Firoz Khan Death: ભાભીજી ઘર પર હૈ માં કિરદાર નિભાવનારા ફિરોઝ ખાનનું અવસાન, હાર્ટ એટેક આવતા થયુ મૃત્યુ

|

May 23, 2024 | 5:59 PM

ભાભીજી ઘર પર હૈના એક્ટર અને અમિતાભ બચ્ચનના ડુપ્લીકેટ ફિરોઝ ખાનનું અવસાન થયુ છે. એક્ટરે ગુરુવારે રાત્રે છેલ્લા શ્વાસ લીધા હતા. ફિરોઝ ખાન સોશિયલ મીડિયાથી લઈને ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણા પોપ્યલર છે. તેમને અમિતાભ બચ્ચના નામથી ઘણી ફેમ મળી હતી. એક્ટરના નિધનથી ફેન્સ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Firoz Khan Death: ભાભીજી ઘર પર હૈ માં કિરદાર નિભાવનારા ફિરોઝ ખાનનું અવસાન, હાર્ટ એટેક આવતા થયુ મૃત્યુ

Follow us on

ભાભીજી ઘર પર હૈ ફ્મ ફિરોઝ ખાનના ફેન્સ માટે દુ:ખદ સમાચાર છે. એક્ટર ફિરોઝખાનનુ બદાયૂં યુપીમાં હાર્ટ એટેક આવવાથી અવસાન થયુ છે. તેઓ અમિતાભ બચ્ચનની મિમિક્રી માટે પણ ઘરે ઘરે જાણીતા બન્યા હતા. સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચેની મિમિક્રી કરતા તેમના ઘણા સારા વીડિયો છે.આ એક્ટરની મિમિક્રીને ફેન્સ ઘણી પસંદ કરતા હતા.

ઈવેન્ટ્સમાં લીધો હતો ભાગ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક્ટર કેટલાક સમયથી બદાયુંમાં હતા. અહીં તેઓ કેટલીક ઈવેન્ટનો હિસ્સો બન્યો હતો. તેમના પર્ફોમેન્સના વીડિયો તેઓ સોશિયલ મીડિયામાં પણ શેર કરતા રહેતા બહતા. તેમનું છેલ્લું પરફોર્મેન્સ પણ ફેન્સને ઘણુ પસંદ આવ્યુ હતુ. હવે એક્ટરના નિધનના સમાચાર સાંભળી તેમના ફેન્સ શોકામગ્ન બન્યા છે.

વડાપાવ વેચવાના કામ પહેલા ચંદ્રિકા દીક્ષિત કરતી હતી આ કામ, જાણો
સાનિયા મિર્ઝા પહેલીવાર હિજાબમાં જોવા મળી, વીડિયો કર્યો શેર
બ્રેડને ફ્રિજમાં શા માટે ન રાખવી જોઈએ? જાણો ચોંકાવનારું કારણ
વ્હિસ્કીને મિનરલ વોટર સાથે કેમ ન પીવી જોઈએ? જાણો સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક
આ બીમારી હોય છે આનુવંશિક, માતા-પિતાને હશે તો બાળકોને આવશે જ
ચા પીવાના શોખીન છો? જાણી લો તેને બનાવવાની સાચી રીત

ફિરોઝ ખાન અમિતાભ બચ્ચનના હતા મોટા ફેન

ફિરોઝ ખાન અમિતાભ બચ્ચનના ઘણા મોટા ફેન હતા. તેઓ સૌથી વધુ તેમની જ મિમિક્રી કરતા હતા. આ સાથે તેઓ અન્ય એક્ટર્સની પણ મિમિક્રી કરતા. ફિરોઝની મિમિક્રી અને ઈવેન્ટને ફેન્સ ઘણી એન્જોય કરતા હતા. તેઓ સોશિયલ મીડિયા પર પણ ઘણા સક્રિય હતા. તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 1 લાખથી વધુ ફોલોઅર્, છે. એક્ટ્રેસ દીપિકા કક્કડ અને શોએબ ઈબ્રાહિમ પણ તેમને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.

આ શોનો હિસ્સો રહ્યા છે ફિરોઝ

ફિરોઝના કામની વાત કરીએ તો તેમણે ભાભીજી ઘર પર હૈ, જીજાજી છત પર હૈ, સાહેબ બીવી ઔર બોસ, હપ્પુ કી ઉલ્ટન પલ્ટન અને શક્તિમાનમાં કામ કર્યુ છે. તેઓ અદનાન સામીના લીફ્ટ કરાદે સોંગનો પણ હિસ્સો રહ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદના નવા નરોડામાં સ્માર્ટ મીટરનો વિરોધ, 8 સોસાયટીના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ – Video

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:53 pm, Thu, 23 May 24

Next Article