
દેશ ને આઝાદ થયાને બસ બે જ મહિના થયા હતા. એ દરમિયાન એક વિમાન પાકિસ્તાન જઈ રહ્યું હતું. આ કોઈ સામાન્ય વિમાન નહોતું. આ વિમાનના પાછળના ભાગમાં હીરા-ઝવેરાતથી ભરેલા ડબ્બા મૂકેલા હતા. વિમાનની અંદર કેટલાક કલાકારો બેઠા હતા અને આગળની સીટ પર એક નવાબ પોતાની બેગમો સાથે બેઠા હતા. પરંતુ સૌથી અલગ વાત એ હતી કે આ વિમાનમાં જ્વેલરીના ડબ્બાઓની સાથે સેંકડો કુતરા પણ બેઠા હતા. જી હાં સેંકડો કૂતરા… પણ એનાથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે જ્યારે આ વિમાન પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર ઉતર્યું ત્યારે નવાબ પોતાના બધા કુતરાઓને સાથે લાવ્યા હતા. પણ તે પોતાની બે બેગમોને ભારતમાં જ ભૂલી ગયા હતા. બેગમો કરતાં નવાબને પોતાના કૂતરાઓ સાથે વધુ પ્રેમ હતો. આ નવાબ હતા નવાબ મહોબત્ત ખાન બાબી. 1890માં નવાબ મહોબત્ત ખાન જુનાગઢના ત્રીજા નવાબ બન્યા જુનાગઢના નવાબ મહોબત્ત ખાન અફઘાનિસ્તાનના બાબી કુળમાંથી આવે છે આથી તેને મહોબત્ત ખાન બાબી તરીકે ઓળખવામાં આવે છે. આ કુળ મુઘલોનું ખૂબ વફાદાર...
Published On - 9:50 pm, Mon, 24 February 25