AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોના વેક્સિનની અસર પર અભ્યાસ: આ લોકોમાં માત્ર પહેલા ડોઝની અસર થઇ રહી કંઈક આવી અસર

કોરોના વેક્સિનને લઈને વૈજ્ઞાનિકોએ અભ્યાસના આધારે મહત્વના ખુલાસાઓ કર્યા છે. 135 જેટલા આરોગ્યકર્મીઓ પર કરવામાં આવેલા અભ્યાસ બાદ આ ખુલાસા કરવામાં આવ્યા છે.

કોરોના વેક્સિનની અસર પર અભ્યાસ: આ લોકોમાં માત્ર પહેલા ડોઝની અસર થઇ રહી કંઈક આવી અસર
કોરોના વેક્સિનની અસર
| Updated on: Apr 05, 2021 | 10:35 AM
Share

કોરોનાથી બચાવવા માટે રસીના બે ડોઝ લેવાનું ખૂબ મહત્વનું છે. પરંતુ જે લોકોને અગાઉ કોરોનાનું સંક્રમણ લાગેલું છે, તેઓમાં એક જ ડોઝ એન્ટિબોડીઝનું સ્તર વધારી રહ્યું છે. ભારતીય વૈજ્ઞાનિકોએ વેક્સિન લેવા વાળા લોકો પર કરેલા અધ્યયનમાં આ જણાવવામાં આવ્યું છે.

એકવાર વેક્સિન લેવા બાદ શરીરમાં એન્ટિબોડીઝ 500 ગણી વધી જાય છે

આ મુજબ, કોરોનામાંથી સ્વસ્થ થનારાઓમાં રસીનો પ્રથમ ડોઝ એન્ટિબોડીમાં 500 ગણો વધારો કરી રહ્યો છે. આ લોકોમાં બીજા ડોઝની અસર વધારે જોવા મળી નથી.

નવી દિલ્હી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટીવ બાયોલોજી (આઈજીઆઈબી) ના વૈજ્ઞાનિકોએ આરોગ્ય કર્મચારીઓનો અભ્યાસ કર્યા પછી આ દાવો કર્યો છે. રિસર્ચમાં બે અલગ અલગ જૂથોને રસી આપવામાં આવ્યા પછી એન્ટિબોડી સ્તરની તપાસ કરવામાં આવી હતી.

આ જૂથોમાંથી એક તે જૂથ હતું જેમાં આરોગ્ય કર્મચારીઓને પહેલા કોરોનાનું સંક્રમણ લાગ્યું હોય અને તેને રસી આપવામાં આવી હોય. બંને જૂથોના લોકોને વેક્સિન બંને ડોઝ આપવામાં આવ્યા હતા. 7, 14 અને 28 દિવસના અંતરાલમાં એન્ટિબોડીઝની તપાસ કર્યા પછી આ માહિતી આપવામાં છે.

અમેરિકન વૈજ્ઞાનિક દ્વારા આવું જ સંશોધન તાજેતરમાં નેચર મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયું હતું. આ મુજબ પહેલા જ કોરોના થયેલા લોકોમાં વેક્સિનના પ્રથમ ડોઝ બાદ એન્ટિબોડીઝનું પ્રમાણ અનેકગણું વધ્યું હતું. આ લોકોમાં બીજી માત્રાની અસર મળી નથી.

કોવિશિલ્ડ આપ્યા બાદ એન્ટિબોડી સ્તરમાં વધારો

ડો.અગ્રવાલના જણાવ્યા અનુસાર વેક્સિન આપ્યા પહેલા આ બધામાં એન્ટિબોડીઝનું સથર 42 (32.5 ટકા) મળી આવ્યું હતું. જ્યારે આ લોકોને કોવિશિલ્ડ રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો, ત્યારે એન્ટિબોડીઝમાં 500% વધારો થયો હતો, પરંતુ જ્યારે બીજી માત્રા આપવામાં આવી ત્યારે તેઓને કોઈ અસર દેખાઈ નહીં.

આ અધ્યયનમાં ત્રણ કર્મચારીઓ એવા પણ મળી આવ્યા હતા જેમને રસીનો પ્રથમ ડોઝ આપ્યા પછી એન્ટિબોડીઝ બની ન હતી. અને ન તો તેઓ પહેલાં કોરોનામાં સંપર્કમાં આવ્યા હતા.

અગિયાર હોસ્પિટલોના 135 આરોગ્ય કર્મચારીઓ પર સંશોધન

આઈજીઆઈબીના ડાયરેક્ટર ડો.અનુરાગ અગ્રવાલના મતે, વિશ્વના મોટાભાગના દેશોમાં કોરોના રોકવા માટે એસ્ટ્રાઝેનેકા રસી આપવામાં આવી રહી છે.

તે ભારતના પુના સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવી રહી છે, જેને આપણે કોવિશિલ્ડ તરીકે ઓળખીએ છીએ. ભારતમાં પણ 90 ટકા લોકોને આ જ વેક્સિન મળી રહી છે. આ વેક્સિન પર 11 હોસ્પિટલોમાં 135 આરોગ્ય કર્મચારીઓ પર વેક્સિનની અસરનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

બીજી માત્રા આપવાનું ટાળી શકાય છે

અભ્યાસના પરિણામોના આધારે વૈજ્ઞાનિકોનું માનવું છે કે વેક્સિન આપ્યા પહેલા એન્ટિબોડીઝની તપાસ કરવામાં આવે તો પહેલાથી ચેપગ્રસ્ત વ્યક્તિને રસીના બે ડોઝ આપવાનું ટાળી શકાય એમ છે. દેશમાં રસીકરણ અભિયાન અંતર્ગત 7.59 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. એક કરોડ લોકોએ બે ડોઝ લીધા છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, 7.59 કરોડમાંથી ઓછામાં ઓછા એક કરોડ લોકોને ફરીથી ડોઝ આપવાનું ટાળી શકાય એમ છે, કારણ કે તેઓમાં એન્ટિબોડીઝ વિકસિત થઈ ચૂકી છે.

g clip-path="url(#clip0_868_265)">