ભારતીય મૂળના એક અમેરિકનનો દાવો : EVM હૅકિંગ સાથે જોડાયેલા છે ગોપીનાથ મુંડેના મોતના રાઝ, હૅકિંગમાં રિલાયંસનો હાથ હોવાનો દાવો, સપા, બસપા, આપ, કૉંગ્રેસ પણ ઈવીએમ સાથે છેડછાડમાં સામેલ

|

Jan 21, 2019 | 3:22 PM

ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) વિશે ભારતીય મૂળના અમેરિકન નાગરિક અને ઈવીએમ એક્સપર્ટ SYED SUJAએ લંડનમાં સોમવારે પ્રેસ કૉન્ફરન્સ કરી. SUJAએ દાવો કર્યો કે લોકસભા ચૂંટણી 2014માં ઈવીએમ ટેમ્પરિંગ કરી મોટી ગરબડ કરાઈ હતી. તેણે દાવો કર્યો કે ગોપીનાથ મુંડેનું અકસ્માતમાં મોત નહોતું થયું, પણ તે હત્યા હતી, કારણ કે તેઓ ઈવીએમ હૅકિંગ વિશે જાણતા હતાં. […]

ભારતીય મૂળના એક અમેરિકનનો દાવો : EVM હૅકિંગ સાથે જોડાયેલા છે ગોપીનાથ મુંડેના મોતના રાઝ, હૅકિંગમાં રિલાયંસનો હાથ હોવાનો દાવો, સપા, બસપા, આપ, કૉંગ્રેસ પણ ઈવીએમ સાથે છેડછાડમાં સામેલ

Follow us on

ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) વિશે ભારતીય મૂળના અમેરિકન નાગરિક અને ઈવીએમ એક્સપર્ટ SYED SUJAએ લંડનમાં સોમવારે પ્રેસ કૉન્ફરન્સ કરી.

SUJAએ દાવો કર્યો કે લોકસભા ચૂંટણી 2014માં ઈવીએમ ટેમ્પરિંગ કરી મોટી ગરબડ કરાઈ હતી. તેણે દાવો કર્યો કે ગોપીનાથ મુંડેનું અકસ્માતમાં મોત નહોતું થયું, પણ તે હત્યા હતી, કારણ કે તેઓ ઈવીએમ હૅકિંગ વિશે જાણતા હતાં.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ભારતમાં ઉપયોગમાં લેવા માટેની ઈવીએમ ડિઝાઇન કરનાર ટીમના સભ્ય રહી ચુકેલા SUJAએ પ્રેસ કૉન્ફરન્સમાં ઈવીએમ હૅકિંગનો લાઇવ ડેમો પણ રાખેલો કે જેમાં તેમણે ચૂંટણી પંચ સહિત ભારતના તમામ રાજકારણીઓને બોલાવ્યા હતાં, પરંતુ એકમાત્ર કૉંગ્રેસ નેતા કપિલ સિબ્બલ જ આ પ્રેસ કૉન્ફરન્સમાં હાજર રહ્યા હતાં.

સિબ્બલની હાજરીથી સવાલો ઊભા થઈ ગયા છે, તો બીજી બાજુ આ હૅકરે દાવો કર્યો કે પત્રકાર ગૌરી લંકેશ ઈવીએમ હૅકિંગ વિશે તેની સ્ટોરી ચલાવવા તૈયાર થઈ ગયા હતાં, પરંતુ ત્યાર બાદ તેમની હત્યા કરી દેવાઈ. ગોપીનાથ મુંડેની પણ હત્યા કરાઈ, કારણ કે તેમને ઈવીએમમાં છેડછાડની માહિતી હતી.

રિલાયંસ કમ્યનિકેશને ભાજપને ઈવીએમ હૅક કરવા માટે લો ફ્રિક્વંસી સિગ્નલ આપવા માટે કહ્યુ હતું. કૉંગ્રેસે ઈવીએમ હૅકિંગના પગલે 201 બેઠકો ગુમાવી.

હૅકરે દાવો કર્યો કે ભાજપ, કૉંગ્રેસ, આપ, સપા, બસપા સહિત દેશના 12 રાજકીય પક્ષોએ ઈવીએમ હૅક કરવા માટે તેનો સંપર્ક સાધ્યો હતો. દિલ્હીમાં 2015માં કેજરીવાલનો ભવ્ય વિજય ઈવીએમ હૅકિંગના કારણે થયો.

દરમિયાન ચૂંટણી પંચે હૅકરના ઈવીએમ હૅકિંગના દાવાને ફગાવી દિધો છે અને દાવો કર્યો છે કે ભારતીય ઈવીએમ સંપૂર્ણપણે સલામત છે.

[yop_poll id=727]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 3:22 pm, Mon, 21 January 19

Next Article