Farmers Protest: 1,178 એકાઉન્ટ્સને બ્લોક કરવા મોદી સરકારની ટ્વિટરને નોટિસ

|

Feb 08, 2021 | 11:44 AM

કેન્દ્રએ માઇક્રો-બ્લોગિંગ દિગ્ગજને નવી સૂચના આપી છે. જેમાં 1,178 એકાઉન્ટ્સને બ્લોક કરવાનું કહેવામાં આવ્યું છે.

Farmers Protest: 1,178 એકાઉન્ટ્સને બ્લોક કરવા મોદી સરકારની ટ્વિટરને નોટિસ

Follow us on

ખેડૂત આંદોલન અંગે ટ્વિટર પર થયેલા ઘણા ટ્વિટ બાદ વિવાદ સર્જાયો હતો. જેમાં વિદેશી હસ્તીઓએ પણ ખેડૂત આંદોલન અંગે ભારત સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા. આ વિવાદ હજુ ચર્ચામાં છે. આ દરમિયાન કેન્દ્રએ માઇક્રો-બ્લોગિંગ દિગ્ગજને નવી સૂચના આપી છે. જેમાં 1,178 એકાઉન્ટ્સને બ્લોક કરવાનું કહેવામાં આવ્યું છે. જણાવવામાં આવ્યું છે કે આ એવા ખાતા છે જે ખાલિસ્તાન સાથે સંકળાયેલા છે અથવા પાકિસ્તાન દ્વારા જેને સમર્થન મળ્યું છે.

MHA અને સુરક્ષા એજન્સીઓની સલાહ બાદ ઉઠયા આ પગલા

257 હેન્ડલ્સ સિવાય, આ એકાઉન્ટ્સને પહેલા બંધ કરવાની કેન્દ્રની માંગ છે. સૂત્રો એ જણાવ્યું કે નોટિસ ગુરુવારે જારી કરવામાં આવી હતી, પરંતુ ટ્વિટર હજુ સુધી આઇટી એક્ટની કલમ 69 એ હેઠળ જારી સૂચનોનું પાલન કરી શક્યું નથી. સૂત્રોએ જણાવ્યું છે કે આઇટી મંત્રાલય દ્વારા નવી માંગ કરવામાં આવી છે. આનું કારણ છે કે આ બાબતે MHA અને સુરક્ષા એજન્સીઓની સલાહ મળી છે. ટ્વિટરના પ્રવક્તાએ આ મુદ્દે કોઈ જવાબ આપ્યો નથી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

એક સૂત્ર એ કહ્યું કે “જે એકાઉન્ટ ખાલીસ્તાન સમર્થક કે પાકિસ્તાન તરફેણમાં તેમજ જે વિદેશના ક્ષેત્રોથી સંચાલિત થઇ રહ્યા છે એમને બ્લોક કરવા માટેની અરજી કરવામાં આવી છે. આ એકાઉન્ટ કિસાન વિરોધ પ્રદર્શન અંગે ખોટી સૂચના અને ભડકાવનાર માહિતી પીરસી રહ્યા છે.”

ટ્વિટરને ચેતવણી

સરકારનો વિચાર છે કે રોકવામાં આવતા ખાતાઓ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ નુકશાન કારક છે. તે દેશના કેટલાક ભાગોમાં ચાલી રહેલા કિસાન અંદોલનમાં “સાર્વજનિક વ્યવસ્થા માટે જોખમ ઉભું કરવાની” ક્ષમતા રાખે છે છે. સરકારે ટ્વિટરને ચેતવણી આપી છે કે તેના અધિકારીઓ સાત વર્ષ સુધીની જેલની સજા થઇ શકે છે. અને કંપનીને આદેશોનું પાલન ના કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.

ટ્વિટર અદાલતમાં અપીલ ફાઇલ કરવા સ્વતંત્ર
ટ્વિટરે કહ્યું હતું કે તેણે મોટાભાગના ખાતાઓને અવરોધિત કરવાનું નક્કી કર્યું છે કારણ કે તેમના દ્વારા કરાયેલા ટ્વીટ્સ અધૂરા અને કિસાન આંદોલન જેવી બાબતોથી સંબંધિત છે. આઇટી મંત્રાલય સ્પષ્ટપણે સહમત નહોતું.

પહેલી સૂચિમાં જે 257 એકાઉન્ટ્સને બ્લોક કરાયા હતા (ModiPlanning-FarmerGenocideથી સંબંધિક કિસાન વિરોધ) બાદમાં તેમાંથી ઘણાને અનબ્લોક કરવામાં આવ્યા હતા. આ બાબતે આઈટી મંત્રાલયે નારાજગી વ્યક્ત કરી હતી. જેનું નેતૃત્વ રવિશંકર પ્રસાદે કર્યું હતું. ત્યાર બાદ કંપનીને વિગતવાર નોટિસ મોકલાવી અને તેમના હુકમોનું પાલન કરવાનું કહ્યું. સરકારને લાગે છે કે જો તે આ ચુકાદાથી સંમત ન હોય તો ટ્વિટર અદાલતમાં તેની કાર્યવાહી સામે અપીલ દાખલ કરવા માટે સ્વતંત્ર છે.

Next Article