China માટે જાસૂસી કરનાર પત્રકાર રાજીવ શર્માની EDએ કરી ધરપકડ, 7 દિવસ માટે EDની કસ્ટડીમાં

|

Jul 03, 2021 | 7:08 PM

ED arrested Rajiv Sharma: અગાઉ પણ પાછલા વર્ષના સપ્ટેમ્બરમાં રાજીવ શર્માની દિલ્હી પોલીસે ગોપનીયતા અધિનયમ હેઠળ ધરપકડ કરી હતી

China માટે જાસૂસી કરનાર પત્રકાર રાજીવ શર્માની EDએ કરી ધરપકડ, 7 દિવસ માટે EDની કસ્ટડીમાં
Rajeev Sharma

Follow us on

પત્રકાર રાજીવ શર્મા (Rajiv Sharma, Journalist)ની Enforcement Department (ED)એ ધરપકડ કરી છે. રાજીવ શર્મા પર આરોપ છે કે તેને રૂપિયાના બદલામાં ચીનના ખુફિયા અધિકારીઓ સાથે ભારતની અતિ સંવેદનશીલ અને ગોપનીય માહિતીઓ શેર કરી છે. EDના એક નિવેદનમાં જાહેર કરવામાં આવ્યું છે કે રાજીવ શર્માની મની લોન્ડરીંગ (Prevention of Money Laundering Act)ના કાયદા હેઠળ 1 જુલાઈએ ધરપકડ કરવામાં આવી છે. કોર્ટ સમક્ષ હાજર કરીને તેને 7 દિવસ માટે EDની કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

અગાઉ પણ ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં રાજીવ શર્માની દિલ્હી પોલીસે ગોપનીયતા અધિનયમ હેઠળ ધરપકડ કરી હતી. જેમાં તેની પાસેથી રક્ષા સંબંધિત ગોપનીય દસ્તાવેજો મળી આવ્યા હતા. EDના નિવેદનમાંથી જાણવા મળ્યું છે કે પ્રાથમિક તપાસના આધાર પર દિલ્હી પોલીસે તેના વિરુદ્ધ FIR દાખલ કરી છે અને રાજીવ શર્મા પર IPC 1860 અને ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ 1923 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

 

પ્રાથમિક તપાસમાં બાહર આવ્યું છે કે રાજીવ શર્મા ભારતની સુરક્ષા સાથે જોડાયેલી અગત્યની અને ગોપનીય માહિતીઓ ચીનના ખુફિયા અધિકારીઓ સાથે શેર કરતો હતો, તેથી ભારતીય સુરક્ષા અને રાષ્ટ્રીય હિત જોખમાય શકતા હતા. જેના બદલામાં તેને મોટી રકમ ઓફર કરવામાં આવતી હતી.

 

તપાસમાં સામે આવ્યું છે કે કામના બદલામાં રાજીવ શર્મા અને અન્યોને મળતી રોકડ રકમ, મહિપાલપુર સ્થિત એક કંપની દ્વારા આપવામાં આવતી. જે કંપની ચીની નાગરીકો ઝાંગ ચેંગ ઉર્ફે સુરજ, ઝાંગ લિકસિયા ઉર્ફે ઉષા અને કિંગ શી દ્વારા એક નેપાળી નાગરિક સાથે ચલાવવામાં આવી રહી છે.

 

EDનું કહેવું છે રોકડ લેવડ-દેવડ સિવાય પણ ચીની કંપનીઓ અને અન્ય ઘણી વ્યાપારિક કંપનીઓ સાથે પણ Rajiv Sharmaના  મોટા ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે, જેની વધુ તપાસ કરવામાં આવી રહી છે. આવી કંપનીઓ રાજીવ શર્મા જેવા લોકોને જાસૂસી જેવા કામ માટે પૈસા આપવાનું કામ કરતી હોય છે. ED દ્વારાએ પણ જણાવવામાં આવ્યું છે કે રાજીવ શર્માને બેનામી બેન્કો દ્વારા પણ પૈસા આપવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: UttarPradesh : ધર્મપરિવર્તન કેસમાં PMLA એક્ટ હેઠળ ED ની મોટી કાર્યવાહી, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં 6 જગ્યાએ પાડ્યા દરોડા

 

Next Article