Baba Ka Dhaba ના માલિક કાંતા પ્રસાદે આત્મહત્યા કરવાનો કર્યો પ્રયાસ, હાલત ગંભીર

|

Jun 18, 2021 | 3:20 PM

બાબા કા ઢાબાના કાંતા પ્રસાદને શુક્રવારે સફદરજંગના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે

Baba Ka Dhaba ના માલિક કાંતા પ્રસાદે આત્મહત્યા કરવાનો કર્યો પ્રયાસ, હાલત ગંભીર
કાંતા પ્રસાદ

Follow us on

એક વાયરલ વિડીયોથી દેશભરમાં મશહુર થઇ ગયેલા બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કાંતા પ્રસાદને શુક્રવારે સફદરજંગના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેમણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે તેમણે માનસિક તણાવના કારણે ઊંઘની ગોળીઓ ખાઈ લીધી.

ઊંઘની ગોળીઓ ખાધા પછી તેમની હાલત વધુ કથળી હતી, ત્યારબાદ તેમને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાંતા પ્રસાદની હાલત હમણાં સ્થિર કહેવામ આવી છે. તે સફદરજંગ હોસ્પિટલના આઈસીયુ યુનિટ -2 માં હમણા વેન્ટિલેટર પર છે.

નોંધનીય છે કે ગયા વર્ષે ગૌરવ નામના યુટ્યુબરે કાંતા પ્રસાદના બાબા કા ઢાબાનો એક વીડિયો બનાવ્યો હતો. જે ખુબ વાયરલ થયો હતો. વિડીયોમાં લોકોને તેમની મદદ કરવા કહ્યું હતું. જે પછી કાંતા પ્રસાદનો ઢાબો રાતોરાત પ્રખ્યાત બન્યો. દેશભરના લોકોએ તેમને આર્થિક મદદ પણ કરી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મળેલા પૈસાથી કાંતા પ્રસાદે નવી રેસ્ટોરન્ટ ખોલી હતી. આમાં તેમણે બે રસોઇયા અને એક સહાયક પણ રાખ્યા હતા. લોકડાઉનમાં રેસ્ટોરન્ટ બંધ થવાના કારણે તેમને ઘણું દુ:ખ સહન કરવું પડ્યું હતું, ત્યારબાદ તેમણે રેસ્ટોરન્ટ બંધ કરી દીધી હતી.

બાબાના દીકરાએ કહ્યું હતું કે રેસ્ટોરન્ટમાં ખર્ચ પ્રમાણે કમાણી ખૂબ ઓછી થઈ રહી હતી. ભાડુ, કામ કરતા છોકરાઓનો પગાર, વીજળી અને પાણીના બીલના ખર્ચા હતા. રેસ્ટોરન્ટ ખોલવા માટે દો 1.5 લાખ રૂપિયાથી વધુ પૈસા લાગ્યા હતા. રેસ્ટોરન્ટ બંધ થયા પછી તેમણે તમામ માલ વેચી દીધો, જેમાંથી અમને 30 થી 40 હજાર રૂપિયા મળ્યા. બાબાના દીકરાના જણાવ્યા પ્રમાણે જો રેસ્ટોરન્ટમાં માસિક ખર્ચ 2 લાખ રૂપિયા હતો, તો કમાણી માત્ર 15 હજાર રૂપિયા હતી.

જોકે તે સમયે કાંતા પ્રસાદે યુટ્યુબર પર છેતરપીંડીનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદની વાત કરીએ તો આ ઘટનાને લઈને કાંતા પ્રસાદે તાજેતરમાં જ ગૌરવની માફી પણ માંગી હતી.

 

આ પણ વાંચો: શરમજનક: વૃદ્ધ મોલાનાની ‘અશ્લીલ હરકત’નો વિડીયો લીક, મદરેસાના વિદ્યાર્થી સાથે ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ

આ પણ વાંચો: PM મોદીએ શરૂ કર્યું મહાઅભિયાન, કોરોનાની ત્રીજી લહેર સામે લડવા તૈયાર કરાશે 1 લાખ વોરિયર્સ

Next Article