Telangana : સિકંદરાબાદની હોટલમાં લાગી આગ, જીવ બચાવવા લોકો બારીમાંથી કુદ્યા, 6ના મોત

|

Sep 13, 2022 | 7:08 AM

Hotel Fire: એવું કહેવામાં આવી રહ્યું છે કે રૂબી હોટેલ બિલ્ડિંગના બેઝમેન્ટમાં રૂબી ઇલેક્ટ્રિક વ્હીકલના શોરૂમમાં બાઇકની બેટરી ફાટવાના કારણે આગ લાગી હતી અને ઝડપથી આ આગ આખી બિલ્ડિંગમાં પ્રસરી ગઈ હતી.

Telangana : સિકંદરાબાદની હોટલમાં લાગી આગ, જીવ બચાવવા લોકો બારીમાંથી કુદ્યા, 6ના મોત
Fire in a hotel in Secunderabad

Follow us on

તેલંગાણાના ગ્રેટર હૈદરાબાદના સિકંદરાબાદમાં (Secunderabad) સોમવારે એક હોટલમાં ભીષણ આગ લાગી હતી. આગની આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે. તેમજ 10 લોકો ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે રૂબી હોટલના (Ruby Hotel) બિલ્ડીંગના બેઝમેન્ટમાં આવેલા રૂબી ઈલેક્ટ્રીક વ્હીકલના શોરૂમમાં બાઇકની બેટરી ફાટવાના કારણે આગ લાગી હતી અને ઝડપથી આ આગ આખી ઈમારતમાં ફેલાઈ ગઈ હતી. પોલીસનું કહેવું છે કે આગની આ ઘટના સંદર્ભે તપાસ કરવામાં આવી રહી છે.

જ્યારે હોટલમાં આગ લાગી ત્યારે લગભગ 23-25 ​​પ્રવાસીઓ ત્યાં રોકાયા હતા. આગ અને ધુમાડાના કારણે એક મહિલા સહિત 6 લોકોના મોત થયા છે. લગભગ 10 લોકો ઘાયલ થયા છે. આગ જોઈને કેટલાક લોકોએ બારીમાંથી નીચે કૂદવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન અનેક લોકો ઘાયલ પણ થયા હતા. સ્થાનિક લોકોએ અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

સ્થાનિક લોકોએ પણ બચાવ કર્યો હતો

હૈદરાબાદ પોલીસ કમિશનરે પુષ્ટિ કરી છે કે અકસ્માતમાં એક મહિલા સહિત 6 લોકોના મોત થયા છે. અન્ય કેટલાક ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોએ અનેક લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. ફાયરની બે ગાડીઓ ઘટનાસ્થળે આગ ઓલવવામાં કામે લાગી હતી. જો કે મૃત્યુઆંક વધી શકે છે. આ તમામ લોકો બહારથી કામ માટે હૈદરાબાદ આવ્યા હતા. રેલવે સ્ટેશન નજીક હોવાને કારણે તેઓ આ હોટલમાં રોકાયા હતા. જણાવવામાં આવ્યું છે કે આગ એટલી ગંભીર હતી કે તેની ગરમી દૂર સુધી અનુભવાઈ રહી હતી. હોટલમાં ઘણા લોકો ફસાયા હોવાના કારણે સ્થાનિક લોકો પણ તરત જ એક્શનમાં આવી ગયા હતા અને તેમણે ઘણા લોકોને હોટલમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

ઇલેક્ટ્રિક સ્કૂટર રિચાર્જિંગ યુનિટમાંથી આગ લાગી હોવાની આશંકા છે

આગની માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડના તમામ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. બચાવ કાર્ય પર નજર રાખવામાં આવી રહી હતી. આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. હૈદરાબાદ પોલીસ કમિશનર સીવી રમનનું એક મોટું નિવેદન પણ સામે આવ્યું છે. તે કહે છે, ‘આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. અમે સિકંદરાબાદ વિસ્તારમાં પાસપોર્ટ ઑફિસની નજીક એક હોટલ વાળી એક બિલ્ડિંગ છે, જેમાં ઇલેક્ટ્રિક સ્કૂટરનું રિચાર્જિંગ યુનિટ છે. જે મારા મતે ખતરનાક અને ગેરકાયદેસર છે.

 

Next Article