હૉસ્પિટલમાં આગ લાગવાની ઘટનાને લઇ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને ગૃહ મંત્રાલયે લખ્યો પત્ર

|

May 05, 2021 | 7:12 PM

Fire incidents : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યુ કે તેઓ આગ લાગવાની ઘટનાઓ રોકવા માટે હૉસ્પિટલ અને નર્સિંગ હોમની વિસ્તૃત અગ્નિ સુરક્ષા સમીક્ષા કરવામાં આવે. 

હૉસ્પિટલમાં આગ લાગવાની ઘટનાને લઇ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને ગૃહ મંત્રાલયે લખ્યો પત્ર
Home Ministry

Follow us on

Fire incidents : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યુ કે તેઓ આગ લાગવાની ઘટનાઓ રોકવા માટે હૉસ્પિટલ અને નર્સિંગ હોમની વિસ્તૃત અગ્નિ સુરક્ષા સમીક્ષા કરે.  કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્યોના મુખ્ય સચિવ અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસકોને પત્ર લખીને આગથી સુરક્ષાના ઉપાયો શોધવા કહ્યુ.

ગૃહ સચિવે કહ્યુ કે હૉસ્પિટલમાં આગ લાગવાની હાલની ઘટનાઓને જોતા ખાસ કરીને ગરમીના વાતાવરણને જોતા અથવા હૉસ્પિટલની વાયરિંગ પર વધારે ભાર હોવાના કારણે શોટ સર્કિટ થાય છે. જેના કારણે આગ લાગે છે અને જાન હાનિ તથા અન્ય નુકસાન થાય છે. પ્રવક્તાએ કહ્યુ ક પત્રમાં કહેવામાં આવ્યુ છે કે કોઇ હૉસ્પિટલમાં સરકારી હોય કે પ્રાઇવેટ હોય આગ ન લાગે તે માટે કોઇ  યોજના હોવી જોઇએ. આનુ વિશેષ ધ્યાન કોવિડ-19 હૉસ્પિટલમાં રાખવામાં આવે.

તાજેતરમાં જ કોવિડ હૉસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ બાદ કેન્દ્રીય મંત્રાલય તરફથી રાજ્યોને આ પ્રકારની ચિઠ્ઠી લખવામાં આવી છે. દેશમાં કોરોનાના કેસ રોજ વધી રહ્યા છે. જેના કારણે હૉસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. સાથે જ હૉસ્પિટલ સંસાધનોની અછતનો સામનો કરી રહ્યુ છે.  એવામાં કોવિડ હૉસ્પિટલમાં આગની ઘટના બીજી તકલીફ લઇને આવી રહી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

દેશની રાજધાની દિલ્લીમાં મંગળવારે રાત્રે એક હૉસ્પિટલમાં એક આગ લાગી હતી. આગ વિકાસપુરી સ્થિત નર્સિંગ હોમમાં લાગી જે એક કોવિડ હૉસ્પિટલ છે. ઘણી પ્રયત્નો બાદ આગ પર કાબૂ મેળવીને બધાને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા. 4 દિવસ પહેલા જ  ભરુચમાં એક હૉસ્પિટલમાં શુક્રવારે મોડી રાત્રે આગ લાગવાથી કોરોના વાયરસના ઓછામાં ઓછા 18 દર્દીઓના મૃત્યુ થયા હતા. તેના પહેલા મહારાષ્ટ્રના થાણેમાં પણ હૉસ્પિટલમાં આગ લાગવાથી 4 લોકોનો જીવ જતો રહ્યો હતો.

 

 

Next Article