપવાનો આદેશ આપ્યો છે. શ્રીકાકુલમ જિલ્લાના કલેક્ટર શ્રીકેશ બી લાઠકરે ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક રેવન્યુ ડિવિઝનલ ઓફિસર અને તહસીલદારને રાહત અને બચાવ કાર્ય માટે ઘટનાસ્થળે મોકલ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જિલ્લા તબીબી અધિકારીને ઘટના વિશે જાણ કરવામાં આવી છે.

પોલીસે મૃતદેહોની ઓળખ કરી હતી

શ્રીકાકુલમના પોલીસ અધિક્ષક જીઆર રાધિકાએ જણાવ્યું કે અત્યાર સુધી પાંચ મૃતદેહોની ઓળખ થઈ છે. અન્ય કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે જાણવા માટે સરકારી રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, મૃત્યુઆંક વધી શકે છે કારણ કે અન્ય ઘણા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને નજીકની ચેપુરપલ્લી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Jharkhand Latest Update: રોપ-વેના 2000 ફૂટ ઉપરથી 32 લોકોને બચાવાયા, 15 લોકો હજુ પણ ટ્રોલીમાં ફસાયા, CM સોરેને કહ્યું બધાને બચાવીશું

Published On - 8:14 am, Tue, 12 April 22