પૃથ્વીનાં Temperatureમાં થયો મોટો વધારો, 1901 બાદ 2020નું વર્ષ આઠમું સૌથી ગરમ વર્ષ

|

Jan 05, 2021 | 9:35 PM

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર Earthની સપાટી પર  વર્ષ  1901 બાદ 2020 આઠમું સૌથી વધારે ગરમ વર્ષ રહ્યું હતું. જોકે વર્ષ 2016 ની તુલનામા છેલ્લા વર્ષની સરેરાશ તાપમાન થોડું ઓછું રહ્યું હતું. વર્ષ 2016 સૌથી વધારે ગરમ વર્ષ હતું. ભારતીય જળવાયુ પરિવર્તન અંગેના હવામાન વિભાગના નિવેદન મુજબ છેલ્લા વર્ષે પૃથ્વીની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં 0.29 […]

પૃથ્વીનાં Temperatureમાં થયો મોટો વધારો, 1901 બાદ 2020નું વર્ષ આઠમું સૌથી ગરમ વર્ષ

Follow us on

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર Earthની સપાટી પર  વર્ષ  1901 બાદ 2020 આઠમું સૌથી વધારે ગરમ વર્ષ રહ્યું હતું. જોકે વર્ષ 2016 ની તુલનામા છેલ્લા વર્ષની સરેરાશ તાપમાન થોડું ઓછું રહ્યું હતું. વર્ષ 2016 સૌથી વધારે ગરમ વર્ષ હતું.

ભારતીય જળવાયુ પરિવર્તન અંગેના હવામાન વિભાગના નિવેદન મુજબ છેલ્લા વર્ષે પૃથ્વીની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં 0.29 ડિગ્રી સેલ્શિયસ વધારે રહ્યું હતું.જેમાં વર્ષ 1901મા દેશના આધારે  પૃથ્વીનું તાપમાન નોંધવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2016મા  પૃથ્વીની સપાટીનું સરેરાશ તાપમાન સામાન્ય કરતાં 0.71 ડિગ્રી સેલ્શિયસ વધારે રહ્યું હતું.  તેવી જ  રીતે વર્ષ 2009(  0.55 ડિગ્રી સેલ્શિયસ) 2017 માં (0.541 ડિગ્રી સેલ્શિયસ) અને વર્ષ 2015 ( 0.55 ડિગ્રી સેલ્શિયસ ) હતું જે પૃથ્વીના સામાન્ય કરતા વધારે તાપમાન હતું. આઇએમડી ડેટાના જણાવ્યા અનુસાર વર્ષ 1901 થી  વર્ષ 2015 મા 15  સૌથી ગરમ વર્ષ હતા જેમાં 12  વર્ષ 2006 થી વર્ષ 2020 દરમ્યાન રહ્યા  હતા.

જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ખરાબ હવામાનના લીધે છેલ્લા વર્ષમા 1565 લોકોના મોત થયા હતા, જેમાં 815 લોકોના મોત પૂર, વરસાદ અને વીજળીના લીધે થઈ હતી. બિહારમા સૌથી વધારે 379 લોકોના જીવ ગયા હતા. ભારે વરસાદ અને વીજળી તથા શીત લહેરના પગલે ઉત્તર પ્રદેશમાં 356 લોકોના મોત થયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મૃત્યુની સંખ્યા મીડિયા રિપોર્ટ પર આધારિત છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે પણ નાસાએ કરેલા અધ્યયનમા જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષમા પૃથ્વીની સપાટીના તાપમાનમા વધારો થયો છે. જેમાં અભ્યાસકર્તાઑએ વર્ષ 2003 થી 2007 સુધી ઉપગ્રહ આધારિત ઇન્ફ્રારેડ મેજરમેન્ટ સિસ્ટમ એઆઇઆરએસના માધ્યમથી પૃથ્વીના તાપમાનનું આકલન કર્યું હતું.

 

Published On - 9:34 pm, Tue, 5 January 21

Next Article