ચીને અરુણાચલ પ્રદેશના 30 નામોની યાદી જાહેર કરી છે, જેનાથી વિવાદ સર્જાયો છે. અરુણાચલ પ્રદેશના વિવિધ સ્થળોના નામ બદલવાના ચીનના પ્રયાસ વિશે પૂછવામાં આવતા, વિદેશ પ્રધાન એસ જયશંકરે મંગળવારે, ચીનના આ પગલાને મૂર્ખામીભર્યુ પગલું ગણાવ્યું. તેમણે કહ્યું કે ચીન દ્વારા વારંવાર આવું કરવું હજુ પણ મૂર્ખામી છે. જો કે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે અરુણાચલ પ્રદેશ ભારતનો હતો, ભારતનો છે અને હંમેશા રહેશે.
ચીને ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્ય અરુણાચલ પ્રદેશ પર સતત દાવો કરી રહ્યું છે. હાલમાં જ ચીને અરુણાચલ પ્રદેશના અલગ-અલગ ભાગોમાંથી 30 નવા નામોની યાદી જાહેર કરી છે. ચીનના આ પગલાને કારણે વિવાદ સર્જ્યો છે. દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે આ માટે ચીનને સખત ઠપકો આપ્યો હતો.
અરુણાચલ પ્રદેશના વિવિધ સ્થળોના નામ બદલવાના ચીનના પ્રયાસ વિશે પૂછવામાં આવતા, વિદેશ પ્રધાન એસ જયશંકરે મંગળવારે, ચીનના આ પગલાને મૂર્ખામીભર્યુ પગલું ગણાવ્યું. તેમણે કહ્યું કે ચીન દ્વારા વારંવાર આવું કરવું હજુ પણ મૂર્ખામી છે. જો કે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે અરુણાચલ પ્રદેશ ભારતનો હતો, ભારતનો છે અને હંમેશા રહેશે. ચીન પર નિશાન સાધતા વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું કે, મને લાગે છે કે મારો સંદેશ માત્ર દેશમાં જ નહીં પરંતુ દેશની બહારના લોકો સુધી પણ સ્પષ્ટ રીતે પહોંચ્યો હશે.
#WATCH | Ahmedabad: On being asked about China’s attempt to rename places in Arunachal Pradesh, External Affairs Minister Dr S Jaishankar says, “We rightly called it ‘senseless’. Doing it repeatedly is still senseless, so I want to be very clear, Arunachal Pradesh was, is, and… pic.twitter.com/TrRwZdyeiO
— ANI (@ANI) April 2, 2024
દરિયાઈ માર્ગ પર નિર્ભર વેપારી સમુદાય માટે લાંબા ગાળાની યોજના વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિદેશ પ્રધાન જયશંકરે કહ્યું, ‘આ માત્ર ગુજરાતની સમસ્યા નથી, પરંતુ ભારત અથવા સમગ્ર વિશ્વની સમસ્યા છે. રાતા સમુદ્રમાં, બે વસ્તુઓ થઈ રહી છે – એક, કેટલીક શક્તિઓ ડ્રોન અને મિસાઇલો દ્વારા શિપિંગ પર હુમલો કરી રહી છે. બીજું- સોમાલિયામાં ચાંચિયાઓ જહાજોને કબજે કરી રહ્યાં છે કારણ કે તેઓને લાગે છે કે આ તેમના માટે એક તક છે કારણ કે વિશ્વની નજર ડ્રોન અને મિસાઇલો પર છે.
વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું કે અમારા માટે બે ચિંતાઓ છે – પ્રથમ, આપણો વેપાર પશ્ચિમી અરબી સમુદ્ર દ્વારા થાય છે. બીજું, મર્ચન્ટ શિપિંગમાં, આપણા નાગરિકો મોટી સંખ્યામાં છે, અમે ફિલિપાઇન્સ સાથે 1 અથવા 2 નંબર પર હોઈશું. તેથી, જો કોઈ જહાજ પર હુમલો થાય છે, તો તે મોટાભાગના ક્રૂ સભ્યો આપણા નાગરિકો છે અને અમે તેમની સલામતી વિશે ચિંતિત છીએ.