Facebook ફ્રેંડને મળવા અમદાવાદથી દેવરિયા પહોચી સગીર, પોલીસે મિત્ર સાથે જ ઝડપી પાડી, જાણો શું હતો આખો મામલો

|

Sep 19, 2020 | 5:25 PM

સોશ્યલ મિડિયાનાં સમયમાં ક્યારે પ્રેમ થઈ જાય છે અને ક્યારે કોઈ પોતાના પ્રેમીને મળવા ઉપડી જાય તે કહી શકાય તેમ નથી. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે અમદાવાદથી કે જ્યાં Facebook પર દોસ્તી થઈ, પછી પ્રેમ, સગીરે સીધી પકડી ટ્રેન અને પહોચી ગઈ ગુજરાતથી દેવરિયા. આ વાતની ખબર પરિવારજનોને પડતા તેમણે ફરિયાદ કરતા અમદાવાદ […]

Facebook ફ્રેંડને મળવા અમદાવાદથી દેવરિયા પહોચી સગીર, પોલીસે મિત્ર સાથે જ ઝડપી પાડી, જાણો શું હતો આખો મામલો
http://tv9gujarati.in/facebook-friend-…r-ne-zadpi-paadi/

Follow us on

સોશ્યલ મિડિયાનાં સમયમાં ક્યારે પ્રેમ થઈ જાય છે અને ક્યારે કોઈ પોતાના પ્રેમીને મળવા ઉપડી જાય તે કહી શકાય તેમ નથી. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે અમદાવાદથી કે જ્યાં Facebook પર દોસ્તી થઈ, પછી પ્રેમ, સગીરે સીધી પકડી ટ્રેન અને પહોચી ગઈ ગુજરાતથી દેવરિયા. આ વાતની ખબર પરિવારજનોને પડતા તેમણે ફરિયાદ કરતા અમદાવાદ પોલીસે તપાસ શરૂ કરી તો ખુલાસો થયો કે આખરે ઘટના બની છે શું. અમદાવાદ પોલીસે સદર કોતવાલી પોલીસની મદદથી સગીર અને તેના પ્રેમીને ઝડપીને અમદાવાદ આવવા રવાના થઈ ગઈ હતી.

દેવરિયાનાં ભીખમપુર રોડનાં રહેવાવાળા છોકરા અને અમદાવાદની સગીર છોકરી વચ્ચે ફેસબુક પર પ્રેમ પાંગર્યો હતો, વોટ્સએપ ચેટીંગ અને પછી મોબાઈલ પર વાતો થવા લાગી, બસ પછી જોવાનું શું હતું પ્રેમનો પરવાન એવો તો ચઢ્યો કે છોકરીએ સીધી અમદાવાદથી ટ્રેન જ પકડી લીધી અને દેવરિયા પોતાના પ્રેમી પાસે પહોચી ગઈ. પોલીસ જ્યારે આ મુદ્દે તપાસ કરવા પહોચી હતી ત્યારે છોકરાએ છોકરીને ઘરથી દુર એક જગ્યા પર રાખી હતી, પરિવારવાળાઓની ફરિયાદનાં આધારે પોલીસે કોલ ડિટેઈલ તપાસવાની શરૂ કરી તો દેવરિયાનં આ યુવક સાથે તેની ચેટીંગની વિગતો બહાર આવી જેને આધારે અમદાવાદ પોલીસે દેવરિયાની પોલીસ પાસે મદદ માગી હતી.

સર્વેલન્સની મદદથી દેવરિયા સદર ચોકી પોલીસે આખરે સગીર છોકરી અને છોકરાને ઝડપી પાડ્યા. ASI પરમેન્દ્રનાં નૈતૃત્વમાં અમદાવાદ પોલીસ દેવરિયા પહોચી ગઈ, આ ટીમમાં મહિલા કોન્સ્ટેબલ સહિત અડધો ડઝન પોલીસ કર્મી પણ સામેલ હતા અને બંને ને લઈને અમદાવાદ પણ આવી ગઈ હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:56 pm, Thu, 27 August 20

Next Article