વાહ, Farmer હોય તો આવો, દૂધ વેચવા માટે લીધું આટલા કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર

|

Feb 17, 2021 | 11:12 AM

દુનિયાના બધા લોકોને અલગ-અલગ પ્રકારના શોખ હોય છે. પરંતુ આજકાલ મહારાષ્ટ્રના એક શખ્સ અજીબ કારણને લઈને ચર્ચામાં આવ્યો છે.

વાહ, Farmer હોય તો આવો, દૂધ વેચવા માટે લીધું આટલા કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર
દુધ વેચવા માટે ખરીદયુ હેલિક્રોપ્ટર

Follow us on

દુનિયાના બધા લોકોને અલગ-અલગ પ્રકારના શોખ હોય છે.પરંતુ આજકાલ મહારાષ્ટ્રના એક શખ્સ અજીબ કારણને લઈને ચર્ચામાં આવ્યો છે. જનાર્દન નામનો શખ્સ ભલે ખેડૂત હોય પરનું તેના ડેરીના વેપારના વધારવા માટે હેલિકોપ્ટર ખરીદ્યું છે. આ હેલિકોપ્ટર ખરીદવા માટે ખેડૂતએ લગભગ 30 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ સાંભળવા થોડું અજીબ છે પરંતુ આ સાચું છે.

મહારાષ્ટ્રના ભિવંડીનો એક ખેડૂત અને ઉદ્યમીએ તેના ડેરી વ્યવસાય માટે 30 કરોડ રૂપિયાના હેલિકોપ્ટરની ખરીદી કરી. જનાર્દન ભોઇર પણ એક બિલ્ડર છે અને તાજેતરમાં ડેરીના ધંધામાં ઝંપલાવ્યું છે. જનાર્દનને આ હેલિકોપ્ટર દેશભરમાં ફરવા અને તેના વ્યવસાયને વધારવા માટે ખરીદ્યું છે.

તેમની યાત્રા સરળ બનાવવા માટે જનાર્દનને 30 કરોડનું હેલિકોપ્ટર ખરીદ્યું છે જેથી તે દેશના વિવિધ ભાગોમાં દૂધ વેચી શકે. જનાર્દને કહ્યું કે, તેમણે ડેરીના વ્યવસાય માટે પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતમાં પ્રવાસ કરવો પડ્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ રાજ્યોના ઘણા વિસ્તારોમાં એરપોર્ટ નથી, તેથી તેઓને ધંધા માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડી. તેથી તેણે મિત્રની સલાહથી હેલિકોપ્ટર ખરીદવાનું નક્કી કર્યું. જનાર્દને કહ્યું કે મારે મારા ધંધા માટે અવારનવાર મુસાફરી કરવી પડી હતી તેથી મેં હેલિકોપ્ટર ખરીદવાનું નક્કી કર્યું.

તેમણે વધુમાં કહ્યું કે મારે તેની ડેરી વ્યવસાય અને ખેતી માટે જરૂરી છે. રવિવારે એક હેલિકોપ્ટરને ટ્રાયલ માટે જનાર્દનના ગામમાં મોકલવામાં આવ્યું હતું. જનાર્દનને તેમના ગામની પંચાયતના સભ્યોને હેલિકોપ્ટરમાં મુસાફરી કરવાની ઓફર કરી.

જનાર્દને 2.5 એકર જમીનમાં હેલિપેડ બનાવ્યું હતું. આ સિવાય હેલિકોપ્ટર, પાઇલટ રૂમ અને ટેક્નિકલ રૂમ માટે ગેરેજ પણ હશે. જનાર્દને કહ્યું કે તેમનું હેલિકોપ્ટર 15 માર્ચે આવશે. જણાવી દઈએ કે જનાર્દન પાસે 100 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. ખેતી અને ડેરી ઉપરાંત જનાર્દનનો રીયલ એસ્ટેટનો વ્યવસાય પણ છે.

ભિવંડી પાસે ઘણી મોટી કંપનીઓના વેરહાઉસ છે, જેમાં મર્સિડીઝ, ફોર્ચ્યુનર, બીએમડબ્લ્યુ, રેન્જ રોવર અને અન્ય મોટી કાર કંપનીઓનો સમાવેશ છે. જનાર્દન પાસે આવા ઘણાં વેરહાઉસ છે જે તેમણે ભાડે આપ્યા છે. જનાર્દન પણ આ વેરહાઉસથી ઘણી કમાણી કરે છે.

Published On - 10:55 am, Wed, 17 February 21

Next Article