Big News: જમ્મુ કાશ્મીરમાં વધતા હુમલા વચ્ચે ઈમરજન્સી એડવાઇઝરી જાહેર કરાઇ, જાણો વિગત

|

Oct 17, 2021 | 9:12 PM

જમ્મુ કાશ્મીરમાં વધતા હુમલા વચ્ચે મોટા સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર તમામ ગેર સ્થાનિક લોકોને સેનાના કેમ્પમાં લઇ જવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં ઈમરજન્સી એડવાઇઝરી જાહેર કરાઇ છે.

તાજેતરનામાં જમ્મુ -કાશ્મીરમાં (Jammu and Kashmir) આતંકવાદીઓ દ્વારા સામાન્ય લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે જમ્મુ -કાશ્મીરમાં ઈમરજન્સી એડવાઈઝરી (Emergency advisory) જારી કરવામાં આવી છે. આ એડવાઈઝરી જમ્મુ -કાશ્મીર પોલીસ દ્વારા જારી કરવામાં આવી છે. એડવાઈઝરી અનુસાર, બિન-કાશ્મીરી મજૂરોને પોલીસ અને આર્મી કેમ્પમાં લાવવામાં આવશે. વહીવટીતંત્ર દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે તાજેતરમાં આતંકવાદીઓએ અન્ય રાજ્યોના કામદારોને નિશાન બનાવ્યા છે.

જાહેર છે કે કેટલાક દિવસથી ગેર સ્થાનિક લોકો પર આતંકી હુમલા ખુબ વધી ગયા છે. જેને કારણે પોલીસ ગેર સ્થાનિક લોકોને સેનાના કેમ્પમાં લઇ જશે. કાશ્મીરમાં બહારના લોકો પર વધી રહેલા આતંકી હુમલાને લઈને સાવચેતી માટે પગલાં લેવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે અગાઉ શનિવારે પણ યુપી અને બિહારના બે નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. બિહારના રહેવાસી અરવિંદ કુમારને શ્રીનગરમાં નિશાન બનાવવામાં આવ્યો હતો, જ્યારે યુપીના રહેવાસી સગીર અહેમદને પુલવામામાં મારવામાં આવ્યો હતો. કુલગામના વાણપોહ વિસ્તારમાં રવિવારે માર્યા ગયેલા મજૂરોની ઓળખ બિહારના રાજા જોગીન્દર તરીકે થઈ છે. ગોળીની ઈજાને કારણે ચુનચુન દેવ પણ ઘાયલ થયો.

 

આ પણ વાંચો: Bangladesh: હિન્દુ મંદિરો અને દુકાનો પર થઈ રહ્યા છે હુમલા, લૂંટના બનાવ આવ્યા સામે, હવે લઘુમતી જૂથો દેશભરમાં ભૂખ હડતાલ પર ઉતરશે

આ પણ વાંચો: CM એ કડક સૂરમાં અધિકારીઓને કરી ટકોર: સામાન્ય માણસોનું કામ નીતિ નિયમોને કારણે અટકવું ન જોઈએ

Published On - 8:59 pm, Sun, 17 October 21

Next Video