ભારતીય કિસાન યુનિયનના સમર્થનમાં મુઝફ્ફરનગર મહાપંચાયતમાં ખેડૂતો ઉમટયા

|

Jan 30, 2021 | 7:41 AM

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાની વિરૂદ્ધમાં દિલ્હી ઉત્તર પ્રદેશ સરહદ પર ભારતીય કિસાન યુનિયનના નેતુત્વમાં થઈ રહેલા પ્રદર્શનમાં હજારો ખેડૂતો શુક્રવારે મુઝફ્ફરનગરમાં એક મહાપંચાયતમાં સામેલ થયા હતા.

ભારતીય કિસાન યુનિયનના સમર્થનમાં મુઝફ્ફરનગર મહાપંચાયતમાં ખેડૂતો ઉમટયા
File Photo

Follow us on

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાની વિરૂદ્ધમાં દિલ્હી ઉત્તર પ્રદેશ સરહદ પર ભારતીય કિસાન યુનિયનના નેતુત્વમાં થઈ રહેલા પ્રદર્શનમાં હજારો Farmers  શુક્રવારે મુઝફ્ફરનગરમાં એક મહાપંચાયતમાં સામેલ થયા હતા. ગાજીપુરમાં બીકેયુ નેતા રાકેશ ટીકેતના રડવાના અને બે મહિનાથી પ્રદર્શન કરી રહેલા Farmers ને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા દુર કરવાની આશંકા બાદ પશ્ચિમ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ભારે સંખ્યામાં લોકો એકત્ર થઈ રહ્યા છે. તેમની ભાવનાત્મક અપીલ ટેલીવિઝનના કેમેરો અને અન્ય મીડિયામાં કેદ થયા હતા. તેની બાદ ગાજીપુરના યુપી ગેટ તરફ લોકો રવાના થયા અને ત્યાં ભીડ એકત્ર થવા લાગી છે.

ગાજીપુરમાં ગુરૂવારની ઘટના બાદ મહાપંચાયતમાં બોલાવનારા રાકેશ ટીકેતના ભાઈ નરેશ ટીકેતએ ભીડને દિલ્હી બોર્ડર તરફ કુચ કરવા માટે કહ્યું હતું, જે 100 કિલોમીટર દુર છે. તેમજ તેમણે ખેડૂતોએ તે સ્થળે શાંતિપૂર્ણ રીતે જવા માટે અપીલ કરી હતી. તેમન નાના-નાના સમૂહોમાં લોકો ત્યાં સુધી પહોંચ્યા હતા. જેમાં મહાવીર ચોકથી જીઆઈસી મેદાન ખીચોખીચ ભરેલું હતું. લોકો ગાજીપુર યુપી ગેટ પર પ્રદર્શનના સમર્થન માટે એકત્ર થઈ રહ્યા છે. શહેરના રોડ પર અનેક ટ્રેક્ટરો પર તિરંગો અને કિસાન સંગઠનોમાં ઝંડા લહેરાતા હતા. જેના લીધે પરિવહનમાં મુશ્કેલી ઉભી થઈ છે.

મુઝફ્ફરનગર સંમેલનમાં અજીત સિંહના પુત્ર જયંત ચૌધરીએ કહ્યું કે લાઠીથી દેશ ચાલી શકે નહી તેમજ સરકાર પર એક વિશ્વાસ હોય છે જે તેણે ગુમાવી દીધો છે. તેમને મહાપંચાયત સામેલ થવા પર પૂછેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે મારા પરિવારનો ઈતિહાસ છે તેમણે ખેડૂતો માટે કામ કર્યું છે. ખેડૂતો આજકાલ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

Published On - 7:40 am, Sat, 30 January 21

Next Article