પેટ્રોલ પંપ પરથી, 72 કલાકમાં વડાપ્રધાન મોદીના ફોટાવાળા હોર્ડીગ્સ હટાવવા ચૂંટણી પંચનો હુકમ

|

Mar 04, 2021 | 10:19 AM

દેશમાં પાંચ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે. ત્યારે આ રાજ્યોમાં પેટ્રોલપંપ પર લાગેલા પ્રધાનમંત્રીના ફોટાને ચૂંટણી પંચે આચારસંહિતાનું ઉલ્લંઘન માન્યું છે. અને 72 કલાકમાં તેને હટાવવાનો આદેશ આપ્યો છે.

પેટ્રોલ પંપ પરથી, 72 કલાકમાં વડાપ્રધાન મોદીના ફોટાવાળા હોર્ડીગ્સ હટાવવા ચૂંટણી પંચનો હુકમ
ચૂંટણી પંચનો આદેશ

Follow us on

ચૂંટણી પંચે વિધાનસભાની ચૂંટણીના પાંચ રાજ્યોમાં પેટ્રોલ પમ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) ફોટાવાળા હોર્ડિંગ્સને આચારસંહિતાનું ઉલ્લંઘન માન્યું છે. કમિશને આવા તમામ હોર્ડિંગ્સને 72 કલાકની અંદર હટાવવા આદેશ આપ્યો છે. હાલમાં પ્રધાનમંત્રી મોદીના ફોટોગ્રાફ્સ પેટ્રોલ પમ્પ પરની સરકારી યોજનાઓની જાહેરાતમાં જોવા મળે છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ , અસમ, કેરળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓની તારીખ 26 ફેબ્રુઆરીએ જાહેર કરી હતી. આ સાથે આ તમામ રાજ્યોમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

 

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

 

TMCએ વેક્સિનેશનના પ્રમાણપત્ર સામે વાંધો ઉઠાવ્યો

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ કોરોના વેક્સિનેશન બાદ મળતા પ્રમાણપત્રમાં પ્રધાનમંત્રી મોદીના ફોટા સામે વાંધો ઉઠાવ્યો છે. ટીએમસી સહિતના વિપક્ષે આ ફોટાઓને 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપનો પ્રચાર ગણાવ્યો હતો.

TMC રાજ્યસભાના સભ્ય ડેરેક ઓ બ્રાયને બુધવારે કહ્યું કે, “ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં વડાપ્રધાનનો ફોટો કોરોના રસીના પ્રમાણપત્રમાં મૂકવો યોગ્ય નથી. અમારી પાર્ટી આ મુદ્દાને ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરશે.”

26 ફેબ્રુઆરીએ દેશમાં ચાર રાજ્યો પશ્ચિમ બંગાળ, કેરલ, તમિલનાડુ, અસમ અને કેન્દ્રશાસિત પ્રદેશ પોંડેચરીની યોજાનારી ચૂંટણી માટે ચૂંટણી પંચે તારીખો જાહેર કરી હતી. પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં મતદાન યોજાશે. 27 માર્ચ, 1 એપ્રિલ, 6 એપ્રિલ, 10 એપ્રિલ, 17 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલના રોજ મતદાન થશે. કેરળ, તમિલનાડુ , અને પોંડેચરીમાં 6 એપ્રિલના રોજ ચુંટણી યોજાશે. તેમજ અસમમાં ત્રણ તબક્કામાં એટલે કે 27 માર્ચ, 1 એપ્રિલ તેમજ 6 એપ્રિલના રોજ મતદાન થશે,. ચૂંટણીની મતગણતરી 2 મેના રોજ કરવામાં આવશે.

Next Article