Farmers Protest: સંયુક્ત કિસાન મોરચા કેન્દ્ર સાથે વાત કરશે, MSP અને કેસ પાછા ખેંચવા પર સરકાર સાથે ચર્ચા માટે 5 નામ નક્કી કર્યા

|

Dec 04, 2021 | 5:30 PM

સંયુક્ત કિસાન મોરચાએ ભારત સરકાર સાથે વાત કરવા માટે 5 સભ્યોની સમિતિની રચના કરી છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું કે SKMની આગામી બેઠક 7 ડિસેમ્બરે યોજાશે.

Farmers Protest: સંયુક્ત કિસાન મોરચા કેન્દ્ર સાથે વાત કરશે, MSP અને કેસ પાછા ખેંચવા પર સરકાર સાથે ચર્ચા માટે 5 નામ નક્કી કર્યા
Rakesh Tikait ( File photo)

Follow us on

સંયુક્ત કિસાન મોરચાએ (Samyukta Kisan Morcha) ભારત સરકાર સાથે વાત કરવા માટે 5 સભ્યોની સમિતિની (Five Member Committee) રચના કરી છે. આ સમિતિ કેન્દ્ર સરકાર સાથે વાત કરવા માટે અધિકૃત હશે. આ સમિતિમાં જે પાંચ ખેડૂતોને સભ્ય બનાવવામાં આવ્યા છે તેમના નામ છે બલબીર સિંહ રાજેવાલ, શિવ કુમાર કક્કા, ગુરનામ સિંહ ચારુની, યુદ્ધવીર સિંહ અને અશોક ધવલે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) જણાવ્યું કે SKMની આગામી બેઠક 7 ડિસેમ્બરે યોજાશે.

સંયુક્ત કિસાન મોરચા (SKM) એ શનિવારે સિંઘુ સરહદ પર ખેડૂતોના આંદોલનના ભાવિ પર ચર્ચા કરવા માટે એક બેઠક યોજી હતી. આ બેઠક બપોરે પૂરી થઈ હતી, જેમાં સરકાર સાથે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) અંગે ચર્ચા કરવા માટે 5 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. આ પહેલા આજે ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, ‘અમે નક્કી કરીશું કે આંદોલન કેવી રીતે આગળ વધશે અને સરકારો સાથે વાતચીત કેવી રીતે આગળ વધવી જોઈએ.’

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

બેઠકમાં ખેડૂતોની માંગણીઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી
આ બેઠકમાં આંદોલનકારી ખેડૂતોની પડતર માંગણીઓ પર પણ વિચારણા કરવામાં આવી હતી. તેમાં પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાનૂની ગેરંટી, ખેડૂતો સામેના કેસ પાછા ખેંચવા, આંદોલન દરમિયાન જીવ ગુમાવનારા ખેડૂતોના પરિવારોને વળતરનો સમાવેશ થાય છે.

SKM કોર કમિટીના સભ્ય દર્શન પાલે બેઠક પહેલા કહ્યું હતું કે, ‘કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી કોઈ ઔપચારિક ખાતરી ન મળવાને કારણે ખેડૂતોને તેમની પડતર માંગણીઓ માટે સંઘર્ષ કરવાની ફરજ પડી છે. પીએમ નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં આંદોલન પાછું ખેંચવા માટે 6 મુખ્ય માંગણીઓ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો નથી. આ સ્થિતિમાં ખેડૂતોને આંદોલન ચાલુ રાખવાની ફરજ પડી રહી છે.

 

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ​​ઉત્તરાખંડમાં 18,000 કરોડ રૂપિયાના વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

આ પણ વાંચો : કલમ 370 પુનઃસ્થાપિત કરવાની ઓમર અબ્દુલ્લાની માગ પર અમિત શાહે કહ્યું- આ કલમ 75 વર્ષથી લાગુ હતી, તો પછી શાંતિ કેમ ન હતી ?

Next Article