1 જુલાઈ સુધી નહીં વધે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું, એરિયરનો પણ નહીં મળે લાભ

|

Apr 23, 2021 | 9:47 PM

મોંઘવારી ભથ્થાને લઈ સરકાર તરફથી નવું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ 1 જુલાઈ 2021 સુધી નહીં વધારવામાં આવે.

1 જુલાઈ સુધી નહીં વધે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું, એરિયરનો પણ નહીં મળે લાભ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

મોંઘવારી ભથ્થાને લઈ સરકાર તરફથી નવું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ 1 જુલાઈ 2021 સુધી નહીં વધારવામાં આવે. તેમને જૂના દરો પર જ મોંઘવારી ભથ્થાનો લાભ મળશે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેશનર્સને 17 ટકાનું મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે.

 

આ પહેલા નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે 1 જુલાઈ 2021થી કેન્દ્રીય કર્મચારીઓ અને પેશનર્સ માટે મોંઘવારી ભથ્થાંને અપડેટ કરવામાં આવશે. હાલમાં 1 જાન્યુઆરી 2020થી તેને વધારવામાં આવ્યું નથી. સરકારે તે પણ કહ્યું કે 1 જાન્યુઆરી 2020થી લઈ 30 જૂન 2021 સુધીની કોઈ બાકી રકમ મળશે નહીં. એટલે કે આ કર્મચારીઓને એરિયરનો લાભ મળશે નહીં.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

1 જુલાઈથી મોંઘવારી ભથ્થું વધવાનો ફાયદો 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખથી વધારે પેશનર્સને મળશે. અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કહ્યું હતું કે 1 જુલાઈ 2021થી મોંઘવારી ભથ્થાના ભવિષ્યના હપ્તાને આપવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. તેનાથી કેન્દ્રીય સરકારી કર્મચારીઓના વેતનમાં વધારો થશે.

 

હાલમાં 17 ટકા છે મોંઘવારીભથ્થું

હાલમાં ડિયરનેસ એલાઉન્સ 17 ટકા છે, જેનાથી 1 જુલાઈ 2021થી વધી 28 ટકા કરવાની વાત ચાલી રહી હતી. મોંઘવારી ભથ્થાની ગણતરી બેસિક સેલરીના આધાર પર કરવામાં આવે છે. ટ્રાવેલ એલાઉન્સ પણ ડિયરનેસ એલાઉન્સની સાથે સાથે વધે છે. ત્યારે DA વધવા પર TA પણ વધી જશે. DA અને TA વધવાના કારણે કેન્દ્રીય કર્મચારીઓ માટે એલાઉન્સનો ભાગ વધી જશે અને તેમની નેટ CTC વધી જશે.

 

સેલરીમાં કેવી રીતે થશે વધારો?

7માં પગાર પંચના નિયમો મુજબ એક કેન્દ્રીય સરકારી કર્મચારીના વેતનને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. જેમાં તેમની મૂળ સેલરી, ભથ્થું સામેલ હોય છે. નેટ સીટીસી એક કેન્દ્ર સરકારનો કર્મચારી છે, જે 7મો સીપીસી ફિટમેન્ટ ફેક્ટર છે અને તમામ ભથ્થાઓ દ્વારા ગુણાકાર મૂળભૂત પગારની રકમ છે. નેટ સીટીસી જાણવા માટે બેસિક સેલરીનો ફિટમેન્ટ ફેક્ટરથી ગુણાકાર કરવો પડે છે. ત્યારબાદ મળનારા એલાઉન્સને એડ કરવામાં આવે છે.

Next Article