Farmer Protest End: સિંધુ બોર્ડર પર ખેડૂતોનું આંદોલન સ્થગિત થયુ, ટિકૈતે કહ્યુ, ”માગણીઓ નહીં સંતોષાય તો આંદોલન ફરી શરુ થશે”

|

Dec 09, 2021 | 5:31 PM

યુનાઇટેડ કિસાન મોરચા (SKM)ની બેઠક બાદ ખેડૂતોના આંદોલનને સમાપ્ત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતો 11 ડિસેમ્બર સુધીમાં દિલ્હી બોર્ડરને ખુલ્લી કરી દેશે. ગુરુવારે સવારે સરકાર તરફથી સત્તાવાર પત્ર મળ્યા બાદ ગુરુવારે બપોરે ખેડૂતોની બેઠક યોજાઈ હતી, જે બાદ ખેડૂતોનું આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી છે.

Farmer Protest End: સિંધુ બોર્ડર પર ખેડૂતોનું આંદોલન સ્થગિત થયુ, ટિકૈતે કહ્યુ, માગણીઓ નહીં સંતોષાય તો આંદોલન ફરી શરુ થશે
Farmer's agitation completed

Follow us on

સિંધુ બોર્ડર પર ખેડૂતોનું આંદોલન(Farmer Protest)  સ્થગિત થયુ છે. અમારી સહયોગી ચેનલ ટીવી 9 ભારતવર્ષ સાથે વાતચીતમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે(Rakesh Tikait)જણાવ્યુ કે આંદોલન પૂર્ણ નહીં પણ સ્થગિત થયુ છે.જે ખેડૂતોને ઘરે જવુ હોય તે ઘરે જઇ શકે છે. તેમણે જણાવ્યુ કે કાલે સૈનિકો(Soldiers)ના અંતિમ સંસ્કાર છે. શોકના આ સમયમાં અમે સેૈનિકોની સાથે છે. તેમણે કહ્યુ કે  15 જાન્યુઆરીએ ફરી  SKMની બેઠક થશે.

માગણીઓ નહીં સંતોષાય તો આંદોલન ફરી શરુ થશે

આંદોલન સમાપ્ત થયા બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે TV9 Bharatvarsh સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ગઈકાલે હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા જવાનોના સન્માનમાં અમે સરહદ પર રહીશું અને દેશ સાથે સંવેદના વ્યક્ત કરીશું. આ પછી, 11 ડિસેમ્બર સુધીમાં અમે પરત ફરીશું. અમે શહીદ ખેડૂતોના પરિવારોને મળવા પણ જઈશું. ટિકૈતે વધુમાં કહ્યું કે, આંદોલનને હાલ પૂરતું સ્થગિત કહેવું જોઈએ કારણ કે જો માંગણીઓ નહીં સંતોષાય તો તે ફરી શરૂ થઈ શકે છે.

ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢુનીએ પત્રકાર પરિષદમાં કહ્યું- અમે આ આંદોલન મુલતવી રાખ્યું છે અને દર મહિને સમીક્ષા થશે. 15 જાન્યુઆરીએ બેઠક છે, જો સરકાર પોતાના નિવેદન પર આમ તેમ થશે તો અમે પણ આંદોલન કરીશું. સંકલન સમિતિના સભ્ય હનાન મૌલાએ કહ્યું કે આઝાદી પછીનું આ સૌથી મોટું અને શાંતિપૂર્ણ લોકતાંત્રિક આંદોલન છે. અમે માત્ર કોઈ જ્ઞાતિના ખેડૂતો નથી. આ લડાઈ અન્ય મુદ્દાઓ પર પણ ચાલુ રહેશે, હવે ઘણા સુધારાની લડાઈ ચાલુ રહેશે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

ખેડૂત નેતા અશોક ધવલેએ કહ્યું- આજે એક ઐતિહાસિક ખેડૂત આંદોલનની જીત છે, 75 વર્ષમાં આવું આંદોલન આખી દુનિયામાં થયું નથી. આ કાયદા ખેડૂતોની વિરુદ્ધ અને કોર્પોરેટ્સની તરફેણમાં હતા. આ આંદોલન સમાપ્ત થયું નથી, તે મુલતવી રાખવામાં આવ્યું છે. વચનો પૂરા ન થાય ત્યાં સુધી. તમામ ખેડૂતો એક વર્ષ સુધી અલગ-અલગ સરહદો પર અટવાયા, દરેક મોસમનો સામનો કર્યો, તે આખા દેશનું આંદોલન હતું, બધાનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન, આ એક મોટી જીત છે. હજુ પણ તમામ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી, એમએસપી દેવા મુક્તિ, પાક વીમો, આદિવાસીઓનો પ્રશ્ન હજુ પણ છે. બાદમાં વધુ તાકાતથી લડીશું, તેથી 15 જાન્યુઆરીએ દિલ્હીમાં બેઠક રાખવામાં આવી છે.

 

દિલ્હી બોર્ડર પર આંદોલન હાલ પુુરતુ બંધ

હરિયાણા સરકારે ખેડૂતોને વળતર તરીકે 5 લાખની મદદ કરવા અને કેસ પાછો ખેંચવા માટે પણ સંમતિ દર્શાવી છે. કેન્દ્ર સરકારે પણ તમામ કેસ પાછા ખેંચવા માટે સંમતિ દર્શાવી છે. કેન્દ્રએ એમએસપી સમિતિમાં માત્ર મોરચાના નેતાઓને રાખવા માટે પણ સંમતિ દર્શાવી છે. આ સાથે 377 દિવસથી દિલ્હી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે.

પરત આવતા ખેડૂતો પર પુષ્પવર્ષા કરવામાં આવશે

હરિયાણા SKMના નેતાઓએ કહ્યું કે આવતીકાલે સીડીએસ બિપિન રાવતના અંતિમ સંસ્કાર છે, તેથી અમે વિજયની ઉજવણી નથી કરી રહ્યા પરંતુ 11 ડિસેમ્બરે અમે ધામધૂમથી પરત ફરીશું. તેમણે કહ્યું કે હરિયાણા અને યુપીમાં ઘરે પરત ફરતા ખેડૂતોનું ફૂલોની વર્ષા કરીને સ્વાગત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ SURAT : અત્યારસુધી 70 હજાર લોકોએ ફ્રી તેલનો લાભ લઇ વેકસિન લીધી, આગામી અઠવાડિયે પાલિકા વેકસીનેશન ઝુંબેશ તેજ બનાવશે

આ પણ વાંચોઃ RRB Group D Exam: 23 ફેબ્રુઆરીથી RRB ગ્રુપ Dની પરીક્ષા, જાણો ક્યારે અને કેવી રીતે મેળવશો પ્રવેશપત્ર

 

 

Published On - 2:22 pm, Thu, 9 December 21

Next Article