Fact Check : નિર્મલા સીતારમણે કહ્યું, ’21 હજાર રૂપિયાનું રોકાણ અને દર મહિને મળશે 20 લાખ રૂપિયા’ – જાણો આની પાછળની હકીકત

યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણના નામે એક 'વીડિયો' સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, માત્ર 21 હજાર રૂપિયાનું રોકાણ કરીને દર મહિને 20 લાખ રૂપિયા સુધીની આવક મેળવી શકાય છે.

Fact Check : નિર્મલા સીતારમણે કહ્યું, 21 હજાર રૂપિયાનું રોકાણ અને દર મહિને મળશે 20 લાખ રૂપિયા - જાણો આની પાછળની હકીકત
| Updated on: Aug 19, 2025 | 9:20 PM

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે યુનિયન ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે એક નવું રોકાણ પ્લેટફોર્મ શરૂ કર્યું છે. વીડિયોમાં તો એમ પણ કહેવામાં આવ્યું છે કે, માત્ર 21 હજાર રૂપિયાનું રોકાણ કરીને દર મહિને 20 લાખ રૂપિયા સુધીની આવક મેળવી શકાય છે.

જો કે, પીઆઈબી ફેક્ટ ચેક ટીમે આ દાવાને ખોટો ગણાવ્યો છે. આ વીડિયોનો હેતુ લોકોને છેતરવાનો છે. ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે, માત્ર 21 હજાર રૂપિયાનું રોકાણ કરીને એક દિવસમાં 60 હજાર રૂપિયા અને મહિનામાં લગભગ 10 લાખ રૂપિયા જેટલી કમાણી કરી શકાય છે. આટલું જ નહીં, વીડિયોમાં રોકાણકારોને સ્માર્ટ ટ્રેડિંગ પ્લેટફોર્મ કહીને લલચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

‘QuantumAl’ પ્લેટફોર્મ નિર્મલા સીતારમણના નામે ચાલી રહ્યું છે

વીડિયોમાં, નાણામંત્રી ‘QuantumAl’ નામના રોકાણ પ્લેટફોર્મનો પ્રચાર કરી રહ્યા છે. એવો દાવો કરવામાં આવ્યો કે, લોકો 21 હજાર રૂપિયાનું રોકાણ કરીને દર મહિને 20 લાખ રૂપિયા કમાઈ શકે છે. જો કે, PIB ફેક્ટ ચેક ટીમે સ્પષ્ટપણે કહ્યું છે કે આ વીડિયો ભ્રામક છે.

PIB ફેક્ટ ચેક ટીમે મોટો ખુલાસો કર્યો


પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોની ફેક્ટ ચેક ટીમે સ્પષ્ટ કર્યું છે કે, નાણામંત્રી કે સરકારે આવી કોઈ યોજના શરૂ કરી નથી. આ વીડિયો સંપૂર્ણપણે ડિજિટલ રૂપથી બદલવામાં આવ્યો છે અને ફક્ત સામાન્ય લોકોને છેતરવાના હેતુથી બનાવવામાં આવ્યો છે. સરકારે આવી કોઈ યોજના શરૂ નથી કરી અને ન તો કોઈ આપી છે.

PIB ટીમે લોકોને ચેતવ્યા

PIB ફેક્ટ ચેક ટીમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને લોકોને ચેતવ્યા છે કે, આવા દાવાઓ પર વિશ્વાસ ન કરો. કોઈપણ ઇન્વેસ્ટિંગ પ્લેટફોર્મમાં પૈસા રોકાણ કરતા પહેલા, તેની તપાસ કરો અને ફક્ત વેરીફાઈ તેમજ સત્તાવાર સ્ત્રોત પર વિશ્વાસ કરો.

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. બિઝનેસના વિવિધ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..