ESIC એમનેસ્ટી સ્કીમની ડેડલાઇન લંબાઈ, કોર્ટની બહાર હવે 31 ડિસેમ્બર સુધી જૂના વિવાદો ઉકેલી શકાશે

કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) એ પોતાની વિવાદ સમાધાન યોજનાની મુદતમાં 3 મહિનાનો વધારો કર્યો છે. હવે નોકરીદાતાઓ અને વીમાધારકો પેન્ડિંગ કેસો કોર્ટ બહાર પતાવીને દંડ વિના માત્ર બાકી રકમ અને વ્યાજ ચૂકવીને વિવાદોમાંથી મુક્તિ મેળવી શકશે.

ESIC એમનેસ્ટી સ્કીમની ડેડલાઇન લંબાઈ, કોર્ટની બહાર હવે 31 ડિસેમ્બર સુધી જૂના વિવાદો ઉકેલી શકાશે
Image Credit source: Google
| Updated on: Oct 29, 2026 | 6:50 PM

કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) એ પોતાની નવી ‘એમનેસ્ટી સ્કીમ 2025’ ની મુદતમાં ત્રણ મહિનાનો વધારો કરવાની જાહેરાત કરી છે. હવે નોકરીદાતાઓ (એમ્પ્લોયર્સ) અને કર્મચારીઓ 31 ડિસેમ્બર 2026 સુધી જૂના કેસોના નિરાકરણ માટે આ યોજનાનો લાભ લઈ શકશે. આ નિર્ણયથી કોર્ટ બહાર કેસોનો ઝડપી નિકાલ લાવવા માટે પૂરતો સમય મળી રહેશે. સરકારે ગુરુવારે, 29 ઑક્ટોબરના રોજ આ મુદત વધારા અંગે સત્તાવાર માહિતી આપી હતી.

હવે 31 ડિસેમ્બર સુધી મળશે તક

વિવિધ હિતધારકો તરફથી મળેલા સૂચનોની સમીક્ષા બાદ ESIC દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ આ યોજના 1 ઑક્ટોબર 2025 થી 30 સપ્ટેમ્બર 2026 સુધી અમલમાં હતી. હવે તેને વર્તમાન નિયમો અને શરતો મુજબ 1 ઑક્ટોબર 2026 થી 31 ડિસેમ્બર 2026 સુધી લંબાવી દેવામાં આવી છે.

શું છે ESIC એમનેસ્ટી સ્કીમ?

આ યોજના એક વખત મળતી ખાસ વન-ટાઇમ વિવાદ નિવારણ યોજના છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય જૂના ESI કાયદા હેઠળ નિયમોનું પાલન વધારવાનો અને અદાલતોમાં પેન્ડિંગ કેસોનો બોજ ઘટાડવાનો છે. જેના દ્વારા નોકરીદાતાઓ ESIC સાથે ચાલી રહેલા કાયદાકીય વિવાદોને કોર્ટની બહાર સુમેળભર્યા વાતાવરણમાં ઉકેલી શકે છે.

દંડ વગર કેસ પતાવવાની સુવિધા

યોજના હેઠળ નોકરીદાતાઓ માત્ર બાકી રકમ અને તેના પરનું વ્યાજ ચૂકવીને પોતાના જૂના કેસોનો સરળતાથી અંત લાવી શકે છે. આવા કેસોમાં કોઈ વધારાનો દંડ (ડેમેજિસ) વસૂલવામાં આવશે નહીં. જે નોકરીદાતાઓએ અગાઉથી જ મૂળ બાકી રકમ જમા કરાવી દીધી છે, તેઓ વિવાદિત દંડની માત્ર 10 ટકા રકમ ચૂકવીને કેસ પાછો ખેંચવાની પ્રક્રિયાનો લાભ મેળવી શકે છે.

રેકોર્ડ જમા ન કરાવવા અને વિલંબિત ચુકવણીના કેસોમાં પણ રાહત

ESIC તરફથી રેકોર્ડ રજૂ ન કરવા અથવા ચુકવણીમાં વિલંબના કારણે નોંધાયેલા કેસો પણ આ સ્કીમના દાયરામાં આવે છે. જોકે આ માટે નોકરીદાતાએ જરૂરી પાલન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે, ત્યારબાદ અદાલતની મંજૂરીથી કેસ પાછા ખેંચી શકાશે.

કયા કેસોને મળશે લાભ?

સત્તાવાર નિવેદન મુજબ, 31 માર્ચ 2025 સુધી અદાલતોમાં દાખલ થયેલા કેસો આ સ્કીમ હેઠળ પાત્ર ઠરે છે. શ્રમ મંત્રાલયે તમામ હિતધારકોને 31 ડિસેમ્બર 2026 પહેલાં યોજનાનો લાભ લેવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં જણાવ્યું હતું કે દેશમાં ESIC મારફતે આશરે 25 કરોડ લોકોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે.

ગુજરાતને મળશે બે નવી રેલ સેવાઓની ભેટ, વડાપ્રધાન મોદી 30 ઑક્ટોબરે લીલી ઝંડી બતાવશે

Follow Us
Loading...
Unable to load recommendations.