Breaking News : કોલંબોથી મુંબઈ જઈ રહેલા માલવાહક જહાજમાં કેરળના દરિયાકાંઠે થયો વિસ્ફોટ, 50 કન્ટેનર ઉડીને દરિયામાં પડ્યા, 4 ક્રૂ ગુમ

કેરળના દરિયાકાંઠે કોલંબોથી મુંબઈ જઈ રહેલા કન્ટેનર જહાજ MV WAN HAI 503 માં ભયાનક વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટને કારણે જહાજ પરના 4 ક્રૂ સભ્યો ગુમ છે અને 5 ઘાયલ થયા છે. આ વિસ્ફોટ કોચીથી લગભગ 315 કિમી પશ્ચિમમાં થયો હતો. ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ બચાવ કામગીરીમાં જોતરાયા છે. જહાજ પરથી લગભગ 50 કન્ટેનર દરિયામાં ઊડીને પડી ગયા છે. ગુમ થયેલા ક્રૂ સભ્યોની શોધ ચાલુ છે.

Breaking News : કોલંબોથી મુંબઈ જઈ રહેલા માલવાહક જહાજમાં કેરળના દરિયાકાંઠે થયો વિસ્ફોટ, 50 કન્ટેનર ઉડીને દરિયામાં પડ્યા, 4 ક્રૂ ગુમ
| Edited By: | Updated on: Jun 09, 2025 | 6:49 PM

કેરળની દરિયાઈ હદમાં એક મોટો અકસ્માત થયો. કોલંબોથી ન્હાવા શેવા જઈ રહેલા કન્ટેનર ભરેલ વિશાળ જહાજ MV WAN HAI 503 માં મોટો વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ કોચીથી લગભગ 315 કિમી પશ્ચિમમાં જહાજના અંડર ડેક (નીચલા ભાગ) માં થયો હતો. અકસ્માત બાદ જહાજના 4 ક્રૂ સભ્યો ગુમ થયા છે, જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. કુલ 22 ક્રૂ સભ્યો જહાજ પર હતા. જહાજ વિવિધ ચીજવસ્તુઓના કન્ટેનરથી ભરેલું હતું.

ક્રૂ મેમ્બર્સને બચાવવાના પ્રયાસો ચાલુ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જહાજ પર રાખેલા 50 કન્ટેનર વિસ્ફોટને કારણે ઉડીને દરિયામાં પડી ગયા હતા. જહાજ પર 600 થી વધુ કન્ટેનર રાખવામાં આવ્યા છે. નૌકાદળ અને કોસ્ટ ગાર્ડના જહાજો ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી સ્પષ્ટ નથી, પરંતુ શંકા છે કે જહાજમાં રાખવામાં આવેલા કોઈ કન્ટેનરની અંદર ભયાનક વિસ્ફોટ થયો હશે.

બચાવ કામગીરી શરૂ

આ દરમિયાન, ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એ તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય માટે કામગીરી શરૂ કરી દીધી છે. કોસ્ટ ગાર્ડનું ડોર્નિયર એરક્રાફ્ટ (CGDO) પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મોકલવામાં આવ્યું છે. આ સાથે, કોસ્ટ ગાર્ડના ત્રણ જહાજો ICGS રાજદૂત (ન્યૂ મેંગલોરથી), ICGS અર્ન્વેશ (કોચીથી), ICGS સચેત (અગાટીથી) ને પણ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.

જહાજ પરના બાકીના ક્રૂ મેમ્બર સુરક્ષિત

કોસ્ટ ગાર્ડે કહ્યું છે કે ગુમ થયેલા લોકોને શોધવા અને ઘાયલોને પ્રાથમિક સારવાર આપવા માટે ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. જહાજ પરના બાકીના ક્રૂ સભ્યો હાલમાં સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. કોસ્ટ ગાર્ડ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. રાહત જહાજો અને વિમાનો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

દેશના વિભિન્ન પ્રાંતના સમાચાર જાણવા માટે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.

Published On - 4:00 pm, Mon, 9 June 25