Farmers Protest: સિંઘુ બોર્ડર પર ઉભા રહેશે નિહંગ શીખ, પંચાયત બાદ કહ્યું- 80 ટકા લોકો નથી ઈચ્છતા કે અમે પીછેહઠ કરીએ

|

Oct 28, 2021 | 6:52 AM

નિહંગોએ દાવો કર્યો હતો કે 80 ટકા લોકો અમારી કુંડલી બોર્ડર પર ઊભા રહેવાના પક્ષમાં છે અને હવે અમે ત્રણ કૃષિ કાયદા રદ થયા પછી જ અહીંથી નીકળીશુ.

Farmers Protest: સિંઘુ બોર્ડર પર ઉભા રહેશે નિહંગ શીખ, પંચાયત બાદ કહ્યું- 80 ટકા લોકો નથી ઈચ્છતા કે અમે પીછેહઠ કરીએ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Farmers Protest: સિંઘુ બોર્ડર પર લખબીર સિંહ હત્યા કેસ (Lakhbir Singh Murder Case) બાદ ખેડૂતોના વિરોધમાં નિહંગ શીખોની હાજરી પર સવાલો ઉઠી રહ્યા છે. ખેડૂત આગેવાનોએ ખેડૂત આંદોલન (Farmers Protest) સાથે નિહંગ શીખો (Nihang Sikh) ના જોડાણનો પણ ઇનકાર કર્યો હતો. આ મુદ્દે આજે એટલે કે બુધવારે સોનેપત કુંડલી બોર્ડર (Kundali Border) પર નિહંગ જથેબંધીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે નિહંગો સિંઘુ બોર્ડર પર ઉભા રહેશે.

નિહંગોએ દાવો કર્યો હતો કે 80 ટકા લોકો અમારી કુંડલી બોર્ડર પર ઊભા રહેવાના પક્ષમાં છે. અને હવે અમે ત્રણ કૃષિ કાયદા રદ થયા પછી જ અહીંથી નીકળીશું. તેની સાથે જ તેને સમર્થન આપતી 12 સંસ્થાઓ પણ આ નિર્ણયના પક્ષમાં છે. જણાવવામાં આવ્યું હતું કે 17 ઓક્ટોબરથી આ મુદ્દે ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી જનમત યોજવામાં આવ્યો હતો. જેમાં લોકોના સૂચનો આવ્યા અને સામેથી પાછા ન જવાની સલાહ આપી.

સિંઘુ બોર્ડર પર લખબીર સિંહની નિર્દયતાથી હત્યા
15 ઓક્ટોબરે સિંઘુ બોર્ડર પર 35 વર્ષીય યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. નિહંગો પર હત્યાનો આરોપ હતો. આ આખા મામલામાં સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો પર વાયરલ થયેલા એક વીડિયોમાં નિહંગ દાવો કરી રહ્યો હતો કે આ વ્યક્તિને એક ષડયંત્ર હેઠળ અહીં મોકલવામાં આવ્યો હતો. કોઈએ તેને પૈસા આપીને સિંઘુ બોર્ડર પર મોકલી દીધો હતો. જેણે પણ મોકલ્યો હતો તેણે પૂરી તાલીમ સાથે મોકલ્યો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

વીડિયોમાં નિહંગ એવો પણ દાવો કરી રહ્યો છે કે તે વ્યક્તિએ અહીં પવિત્ર ધાર્મિક પુસ્તકને અપમાનિત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ આરોપ છે કે વ્યક્તિનો હાથ કાપીને બેરિકેડ સાથે લટકાવવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે કેટલાક નિહંગોને પણ કસ્ટડીમાં લીધા છે. આ સમગ્ર મામલે ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં નિહંગ અનેક દાવા કરી રહ્યા હતા.

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 28 ઓક્ટોબર: તમારા કામ પ્રત્યેનો તમારો ઉત્સાહ અને જુસ્સો તમને અદ્ભુત સફળતા અપાવશે, પ્રેમીઓ માટે ખુશ ખબર

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મકર 28 ઓક્ટોબર: સંતાન સંબંધિત સમસ્યાનો ઉકેલ મળવાથી ચિંતા દૂર થશે, ઘરમાં શુભ પ્રસંગનું થશે આયોજન

Next Article