ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીની બાયોપિક પછી હવે મમતા બેનર્જીની બાયોપિક ફિલ્મના ટ્રેલર પર લગાવ્યો પ્રતિબંધ

|

Apr 25, 2019 | 5:09 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ પર પ્રતિબંધ લગાવ્યા પછી ચૂંટણી પંચે હવે મમતા બેનર્જીની બાયોપિક ફિલ્મના ટ્રેલર પર પ્રતિબંધ લગાવ્યો છે. મમતા બનર્જીની બાયોપિક ફિલ્મ ‘બાધિની’ વિશે ચૂંટણી પંચે કહ્યું કે આ ફિલ્મ માટે CBFCથી સર્ટિફીકેટ નથી લીધુ. સેન્સર બોર્ડે 3 વેબસાઈટ્સ પરથી ફિલ્મના ટ્રેલરને હટાવવા માટે કહ્યું છે. તે સિવાય ચૂંટણી પંચે પશ્વિમ બંગાળના […]

ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીની બાયોપિક પછી હવે મમતા બેનર્જીની બાયોપિક ફિલ્મના ટ્રેલર પર લગાવ્યો પ્રતિબંધ

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મ પર પ્રતિબંધ લગાવ્યા પછી ચૂંટણી પંચે હવે મમતા બેનર્જીની બાયોપિક ફિલ્મના ટ્રેલર પર પ્રતિબંધ લગાવ્યો છે.

મમતા બનર્જીની બાયોપિક ફિલ્મ ‘બાધિની’ વિશે ચૂંટણી પંચે કહ્યું કે આ ફિલ્મ માટે CBFCથી સર્ટિફીકેટ નથી લીધુ. સેન્સર બોર્ડે 3 વેબસાઈટ્સ પરથી ફિલ્મના ટ્રેલરને હટાવવા માટે કહ્યું છે. તે સિવાય ચૂંટણી પંચે પશ્વિમ બંગાળના CEO પાસે રિપોર્ટ માગ્યો છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

TV9 Gujarati

 

રિપોર્ટ મળ્યા પછી ચૂંટણી પંચ બાયોપિકને જોશે. ચૂંટણી પંચે કહ્યું કે ફિલ્મને હજી સુધી સેન્સર બોર્ડ ફોર ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા પાસ કરવામાં આવી નથી. તે છતાં તેનું ટ્રેલર બતાવવામાં આવી રહ્યું હતુ. આ વિશે પંચને ફરિયાદ મળી હતી જેની પર કાર્યવાહી કરવામાં આવી છે.

ચૂંટણી પંચે 10 એપ્રિલે જાહેર કરેલા આદેશમાં કહ્યું હતું કે કોઈ પણ બાયોપિક ફિલ્મ જે કોઈ પણ રાજકીય પાર્ટી કે નેતાના ગુણગાન કરતી હોય. તેને બાયોગ્રાફી રૂપે રિલીઝ નહીં કરવામાં આવે. ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ‘PM નરેન્દ્ર મોદી’ને રિલીઝના એક દિવસ પહેલા પ્રતિબંધ લગાવ્યો હતો.

ચૂંટણી પંચે તાજેત્તરમાં જ વડાપ્રધાન મોદીની વેબસીરીઝ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. પંચે Eros Nowને આદેશ આપ્યો હતો કે તે આ વેબ સીરીઝના બધા જ એપિસોડસની સ્ટ્રીમિંગ તેમના બધા જ માધ્યમો પર બંધ કરે.

મમતા બેનર્જીએ કહ્યું કે તેમને આ બાયોપિકની સાથે કોઈ પણ સંબંધ હોવાની વાતનો ઈનકાર કર્યો હતો. તેમને ટ્વિટ કરીને કહ્યું કે મારે બાયોપિકથી કોઈ પણ લેવા દેવા નથી. જો કોઈ યુવાનો કોઈ માહિતી ભેગી કરીને કંઈક ફેલાવી રહ્યાં છે તો તે તેમનો અલગ મામલો છે. મારે કોઈ સંબંધ નથી. હું નરેન્દ્ર મોદી નથી. ખોટી માહિતી ફેલાવીને મને બદનક્ષીનો કેસ દાખલ કરવા માટે મજબુર ના કરો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article