Fact Check : કોરોના વેક્સિન લીધા બાદ શરીર પર ચોંટવા લાગે છે વસ્તુઓ, શું છે સત્ય ?

|

Jun 13, 2021 | 2:50 PM

Fact Check : કોરોના સામેની મહામારી સામે એક માત્ર હથિયાર હોયતો તે છે કોરોના રસીકરણ. તો બીજી તરફ દેશમાં કોરોના વેક્સિનને લઈને અફવાઓ પણ વધી ગઈ છે.

Fact Check : કોરોના વેક્સિન લીધા બાદ શરીર પર ચોંટવા લાગે છે વસ્તુઓ, શું છે સત્ય ?
Fact Check

Follow us on

Fact Check : કોરોના સામેની મહામારી સામે એક માત્ર હથિયાર હોય તો તે છે કોરોના રસીકરણ. ( Corona vaccination) દેશભરમાં 1 મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ દેશમાં કોરોના વેક્સિનને લઈને અફવાઓ પણ વધી ગઈ છે.

હાલમાં એવી અફવા ઉડી રહી છે કે વેક્સીન લીધા બાદ શરીરમાં ચુંબકીય શક્તિ આવે છે. જેના કારણે શરીરમાં ચમચી,સિક્કા, મોબાઈલ ચોંટી જાય છે. આ પ્રકારના કેસ ગુજરાતમાં પણ સામે આવ્યા છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

પરંતુ આ મામલે PIB દ્વારા FACT CHECK કરવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, આ પ્રકારની અફવાઓથી દૂર રહો અને કોરોના રસીથી કોઈ ચુંબકીય શક્તિ આવતી નથી. તેથી રસી અવશ્ય લો.

થોડા દિવસ પહેલા મીડિયા દ્વારા રસી ચુંબકીય શક્તિને લઈને ડેમો પણ કર્યો હતો. જેનું પરિણામ હેરાન કરનારું હતું. જે લોકોએ રસી લગાવી હતી અને જેઓએ રસી લગાવી ના હતી તેના શરીર પર સિક્કા સરળતાથી ચોંટી ગયા હતા. તો કોઈના શરીર ઉપર ચાવી પણ ચોંટી ગઈ હતી. પરંતુ જ્યારે શરીર લુછ્યું ત્યારે સિક્કા અને લોખંડની વસ્તુઓ નીચે પડવા લાગી હતી. આ બાદ ડોકટરોએ કહ્યું હતું કે જો આવી ચુંબકીય શક્તિ હોય તો સિક્કા પણ નીચે ના આવે.
આ સાથે જ દાવો કરવામાં આવ્યો હતો કે આવું પરસેવાના કારણે થયું છે, તે સામાન્ય છે. આ તપાસમાં ચુંબકીય શક્તિનો દાવો ખોટો હોવાનું બહાર આવ્યું હતું ડોકટરોએ જણાવ્યું કે રસી મેળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે કોરોના સામે લડવાનો આ એકમાત્ર રસ્તો છે.

Next Article