કોરોના સામે જંગ: સેનાના નિવૃત મેડિકલકર્મીઓ ફરી પરત આવશે કામ પર, CDS રાવતે PM મોદીને જણાવ્યો સમગ્ર પ્લાન

|

Apr 26, 2021 | 5:31 PM

કોરોના વાઈરસે સમગ્ર દેશમાં કહેર વર્તાવ્યો છે. સતત કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેની વચ્ચે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે (CDS Bipin Rawat) વડાપ્રધાન મોદી (PM Modi)ની મુલાકાત લીધી.

કોરોના સામે જંગ: સેનાના નિવૃત મેડિકલકર્મીઓ ફરી પરત આવશે કામ પર, CDS રાવતે PM મોદીને જણાવ્યો સમગ્ર પ્લાન

Follow us on

કોરોના વાઈરસે સમગ્ર દેશમાં કહેર વર્તાવ્યો છે. સતત કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેની વચ્ચે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે (CDS Bipin Rawat) વડાપ્રધાન મોદી (PM Modi)ની મુલાકાત લીધી. તેમને કોરોના મહામારી સામે લડવા માટે સશસ્ત્ર દળો તરફથી કરવામાં આવી રહેલી તૈયારીઓ અને ઓપરેશનની સમીક્ષા કરી. આ જાણકારી વડાપ્રધાન કાર્યાલય તરફથી આપવામાં આવી છે.

 

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

 

CDS જનરલ બિપિન રાવતે વડાપ્રધાન મોદીને મળીને જણાવ્યું કે છેલ્લા 2 વર્ષમાં સેનામાંથી નિવૃત થયેલા તમામ મેડિકલકર્મીઓને (જેમને વીઆરએસ લીધું હોય અથવા નોર્મલ રિટાયર થયા હોય) તેમના ઘરની નજીક કોવિડ સેન્ટરોમાં સેવા આપવા માટે પરત બોલાવવામાં આવી રહ્યા છે. રાવતે જણાવ્યું કે સેનાની તમામ સંસ્થાઓમાં ઉપલબ્ધ ઓક્સિજન સિલિન્ડર કોવિડ હોસ્પિટલોને આપવામાં આવશે.

 

 

પીએમઓ તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું કે CDS રાવતે વડાપ્રધાન મોદીને જણાવ્યું કે તે મોટી સંખ્યામાં તબીબી સુવિધાઓ તૈયાર કરી રહ્યા છે અને જ્યાં સંભવ છે, ત્યાં મિલિટ્રી મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. વડાપ્રધાને ભારત અને વિદેશોમાં ઓક્સિજન અને અન્ય આવશ્યક વસ્તુઓના પરિવહન માટે ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવી રહેલા અભિયાનોની પણ સમીક્ષા કરી.

 

 

હોસ્પિટલમાં ડોક્ટરોની મદદ માટે નર્સિગ સ્ટાફને કરવામાં આવી રહ્યો છે તૈનાત

વડાપ્રધાન મોદીએ CDS જનરલ રાવતની સાથે તે વાત પર પણ ચર્ચા કરી કે સેન્ટ્રલ અને સ્ટેટ લશ્કરી કલ્યાણ બોર્ડમાં વિવિધ મથકો પર અને વિવિધ ચેમ્બરોમાં નિયુક્ત અધિકારીઓને દૂરના વિસ્તારો સહિત મહત્તમ હદ સુધી પહોંચીને કોર્ડિનેટ કરવામાં સૂચના આપી શકાય છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતે વડાપ્રધાન મોદીને જણાવ્યું કે હોસ્પિટલોમાં ડોક્ટરોની મદદ માટે મોટી સંખ્યામાં નર્સિગ સ્ટાફને તૈનાત કરવામાં આવી રહ્યો છે. કમાન્ડ, કોર, ડિવિજન અને નૌકાદળ અને વાયુસેનાના સમાન મુખ્યાલયોમાં તૈનાત તમામ મેડિકલ ઓફિસર હોસ્પિટલમાં તૈનાત કરવામાં આવશે.

 

 

દેશમાં કોરોનાના કેસના આંકડા

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3,52,991 નવ કેસ સામે આવ્યા છે. ત્યારબાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1,73,13,163 થઈ ગઈ, જ્યારે હાલમાં 28 લાખથી વધુ દર્દી સારવાર હેઠળ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે. કોરોના સંક્રમણથી 2,812 લોકોના મોત બાદ મૃતકોની સંખ્યા વધીને 1,95,123 થઈ છે.

 

આ પણ વાંચો: Madras High Court : ચૂંટણીપંચ પર ચાલે હત્યાનો કેસ, તેને કારણે જ થયો કોરોના વિસ્ફોટ

Next Article