EPFOએ UAN-Aadhaarને ફરજિયાત રીતે જોડવાની અંતિમ તારીખ લંબાવી, જાણો નવી સમયમર્યાદા

|

Jun 16, 2021 | 3:55 PM

EPFOએ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડના આધાર નંબર સાથે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ની ચકાસણી કરીને પ્રોવિડન્ટ ફંડ (PF) રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારી દેવામાં આવી છે. જે 1 સપ્ટેમ્બર 2021 સુધી મુલતવી રાખવામાં આવી છે.

EPFOએ UAN-Aadhaarને ફરજિયાત રીતે જોડવાની અંતિમ તારીખ લંબાવી, જાણો નવી સમયમર્યાદા
આધારકાર્ડ પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

EPFOએ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડના આધાર નંબર સાથે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ની ચકાસણી કરીને પ્રોવિડન્ટ ફંડ (PF) રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારી દેવામાં આવી છે. જે 1 સપ્ટેમ્બર 2021 સુધી મુલતવી રાખવામાં આવી છે.

EPFOએ કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડના આધાર નંબર સાથે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) ની ચકાસણી કરીને પ્રોવિડન્ટ ફંડ (PF) રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારી દેવામાં આવી છે. ઇપીએફઓ દ્વારા આ કાર્ય માટે 1 જૂન, 2021ની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી હતી. જેને હવે 1 સપ્ટેમ્બર, 2021 સુધી મુલતવી રાખવામાં આવી છે. હવે એમ્પ્લોયરોને તેમના કર્મચારીઓના આધાર નંબરને તેમના પીએફ એકાઉન્ટ્સ અને યુએન નંબર સાથે લિંક કરવા માટે વધુ સમય મળશે.

ઇપીએફઓ દ્વારા જાહેર કરાયેલા હુકમ મુજબ, ઇલેક્ટ્રોનિક ચાલાન એટલે કે પીએફ રીટર્ન (ECR) ની રસીદ આધાર વેરિફાઇડ યુએન સાથે ફાઇલ કરવાની અંતિમ તારીખ 1 સપ્ટેમ્બર, 2021 સુધી વધારી દેવામાં આવી છે. ઇપીએફઓએ શ્રમ મંત્રાલય દ્વારા જાહેરનામું બહાર પાડ્યા બાદ આધાર નંબરને જોડવાનું ફરજિયાત બનાવવાનો નિર્ણય કર્યો હતો. શ્રમ મંત્રાલયે 3 મેના રોજ આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં મંત્રાલય અને તેના હેઠળ કાર્યરત સંસ્થાઓ લાભાર્થીઓ પાસેથી આધાર નંબર એકત્રિત કરવા જણાવ્યું છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

સામાજિક સુરક્ષા કોડની કલમ 142, લાભ અને સેવાઓ મેળવવા માટે આધાર નંબર દ્વારા કોઈ કર્મચારી અથવા અસંગઠિત કાર્યકર અથવા અન્ય કોઈ વ્યક્તિની ઓળખ સ્થાપિત કરવાની જોગવાઈ છે.

યુએએન (UAN) શું છે ?
યુએએન યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) મૂળભૂત રીતે કર્મચારીઓની પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઇપીએફ જમા કરાયેલ દરેક કર્મચારીને ફાળવવામાં આવતા 12-અંકનો એકાઉન્ટ નંબર છે. (UAN) યુએએન, પીએફ એકાઉન્ટ સેવાઓ હાથ ધરવા માટેની પ્રક્રિયાને ઉપાડ, પીએફ લોન અથવા ઇપીએફ બેલેન્સ ચેક જેવા ખાતાધારકો માટે સરળ અને અનુકૂળ બનાવે છે.

દરમિયાન, એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા નાણાકીય વર્ષ 2020-21 માટે પીએફ થાપણો પર 8.5 ટકાનો વ્યાજ દર નક્કી કરાયો છે, જેના આધારે આવતા મહિના સુધીમાં વ્યાજની રકમ ગ્રાહકોના ખાતામાં જમા થાય તેવી સંભાવના છે.

Published On - 3:54 pm, Wed, 16 June 21

Next Article